Tuesday, May 28, 2024
Google search engine
HomeGujaratઅમદાવાદમાં ભરબજારે CNG કારમાં જોરદાર બ્લાસ્ટ, કારના ફૂરચેફૂરચા ઉડી ગયા, જોનારા ફફડી...

અમદાવાદમાં ભરબજારે CNG કારમાં જોરદાર બ્લાસ્ટ, કારના ફૂરચેફૂરચા ઉડી ગયા, જોનારા ફફડી ગાય

પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો થતાં લોકો હવે CNG કાર તરફ વળ્યાં છે. જોકે કારમાં CNG કીટ ફિટ કરવાની સાથે તેમાં આગ લાગવાનું જોખમ પણ તેટલું જ વધારે રહેતું હોય છે. ત્યારે આજે ગુજરાતના જાણીતા શહેર અમદાવાદના શાસ્ત્રીનગરમાં CNG કારમાં વિસ્ફોટ થયો હતો. જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ હોવાનું સામે આવ્યું નથી. મહત્વની વાત એ છે કે, કારમાં વિસ્ફોટ થયો ત્યારે કાર સવાર બે મિત્રો અને આસપાસના લોકો ડરી ગયા હતા અને જોતજોતાંમાં લોકોના ટોળાં વળી ગયા હતાં. જોકે આ ઘટનામાં કારમાં સવાર બન્ને મિત્રોનો આબાદ બચાવ થયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે અને જેના હાલ વીડિયો સામે આવ્યા છે.

અમદાવાદના શાસ્ત્રીનગર વિસ્તારમાં બ્લેક કલરની હોન્ડા સિટી કારમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. આ ચોંકાવનારી ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં રસ્તા પર બ્લેક કલરની કાર હોન્ડા સિટી કાર પર ઉભી રહી હતી અને ગણતરીની મીનિટોમાં આ કારમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટથી કારના કૂરચેકૂરચા નીકળી ગયા હતાં અને કારના કાચનો ભુક્કો થઈ ગયો હતો.

આ ઘટના સર્જાઈ ત્યારે કારમાં બે વ્યક્તિ સવાર હતાં. જોકે બ્લાસ્ટમાં કારમાં સવાર બન્ને લોકોને આબાદ બચાવ થયો હતો. મહત્વની વાત એ છે કે, કારમાં વિસ્ફોટ થતાં જ કારમાં બન્ને યુવકો ડરી ગયા હતાં અને કારની બહાર નીકળી ગયા હતાં. જ્યારે બ્લાસ્ટના અવાજથી જ આસપાસના લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતાં અને લોકોનાં ટોળાં વળી ગયા હતાં.

કાળા રંગની હોન્ડા સિટી કારમાં બ્લાસ્ટની ઘટના સર્જાઈ હતી. જેના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં રસ્તે જતી કાર ઊભી રહે છે અને સેકન્ડોના સમયમાં જ તેમાં બ્લાસ્ટ થાય છે. જેમાં કારના ફૂરચે ફૂરચા ઉડી જાય છે તથા કાચ પણ ફૂટી જાય છે. બ્લાસ્ટ સમયે અંદર બે વ્યક્તિઓ પણ બેઠેલી હોય છે. પરંતુ સદનસીબે તેમનો આબાદ બચાવ થાય છે. બ્લાસ્ટના કારણે આસપાસ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page