Friday, May 24, 2024
Google search engine
HomeGujaratલાડલી દીકરીને લાગી ન્યૂડ સેલ્ફી લેવાની લત, મોબાઈ જોતાં જ માતા-પિતા પણ...

લાડલી દીકરીને લાગી ન્યૂડ સેલ્ફી લેવાની લત, મોબાઈ જોતાં જ માતા-પિતા પણ ચોંકી ગયા

આજના આધુનિક સમયમાં સેલ્ફી લેવી એક ટ્રેન્ડ બની ચૂક્યો છે. યુવાનોથી માંડી કિશોરો પણ ફેસબુક અને ટ્વિટર ઉપર સેલ્ફી અપલોડ કરતા દેખાઈ આવે છે. આ શોખ તેમનામાં ઘણી વખત ગાંડપણ બની જતું હોય એવું લાગે છે. ઘણી વખત તો હાથમાં મોબાઈલ આવે એટલે વિદ્યાર્થીઓ ઘેલા બનીને એવું એવું કરે છે કે માતા-પિતા શરમમાં મૂકાય. અમદાવાદના એક પોશ વિસ્તારમાં પરિવાર સાથે રહેતી યુવતીને એવી લત લાગી કે તેના માતા-પિતા શરમથી પાણી પાણી થઈ ગયા. યુવતીને પોતાની ન્યૂડ સેલ્ફી લેવાની લત લાગી અને એટલું જ નહીં તે સેલ્ફીને સોશિયલ મીડિયામાં મૂકવાની પણ લત લાગી ગઈ હતી. આખરે અભયમ હેલ્પલાઈનની મદદથી તેને આ લતથી દૂર કરાઈ.

અમદાવાદની અભયમ હેલ્પલાઈનને કોલ મળ્યો હતો. જેમાં એક માતા-પિતાએ પોતાની 17 વર્ષીય સગીર દીકરીની ફરિયાદ કરી હતી. માતા-પિતાએ અભયમની ટીમને જણાવ્યું કે, તેમની સગીર દીકરી ભણવામાં ધ્યાન આપતી ન હતી. તે માત્ર મોબાઈલમાં જ ખોવાયેલી રહેતી હતી. તેથી તેઓએ એક દિવસ દીકરીનો ફોન ચેક કર્યો. જેમાં ચેક કરતા તેમને દીકરીની યુવકો સાથેની ચેટિંગ મળી આવી હતી. સાથે જ સગીરાએ પોતાના ફોનમાં પાડેલા ન્યૂડ ફોટો પણ મળ્યા હતા, જે યુવકોને મોકલવામાં આવ્યા હતા. આ જોઈને માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

એટલું જ નહીં આ યુવતી રાત્રે કોઈને જાણ કર્યા વિના ઘરમાંથી નીકળી જતી હતી. જ્યારે માતા-પિતા સમજાવે તો તેમની વાતને ગણકારતી ન હતી. ઉપરથી માતા-પિતાને કહેતી કે તમારે મને બોલવાનો કોઈ અર્થ નથી. જેથી માતા-પિતાએ અભયમ હેલ્પલાઈનની મદદ લીધી હતી. આ બાદ અભયમની ટીમે યુવતીને સમજાવી હતી.

માતા-પિતાએ જણાવ્યું કે, તેમની દીકરીને મોબાઈલમાં ન્યૂડ ફોટા પાડીને સોશિયલ મીડિયા પર યુવકોને મોકલવાની આદત પડી ગઈ હતી. તેથી અમે એકવાર તે સૂઈ ગઈ ત્યારે તેનો મોબાઈલ ચેક કર્યો હતો, જેમાં તેનો ભાંડો ફૂટ્યો હતો. જ્યારે યુવતીને આ વાતની જાણ થઈ તો તેણે પોતાના માતા-પિતા સાથે ખૂબ ઝઘડો કર્યો હતો.

યુવતીએ માતા-પિતાને કહ્યું કે, તમે મારા માતા-પિતા નથી. તમને મને બોલાવવાનો કોઈ હક નથી. અભયમમાં મામલો પહોંચતા ટીમે સગીરાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તેઓએ સગીરાનું કાઉન્સેલિંગ કર્યુ હતું.

તેઓએ સગીરાને સમજાવ્યું કે, આ તારી ભણવાની ઉંમર છે. તેથી મોબાઈલનો સદુપયોગ કરવો. સોશિયલ મીડિયા પર આવા અભદ્ર ફોટો ન મૂકવા જોઈએ. ઘરેથી એકલા બહાર નીકળવાનું ટાળવું જોઈએ, જેથી માતા-પિતાને ચિંતા ન થાય. પહેલા યુવતીએ પોલીસની વાત માની ન હતી. પંરતુ બાદમાં પોલીસે કાયદાકીય કાર્યવાહી કરવાની વાત કરી ત્યારે યુવતી થોડી ઢીલી પડી અને તેને પોતાની ભૂલ સમજાઈ. તેણે માતા-પિતાની માફી પણ માગી હતી. તેમજ બીજીવાર આવી ભૂલ નહીં કરે તેવું આશ્વાસન પણ આપ્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page