સંજુબાબાની દીકરીને મળી લગ્નની ઑફર, આપ્યો કંઈક આવો જવાબ

Bollywood Feature Right

સંજય દત્તની દીકરી ત્રિશાલા દત્તે તેના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ સાથે Ask Me Anything session દરમિયાન વાતચીત કરી હતી. ત્રિશાલાએ મેન્ટલ હેલ્થ અને ડિપ્રેશન પર વાત કરી હતી. આ દરમિયાન એક ફેને ત્રિશાલા સામે લગ્નનો પ્રપોઝ માંગ્યો હતો. જેનો સ્ટારકિડે રસપ્રદ જવાબ આપ્યો હતો.

મેન્ટર હેલ્થ જેવી ગંભીર વાતચીત વચ્ચે એક ફેને ત્રિશાલાને અંગત સવાલ પૂછ્યો હતો. ફેને કહ્યું કે, ‘મિસ દત્ત તમે ક્યારેય મારા સવાલનો જવાબ આપ્યો નહીં. શું તમે મારી સાથે લગ્ન કરશો?’ ત્રિશાલાએ ખૂબ પ્રેમથી યૂઝરે મેરેજનું પ્રપોઝલ સ્વીકાર્યું હતું. ત્રિશાલાએ પણ જણાવ્યું કે, ‘ડેટિંગની જ્યારે વાત આવે છે ત્યારે તેમનું લક ખાસ રહેતું નથી.’

જવાબમાં ત્રિશાલાએ કહ્યું કે, ‘મેં ક્યારેય તેનો જવાબ આપ્યો નહીં કેમ કે, તેનું મેન્ટલ હેલ્થ સાથે કોઈ લેવા દેવા નથી. આ સમયે ઘોસ્ટિંગ ચાલી રહ્યું છે. પહેલી ડેટ પછી છોકરા તરફથી વાતચીત ધીમે-ધીમે ઓછી થઈ રહી છે. એવામાં કેમ નહીં, હેપ્પી. ઉલ્લેખનીય છે કે, ત્રિશાલા psychotherapist છે.

ત્રિશાલાએ વર્ષ 2019માં પોતાના બોયફ્રેન્ડને ગુમાવ્યો હતો. બોયફ્રેન્ડના નિધનથી ત્રિશાલાને ખૂબ જ આઘાત લાગ્યો હતો. સ્ટારકિડે કહ્યું કે, ‘તે આ આઘાતમાંથી તે બહાર નીકળવા માટે થેરાપી લઈ રહી છે. બોયફ્રેન્ડના નિધન પછી ત્રિશાલાએ સોશિયલ મીડિયામાં બ્રેક પણ લીધો છે.’

ત્રિશાલા બોલિવૂડ એક્ટર સંજય દત્તની દીકરી છે. ત્રિશાલાને સંજય દત્તની પહેલી પત્ની ઋચા શર્માએ જન્મ આપ્યો હતો. ઋચાનું વર્ષ 1996માં બ્રેઇન ટ્યૂમરને લીધે થયું હતું. ત્રિશાલાએ યૂએસમાં પોતાના નાના-નાની પાસે મોટી થઈ છે. ત્રિશાલાના સંજય દત્તની ત્રીજી પત્ની માન્યતા દત્ત અને તેમના બાળકો સાથે સારા સંબંધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *