Wednesday, June 26, 2024
Google search engine
HomeGujaratઅલ્પા પટેલે પતિનો બર્થડે આ રીતે ઉજવ્યો, કેકમાં લખાવ્યો આવો મેસેજ

અલ્પા પટેલે પતિનો બર્થડે આ રીતે ઉજવ્યો, કેકમાં લખાવ્યો આવો મેસેજ

ગુજરાતના જાણીતા સિંગર અલ્પા પટેલ હાલમાં બહુ ચર્ચામાં છે. પતિ ઉદય ગજેરાને બર્થ-ડના દિવસે અલ્પા પટેલે સરપ્રાઈઝ અને ખાસ ગિફ્ટ આપી હતી. ઉદય ગજેરાએ કેક કાપીને બર્થ-ડેનું સેલિબ્રેશન કર્યું હતું જેમાં પરિવાર સહિત ખાસ લોકો જ જોવા મળ્યા હતાં. પતિ ઉદયના બર્થ-ડે પર પત્ની અલ્પાએ મોંઘીદાટ ગિફ્ટ આપી હતી જેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.

રાતે 12 વાગ્યા બાદ ઉદય ગજેરાએ બર્થ-ડેની તસવીરો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. જેમાં ઉદય ગજેરા તેમના પરિવાર સાથે પોતાનો બર્થ-ડે સેલિબ્રેશન કરતાં જોવા મળ્યા હતાં. લગ્ન બાદ ઉદય ગજેરાનો આ પહેલો બર્થ-ડે છે. પત્ની અલ્પા પટેલે બર્થ-ડે પર પોતાના પતિને ખાસ ગિફ્ટ આપી હતી. જેની કિંમત જાણીને તમે ચોંકી જશો.

અલ્પા પટેલે પોતાના પતિને Iphone13 Pro મોબાઈલ ગિફ્ટ આપી છે. આ મોબાઈલની કિંમત અંદાજીત એક લાખ 29 હજાર રૂપિયા છે. અલ્પાબેન પટેલ પોતાના પતિને જે ગિફ્ટ આપી છે તે ઉદય ગજેરાને હંમેશા માટે યાદગાર રહેશે. કારણ કે, લગ્ન બાદ પોતાની પત્નીએ આપેલી આ પહેલી ગિફ્ટ છે. પત્નીની આ ગિફ્ટ બદલ પતિ ઉદય ગજેરાએ આભાર વ્યક્ત કર્યો હતો.

એટલું જ નહીં તેમના પરિવારનાં દરેક સભ્યોએ ઉદય ગજેરાને બર્થ-ડે પર ગિફ્ટ આપી છે. આ બર્થ-ડે ઉદય ગજેરા માટે યાદગાર બની ગયો છે. ઉદય ગજેરા સાથે લગ્ન કર્યાં બાદ અલ્પા પટેલ લક્ઝુરિયસ જીવન જીવી રહ્યાં છે અને અનેકવાર પોતાના પતિ સાથેની તમામ યાદગાર પળો શેર કરતા રહે છે. મહત્વની વાત એ છે કે, થોડા દિવસ પહેલાં જ અલ્પા પટેલે તેના ભાઈને કિંમતી બુલેટ બાઈક ગિફ્ટમાં આપી હતી. ત્યારે આજે પોતાના પતિને કિંમતી ગિફ્ટ આપી છે.

આજે ગુજરાતભરમાં જાણીતા અલ્પા પટેલની જિંદગી ખૂબ સંઘર્ષ ભરેલી રહી હતી. 1 વર્ષની ઉંમરમાં પિતા ગુમાવ્યા બાદ ઘરનું ગુજરાન ચલાવવું ખૂબ મુશ્કેલ બની ગયું હતું. ભાઈ અને માતાએ મજૂરી કરી અલ્પા પટેલને ખૂબ સપોર્ટ કર્યો હતો. પહેલા પ્રોગ્રામમાં અલ્પા પટેલને માત્ર 50 રૂપિયા મળ્યા હતા. આજે અલ્પા પટેલ પર ડાયરામાં હજારો રૂપિયાનો વરસાદ થાય છે. આજે સંતવાણી અને ડાયરાના પ્રોગ્રામદીઠ 1થી 1.25 લાખની ફી લેતા અલ્પા પટેલના સંઘર્ષથી માંડીને સફળતા સુધીની અજાણી વાતો તમને જાણાવીએ.

