Saturday, May 11, 2024
Google search engine
HomeNationalવરરાજાએ દુલ્હનનો બેડરૂમ વીડિયો ચલાવ્યો, જીજાજી સાથે માણતી હતી અંગત પળો

વરરાજાએ દુલ્હનનો બેડરૂમ વીડિયો ચલાવ્યો, જીજાજી સાથે માણતી હતી અંગત પળો

લગ્નની તમામ તૈયારીઓ થઈ ગઈ હતી. સ્ટેજને ભવ્ય રીતે ડેકોરેટ કરવામાં આવ્યો હતો. વરરાજા તથા દુલ્હન સજીધજીને સ્ટેજ પર આવ્યા હતા. તમામ મહેમાનો કપલને જ જોતા હતા અને લગ્નની વિધિ શરૂ થાય તેની રાહ જોવાતી હતી. આ જ સમયે વરરાજાએ દુલ્હનનો એક આપત્તિજનક વીડિયો ચલાવ્યો હતો. ત્યારબાદ લગ્નમાં હોબાળો મચ્યો હતો.

લગ્નમાં વરરાજાએ ચલાવ્યો આપત્તિજનક વીડિયોઃ આ લગ્ન ચીનમાં યોજાયા હતા. બંનેની સગાઈ છ મહિના પહેલાં થઈ હતી. આ દરમિયાન યુવતીને બહેનના પતિમાં વધુ રસ પડવા લાગ્યો હતો. વરરાજાને આ વાતની શંકા ગઈ હતી. તેણે દુલ્હન તથા જીજાને બેડરૂમમાં રોમાન્સ કરતાં જોઈ લીધા હતા. તેણે વીડિયો પણ બનાવ્યો હતો. જોકે તેણે વીડિયો બતાવવા માટે લગ્નનો દિવસ પસંદ કર્યો હતો.

લગ્નના દિવસે દુલ્હન કે પરિવાર કે મહેમાનોને કોઈ અંદાજો નહોતો કે તેમને શું બતાવવામાં આવવાનું છે. વરરાજાએ દુલ્હનનો આપત્તિજનક વીડિયો બધાની સામે ચલાવ્યો તો દુલ્હન ગુસ્સાથી લાલચોળ થઈ ગઈ હતી. તેણે પોતાના હાથમાં રહેલું બુકે વરરાજા પર ફેંક્યું હતું. તેણે વરરાજા પર ગુસ્સો વ્યક્ત કરીને કહ્યું હતું કે તેને એમ લાગે છે કે તેને આ બધાની ખબર નથી. ત્યારબાદ હોબાળો મચી ગયો હતો. દરેક લોકો દુલ્હનનું આ સ્વરૂપ જોઈને આઘાતમાં મૂકાઈ ગયા હતા.

કહેવાય છે કે આ ઘટના 2019ની છે અને આ વીડિયો હવે વાઇરલ થયો છે. વીડિયો વાઇરલ થયા બાદ દુલ્હને મીડિયા સાથે વાત કરી હતી. દુલ્હને કહ્યું હતું કે સગાઈ બાદથી વરરાજા તેની પર ડોમેસ્ટિક વાયોલન્સ કર્યું હતું. આથી જ તેને બહેનનો પતિ ગમવા લાગ્યો હતો.

સો.મીડિયા યુઝર્સને એ વાત સમજમાં ના આવી કે વરરાજાએ લગ્નમાં આટલા પૈસા ખર્ચ્યા કેમ. વરરાજા લગ્ન તોડી પણ શક્યો હતો. કેટલાંક લોકોએ કહ્યું હતું કે વેડિંગ વેન્યૂ બુક થઈ ગયા બાદ કેન્સલ કરવું મોંઘું થઈ પડે છે. વરરાજા આ રીતે બદલો લેવા માગતો હશે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page