Wednesday, May 22, 2024
Google search engine
HomeNationalવાસનાભૂખી પત્નીએ પતિના પ્રાઇવેટ પાર્ટ પર હુમલો કર્યો ને ગળું દબાવી દીધું

વાસનાભૂખી પત્નીએ પતિના પ્રાઇવેટ પાર્ટ પર હુમલો કર્યો ને ગળું દબાવી દીધું

ખગડિયા જિલ્લામાં મહિલાએ જ્યારે તેનો પતિ સૂતો હતો ત્યારે તેના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી નાખી હતી. પત્નીને પતિ સાથે એ હદ સુધી નફરત હતી કે, પતિના પ્રાઇવેટ પાર્ટ પર પણ હુમલો કર્યો હતો. તે પછી પ્રેમી સાથે મળીને પતિના છેલ્લા શ્વાસ સુધી તેનું ગળું દબાવી રાખ્યું ને તેને મોતને ઘાટ ઉતારી દીધો. આ બંનેના લગ્ન હજુ 6 મહિના પહેલાં જ થયા હતા. પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરી છે જ્યારે પ્રેમી ફરાર છે.

આ મામલો ખગડિયા જિલ્લાના બેલ્ડૂર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ચોધલી ગામના વોર્ડ નંબર-8નો છે. પરિવારના જણાવ્યા મુજબ મોહમ્મદ અમરુલના લગ્ન છ મહિના પહેલાં જ શહજાદી ખાતૂનના રહેવાસી મડ઼ૈયા સાથે થયા હતા. અમરુલની માતાએ જણાવ્યું હતું કે, “લગ્ન બાદ તે પિયર ચાલી ગઈ હતી. તેને સાસરે આવવું નહોતું. અઠવાડિયા પહેલાં જ તેના મા-બાપના દબાણના કારણે સાસરે આવી હતી. તેને ગામના જ મોહમ્મદ અલ્તમાસ સાથે પ્રેમસંબંધ બંધાયો હતો અને તેણી તેની સાથે મોબાઇલ પર વાત પણ કરતી. આ વાતની જાણ મારાં દીકરાને થઈ હતી અને તેણે આ અવૈધ સંબંધોનો વિરોધ કર્યો હતો.

સોમવારના રોજ મોડી રાત્રે પરિવારના તમામ સભ્યો ઘરમાં સૂતા હતા. બીજા ઓરડામાં અમરુલ અને તેની પત્ની સૂતાં હતાં. આ સમય દરમિયાન તેની પત્નીએ તેના પ્રેમી મોહમ્મદ અલ્તમાસને ફોન કર્યો હતો અને તેને પોતાના સાસરે રૂમમાં બોલાવી લીધો હતો અને પછી બંનેએ સાથે મળીને સુતેલાં પતિના પ્રાઇવેટ પાર્ટ પર સૌથી પહેલાં હુમલો કર્યો હતો. ત્યારબાદ બંનેએ મળીને તેનું ગળું દબાવીને તેને મોતને ઘાટ ઉતારી દીધો. સવારે જ્યારે ઘરના સદસ્યો ઉઠીને અમરુલના રૂમમાં ગયા તો હત્યાનો મામલો સામે આવ્યો.

ગામમાં ભીડ એકત્રિત થઇ ગઈ, ગુસ્સે ભરાયેલાં લોકોને પોલીસે સમજાવ્યાં
એવું કહેવાય છે કે, જ્યારે આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી ત્યારે પોલીસની ટીમ ફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. આ પછી રોષે ભરાયેલા લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા અને આ ઘટના અંગે પોતાનો રોષ વ્યક્ત કરી કાર્યવાહી કરવાની માગણી કરી રહ્યા હતા.

પોલીસે ઘટનાસ્થળે જ આરોપી પત્નીની ધરપકડ કરી હતી અને સાથે જ ગુસ્સે ભરાયેલા લોકોને શાંત પાડ્યા હતા. બેલદૌર થાણાના અધ્યક્ષે જણાવ્યું હતું કે, આ કેસમાં યુવકની હત્યા કરવામાં આવી છે અને મૃતકની પત્નીની ધરપકડ કરવામાં આવી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page