Wednesday, June 26, 2024
Google search engine
HomeNationalકોલેજની બહાર બસ સ્ટેન્ડ આગળ કારમાં બેસીને કરતો હતો ગંદા ઈશારા ને...

કોલેજની બહાર બસ સ્ટેન્ડ આગળ કારમાં બેસીને કરતો હતો ગંદા ઈશારા ને પછી કાઢી નાખતો કપડાં

આજની 21મી સદીમાં પણ યુવતીઓને નાની-નાની વાતે હેરાન કરવામાં આવે છે. તેમની સલામતીના પ્રશ્નો આજે પણ ઊભા છે. આજે પણ યુવતીને ઘરની બહાર એકલા જવું હોય તો તે દસવાર જાતને પૂછે છે અને પછી જ જવાનુંનક્કી કરે છે. યુવતીઓ સાથે વધતી હેરાનગતિને કારણે પોલીસ વ્યવસ્થા પર પણ સવાલ કરવામાં આવ્યા છે. તાજેતરમાં બનેલી એક ઘટનાથી તમામ લોકોને આંચકો લાગ્યો છે. એક યુવક કોલેજની બહાર વિદ્યાર્થિનીઓ સામે ગંદી હરકત કરતો હતો.

શું છે ઘટના? રાજસ્થાનના જયપુરની સૌથી મોટી ગર્લ્સ કોલેજ મહારાણીની બહાર એક યુવક ગંદી કમેન્ટ્સ કરતો અને ઈશારાઓ કરતો હતો. આટલુ જ નહીં તે વિદ્યાર્થિનીઓને જોતાં જ ન્યૂડ થઈ હતો. આ બધાથી હેરાન પરેશાન યુવતીઓએ પોલીસ ફરિયાદ કરી છે. આ યુવકનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે અશ્લીલ ઈશારા કરે છે.

પોલીસે કહ્યું હતું કે શુક્રવાર, 2 જૂનના રોજ કોલેજની વિદ્યાર્થિનીઓએ આ અંગે ફરિયાદ કરી હતી. ત્રસ્ત યુવતીઓએ આ યુવકનો વીડિયો પણ બનાવ્યો હતો. તેમને ડરે છે કે યુવક ગમે ત્યારે ખોટાં કામને અંજામ આપી શકે છે. હાલમાં પોલીસ આ યુવકને શોધી રહી છે.

ઘણાં દિવસોથી કરતો આવું કામઃ આરોપી કોલેજની બહાર બસ સ્ટોપ પર ઊબેલી યુવતીઓની સામે કપડાં કાઢીને અશ્લીલ ઈશારા કરતો હતો. કાર લઈને વિદ્યાર્થિનીઓનો પીછો કરતો હતો. યુવકની હરકતથી કંટાળેલી આ યુવતીઓએ યુવકનો વીડિયો બનાવ્યો હતો.

આ દરમિયાન યુવકને ખબર પડી કે તેનો વીડિયો બનાવવામાં આવે છે તો તે ત્યાંથી ભાગી ગયો હતો. તે ભાગ્યે તે પહેલાં અશ્લીલ હરકતો કેમેરામાં કેદ થઈ ગઈ હતી. કેમેરામાં યુવકનો ચહેરો તથા ગાડી નંબર પણ રેકોર્ડ થયા છે. વીડિયો બનાવીને વિદ્યાર્થિનીઓએ યુવક અંગે પોલીસ ફરિયાદ કરી હતી. વિદ્યાર્થિનીઓએ કહ્યું હતું કે આ યુવક છેલ્લાં ઘણાં દિવસોથી આમ કરતો હતો.

મહારાણી કોલેજના વહીવટી તંત્રે કહ્યું હતું કે આ બાબત કોલેજ પરિસરની નથી. કોલેજની બહાર રસ્તા પર બનેલા બસ સ્ટોપની છે. અહીંયા કોલેજમાં ભણતી કેટલીક વિદ્યાર્થિનીઓને યુવક હેરાન કરતો હતો અને તેમણે પોલીસ ફરિયાદ કરી છે. આશા છે કે દોષિતને પકડીને કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે વીડિયો ફુટેજને આધારે તપાસ શરૂ કરી છે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page