Wednesday, June 26, 2024
Google search engine
HomeGujaratઅમરેલીના SP નિર્લિપ્ત રાયની બદલી થતાં હજારો લોકોની ભીડ ઉમટી, લોકોએ ફુલોનો...

અમરેલીના SP નિર્લિપ્ત રાયની બદલી થતાં હજારો લોકોની ભીડ ઉમટી, લોકોએ ફુલોનો વરસાદ કર્યો

થોડા દિવસ પહેલાં જ ગુજરાતમાં એકસાથે 77 જેટલા આઈપીએસ અધિકારીઓના બદલીના આદેશ આપ્યા હતાં. બદલીના આદેશ કરતાં એસપી નિર્લિપ્ત રાયે અમરેલીમાં 47 મહિના જેટલું કામ કરીને પોતાનો ચાર્જ છોડ્યો હતો. મહત્વની વાત એ છે કે, અમરેલીમાં કોઈ આઈપીએસ અધિકારી રહ્યા હોય તેવી આ પહેલી ઘટના છે. નોંધનીય છે કે, આ પહેલા તેમની પાંચ વર્ષની નોકરીમાં 6 બદલીઓ થઈ ચૂકી છે. નિર્લિપ્ત રાયની બદલી થતાં આખું અમરેલી અને તમામ પક્ષના લોકો તેમને વિદાય આપવા માટે ઉમટી પડ્યા હતાં. જ્યાં તેમનું ફૂલોથી ભવ્ય વિદાય આપવામાં આવી હતી.

અમરેલીમાં બીટ કોઈન પ્રકરણ બનતાં ગુજરાત સરકારે અમરેલીની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સરખી કરવા માટે નિર્લિપ્ત રાયને અમરેલી મુક્યા હતા. જોકે શરૂઆતના ગાળામાં વર્ષોથી અડ્ડો જમાવી બેઠેલા સ્થાનિક પોલીસ અધિકારીઓ અને માફીયાઓ માનતા હતાં કે, આવા કેટલાંય એસપી આવ્યા અને જતાં રહ્યા પરંતુ નીર્લીપ્ત રાયે એવી સ્થિતિ ઉભી કરી કે અમરેલીના ગુંડાઓ તો ઠીક ખુદ પોલીસ અધિકારીઓ પણ અમરેલી છોડવાની વેતરણ કરવામાં લાગી ગયા હતાં.

નિર્લિપ્ત રાય માનતા હતા કે, ત્યારે જ કોઈ ગુંડો મોટો બને જ્યારે તેને પોલીસ અને રાજનેતાનું પીઠબળ હોય. આથી પહેલા તો તેમણે માફીયા સાથે સંબંધ ધરાવતા પોલીસ અધિકારીઓને શોધવાની શરૂઆત કરી તેમની સામે કાર્યવાહી કરી જેના કારણે ગુંડા તો ઠીક પોલીસ ફફડી ગઈ હતી.

કાયદાની તાકાત કોઈ પણ ગુંડા કરતા અનેક ઘણી વધારે છે તેનો પરચો રાયે અમરેલીના અનેક ગુંડાઓને આપ્યો હતો, આ ગુંડાઓ પૈકી કેટલાંક જ્ઞાતિનો સહારો લઈ લોક આંદોલનના નામે રાયની બદલી કરાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો પણ તેમાં તે સફળ થયા નહીં લેડી ડૉન સહિત અનેક ગુંડાઓની ગુજસીટોકમાં જેલમાં ધકેલી દીધા હતા અને વર્ષો પછી અમરેલીની પ્રજાને કાયદો અને વ્યવસ્થાનું સુશાન કેવુ હોય તેની ખબર પડી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page