Wednesday, June 26, 2024
Google search engine
HomeNationalખેત મજૂરની દીકરી બની પોલીસ સબ ઈન્સ્પેક્ટર, વર્દીમાં આ રીતે પડે છે...

ખેત મજૂરની દીકરી બની પોલીસ સબ ઈન્સ્પેક્ટર, વર્દીમાં આ રીતે પડે છે વટ

રોજ પેટ ભરવાના ફાંફા હતા. તેવામાં શું સપનાં જોવું! આથી મેં સપનાં જોવાના બંધ કરી દીધા. મેં નક્કી કરી લીધું કે જિંદગીમાં કંઈક મેળવીશ નહીં તો જિંદગી આમ જ પૂરી થઈ જશે, પરંતુ લાઈફમાં એક એવી મુમેન્ટ આવી ત્યારે મેં સપનાં જોવાના શરૂ કર્યા અને તેને પૂરા કરવા માટે મહેનત શરૂ કરી દીધી. આજે તે મહેનતને લીધે જ સબ-ઇન્સ્પેક્ટર બની શકી છું અને રાજસ્થાનના અલ્વરમાં પોસ્ટેડ છું. આ સ્ટોરી છે ઉત્તર પ્રદેશના બુલંદશહેરના સિરોધન ગામમાં ઉછેરેલી છોકરી મીનુ પ્રજાપતિની….

મીનુએ કહ્યું, હું એક એવા પરિવારમાં ઉછરી જ્યાં મજૂરી પછી પણ ગુજરાન ચલાવવું મુશ્કેલ હતું. બીજાના ખેતરમાં કામ કરવા જતી આથી રોજ સ્કૂલે જઈ શકતી નહોતી. ઘરના નામે માત્ર ઈંટ ગોઠવેલી હતી. પિતા કેવા હોય તે અમને ખબર જ નહોતી. માતા સાથે મજૂરી કરીને પેટ ભર્યું.

‘પૈસા ના હોવાથી સ્પર્ધામાં ના જઈ શકી’
પપ્પા જીવતા હતા ત્યારે મોટી બહેને લગ્ન કરી લીધા. બીજી બહેનના પણ લગ્ન થઈ ગયા એ પછી મમ્મી પર દેવું વધી ગયું. આ ઉતારવા માટે માત્ર ખેતરમાં મજૂરી પૂરતી નહોતી. આથી બીજી એક બહેન સાથે નોઈડા આવી. અહીં એક કંપનીમાં કામ કર્યું. આ દરમિયાન સ્કૂલમાં એડમિશન લીધું, પરંતુ નોઈડાથી રોજ બુલંદશહેર આવવું મુશ્કેલ હતું. તેમ છતાં BA પાસ કર્યું. સ્પોર્ટ્સમાં હોંશિયાર હતી આથી ઘણી વાત ઇનામ જીતી. માતા પરથી દેવું ઉતારવા માટે સ્ટડી સાથે નોકરી કરી.

સંબંધીએ માર્ગ ચીંધ્યો
મારા એક સંબંધી સતબીરે મને કહ્યું, મીનુ એવું કંઈક કામ કર કે તને જીવન પર ગર્વ થાય. તું સારું દોડે છે. આમાં જ કરિયર બનાવી લે. મારી ટ્રેનિંગ શરૂ થઇ અને હું જવાહર લાલ નહેરુ સ્ટેડિયમ દોડવા પહોંચી ગઈ. વર્ષ 2016માં ધર્મશાળાના ઈન્ડિયા કેમ્પમાં જવાનો મોકો મળ્યો. ત્યાં મિત્રોએ કહ્યું, રાજસ્થાનમાં સબ-ઇન્સ્પેક્ટરની ભરતી પડી છે, ભરી દે. મેં ફોર્મ ભર્યું અને સ્પોર્ટ્સ ક્વોટામાંથી 2017માં જયપુરમાં પોસ્ટિંગ મળ્યું.

જ્યારે પ્રથમવાર નિષ્ફ્ળતા મળી…..
હું વર્ષ 2015માં દિલ્હીમાં BSFનું ટ્રાયલ આપવા ગઈ હતી. ત્યાંથી મને નોકરીની વધારે આશા હતી. લોકો માતાને કહેતા છોકરીને ગામની બહાર મોકલી દીધી છે, પાછી બોલાઈ લો નહીં તો ભાગી જશે. મેં આ બધા પર ધ્યાન ના આપ્યું અને મારી મહેનત ચાલુ રાખી. મારા કોચ સાહેબ પણ મને મોટિવેટ કરતા હતા. મારું સિલેક્શન ના થયું. હું ભાંગી પડી. મારે એક વખત ઈન્ડિયા લખેલી ટીશર્ટ પહેરવી હતી. મારી તનતોડ મહેનતથી મેં સપનું પૂરું કર્યું.

‘લગ્ન પછી સ્પર્ધામાં બ્રેક લાગી ગઈ’
હજુ તો મેં જીવવાનું શરૂ જ કર્યું હતું ત્યાં વર્ષ 2019માં લગ્ન થઈ ગયા. આ જ વર્ષે મેં જિંદગીની બેસ્ટ 5000 મીટરની દોડમાં સામેલ થઈ. ત્યારે મારી ઉંમર 24 વર્ષ હતી અને હું માતાને કહેતી કે હજુ લગ્નની ઉંમર નથી થઈ. 2019,2020 અને 2021 આ ત્રણેય વર્ષમાં મેં એક પણ મેડલ જીત્યા નથી. હવે લાગે છે મેં મેરેજનું ડિસિઝન ખોટું લીધું. મારા સાસરિયા સારા છે. તેઓ મને કોઈ વાતની ના પાડતા નથી, પણ મારા પર જવાબદારી વધી ગઈ છે. આ માટે તમે કોઈને દોષ ના આપી શકો.

ઇન્ટરનેશનલ ખેલાડી બની ગઈ
એક છોકરી જે નાનકડા ગામમાં રહેતી હતી. આજે તે પોતાના કામને લીધે દેશના અનેક રાજ્યોમાં ફરી રહી છે. ઘણીવાર સ્ટેડિયમમાં મારો કોન્ફિડન્સ ઓછો થઈ જતો હતો, પરંતુ આજે બધા સાથે મન ખોલીને વાત કરું છું. મહેનતથી ગભરાતી નથી. હાલ હું ઉટી ફેડરેશન કંપની તૈયારી કરી રહી છું.

‘તમારા સપનાં માટે મહેનત કરો’
હવે આવી જ રીતે આગળ વધવું છે. જે લોકોના સપોર્ટથી અહિંયા સુધી પહોંચી છું. તેમને ક્યારેય નહીં ભૂલું. છોકરીઓને એટલું જ કહેવા માગીશ કે સપનાં જુઓ અને પૂરાં કરો.

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page