સિંગર અલ્પા પટેલનો જન્મ વર્ષ 1989માં અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના નાના મુંઝીયાસર ગામમાં થયો હતો. અલ્પાપટેલ એક વર્ષના હતા અને તેમના પિતાનું અવસાન થયું હતું. નાની ઉંમરે તેમના પર મોટુ દુ:ખી આવી પડ્યું હતું. ઘરની આર્થિક સ્થિતિ બહુ જ ખરાબ હતી.

નબળી આર્થિક પરિસ્થિતિના કારણે અલ્પાના ભાઈ મહેન્દ્ર અને માતા મધુબેને મજૂરી કામ શરૂ કર્યું હતું. અલ્પાનો ઉછેર સુરત મામાને ઘરે થયો. મામાના ઘરે રહીને જુનાગઢ જિલ્લાની જુદી જુદી શાળામાં ધોરણ બાર સુધીનું શિક્ષણ મેળવ્યા બાદ અલ્પાએ પીટીસીનો અભ્યાસ કર્યો હતો.

અલ્પાને નાના દ્વારા વારસામાં સંગીતના ગુણો મળ્યા છે. નાનાને સ્ટેજ પર પ્રોગ્રામમાં ગાતા જોઈને મોટી થયેલા અલ્પા પટેને સંગીત અને સિંગીગમાં વધુ રસ જાગતા ભાઈ અને માતાએ આગળ વધવા સપોર્ટ કર્યો હતો.

પિતાના અવસાન બાદ માતા અને ભાઈને મદદરૂપ થવા અલ્પા પટેલે નાની ઉંમરમાં સિંગગની શરૂઆત કરી હતી. અલ્પા પટેલ 11 વર્ષની ઉંમરમાં મામાના ઘરે સુરત રહેતા હતા ત્યારે ગાવાનો પહેલો મોકો મળ્યો હતો. સુરતમાં આ પોગ્રામ કરવાના અલ્પા પટેલને માત્ર 50 રૂપિયા મળ્યા હતા.

સંઘર્ષના દિવસોમાં અલ્પા પટેલ સવારે લગ્નગીત અને સાંજે ડાયરો એમ બે શિફ્ટમાં કામ કરતાં. મહિને પ્રોગ્રામમાં અલ્પા પટેલ ગાતા હતા. બાદમાં અલ્પા પટેલના કંઠના સૂર એવા રેલાયા કે તેઓ ગુજરાતભરમાં ફેમસ થઈ ગયા.

આજે ડાયરા અને સંતવાણીના એક પ્રોગ્રામના અલ્પા પટેલ 1 લાખથી લઈને 1.25 લાખ રૂપિયાની ફી વસૂલે છે. ગુજરાતના અનેક શહેરો ઉપરાંત મુંબઈ જેવા શહેરોમાં પણ સંખ્યાબંધ પ્રોગ્રામ કરનાર અલ્પાબેન પટેલના નામે સતત 10 કલાક ગાવાનો રેકોર્ડ છે.

અલ્પા પટેલ સ્વભાવે આધ્યાત્મિક છે. તેમને ભક્તિમય વાતાવરણ પસંદ છે, જેથી તેઓ અવારનવાર સોમનાથની મુલાકાત લે છે.અલ્પા પટેલને મહિલા પ્રતિભા ગૌરવ પુરસ્તાર સહિત 50થી વધુ એવોર્ડ અને સન્માનપત્રો મળી ચૂક્યા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page