Sunday, May 19, 2024
Google search engine
HomeGujaratગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં અધ્યક્ષે ભાજપના બે ધારાસભ્યોને કેમ ઠપકો આપ્યો?

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં અધ્યક્ષે ભાજપના બે ધારાસભ્યોને કેમ ઠપકો આપ્યો?

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. આ સત્રમાં આજે સુરતના ઓલપાડ મત વિસ્તારના ધારાસભ્ય મુકેશ પટેલ અને લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલે એકબીજા સાથે વાતચીત કરતા હોવાના કારણે અધ્યક્ષે ઠપકો આપ્યો હતો.

સુરત જિલ્લાના બે ધારાસભ્યો ગપ્પા મારતા ઝડપાયા બાદ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ તેમને ઠપકો આપ્યો હતો. અધ્યક્ષના ઠપકા બાદ ધારાસભ્યોએ વાતચીત ન કરી હોવાનું રટણ કરતા અધ્યક્ષે તેમને વીડિયો બતાવી પૂરાવા રજૂ કરવાની વાત પણ કરી હતી.

ગૃહમાં મુકેશ પટેલ અને સંગીતા પાટીલને બેઠકો સાથે છે, દરમિયાન બંને ધારાસભ્યો વાતચીત કરી હતી. રીસેશ પુરી થયા બાદ બંને ધારાસભ્યો ગૃહમાં આવી બેસી અને વાતચીત કરતા હતા ત્યારે અધ્યક્ષે મનાઇ ફરમાવી હતી. જોકે, સંગીતા પાટીલે વાતો ન કરતા હોવાનો ઇશારો કર્યો હતો. આથી અધ્યક્ષે ઠપકો આપતા કહ્યું હતું કે આપ કહો તો વીડિયો રેકોર્ડિંગ બતાવું.

ઉલ્લેખનીય છે કે સ્પીકર પાસે સત્તા હોય છે કે તે ધારાસભ્યોને નોટિસ ફટકારી શકે છે અથવા તો સદનના નિયમોનું પાલન ન કરવા બદલ સસ્પેન્ડ પણ કરી શકે છે. ગુજરાત વિધાનસભામાં અગાઉ શંકર ચૌધરી પણ આ મુદ્દે વિવાદમાં આવી ચુક્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page