Tuesday, May 28, 2024
Google search engine
HomeGujaratઅમદાવાદની હોસ્પિટલમાં 'સારવાર આપો'ની સ્વજનોએ બૂમો પાડી, દર્દીનું નજર સામે હચમચાવી દેતું...

અમદાવાદની હોસ્પિટલમાં ‘સારવાર આપો’ની સ્વજનોએ બૂમો પાડી, દર્દીનું નજર સામે હચમચાવી દેતું મોત

અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલી નારાયણી હોસ્પિટલમાં રૂવાડાં ઉભા કરી દે તેવો વીડિયો સામે આવ્યો છે. એક દર્દીની સારવાર ચાલી રહી હતી, ત્યારે તેના સ્વજનો તેમને સારવાર આપો અને તેઓ શ્વાસ નથી લઈ શકતા તેવી બૂમો પડતા રહ્યા હતા. આ સમયે તેઓ અચાનક મૃત્યુ પામ્યા આ સમગ્ર વીડિયો રેકોર્ડ થયો છે.

દર્દીની સારવાર દરમિયાન સામે આવેલા વીડિયોમાં પરિવારના સભ્યો બોલી રહ્યા છે, તેમની સારવાર કરો નહીં તો તમે જવાબદાર રહેશે. આખરે દર્દી મૃત્યુ પામે છે અને સમગ્ર ઘટના વીડિયોમાં કેદ થાય છે. આ ઘટના બાદ પરિવારજનોએ હોસ્પિટલમાં ડોક્ટર સામે આક્ષેપ કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. આ અંગે પોલીસ અકસ્માત મોત નોંધીને તપાસ શરૂ કરી છે.

અમદાવાદના રખિયાલ પોલીસ સ્ટેશનની સામે આવેલી નારાયણી હોસ્પિટલમાં ગઈકાલે મુકેશભાઈ હંડા હોસ્પિટલમાં દાખલ હતા. એમની સારવાર અગાઉ પણ ત્યાં ચાલતી હતી. જેમની તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. આ સમયે તેમના સ્વજન ત્યાં હાજર હતા. તે સમયે તેઓ શ્વાસ લઈ શકતા ન હતા. એટલે તેઓ ત્યાં હાજર સ્ટાફને સારવાર કરવા માટે કહેતા હતા.

આ સમયે તેમની અચાનક લથડી પડી અને ડોક્ટર ત્યારે દોડતા આવ્યા હતા. તેઓ સીપીઆર આપતા હતા, પણ મુકેશભાઈનું મોત નીપજ્યું હતું. આ અંગે મુકેશભાઇના સ્વજન સુરેશભાઈએ જણાવ્યું કે, મારા મામા ઘરમાં એક જ કમાનાર હતા. તેમનું મોત થયા બાદ અમે પોલીસને જાણ કરી હતી.

અમને ન્યાય જોઈએ છીએ,આ અંગે રખિયાલ પોલીસ સ્ટેશનના પીઆઇ એ એ દેસાઈએ જણાવ્યું કે, અમને દર્દીના સગાએ જાણ કરી અને આક્ષેપ કર્યા હતા તેની તપાસ કરી રહ્યા છીએ. એટલું જ નહીં, મૃતકનું પેનલ પીએમ કરાવવામાં આવી રહ્યું છે. અમે તપાસ કરી રહ્યા છીએ.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page