Monday, June 24, 2024
Google search engine
HomeNationalઅંબાણી પરિવારમાં ડ્રાઈવર બનવું એટલે લોઢાના ચણા ચાવવા જેટલું મુશ્કેલ, આ રીતે...

અંબાણી પરિવારમાં ડ્રાઈવર બનવું એટલે લોઢાના ચણા ચાવવા જેટલું મુશ્કેલ, આ રીતે લેવાય છે પરીક્ષા

મુંબઈઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણીનું નામ વિશ્વભરમાં જાણીતું છે. ભારતમાં તો ભાગ્યે જ કોઈક હશે, જેમને મુકેશ અંબાણી કોણ છે, તે ખબર નહીં. નામ જેટલું મોટું, શોખ પણ એટલાં જ મોટા હોય તે સ્વાભાવિક છે. અંબાણી પરિવાર લક્ઝૂરિયસ લાઈફ જીવવા માટે જાણીતો છે. ઉલ્લેખનીય છે કે અંબાણી પરિવાર દુનિયાના સૌથી મોંઘા ઘરમાંથી એક એન્ટિલિયામાં રહે છે. એન્ટિલિયામાં 27 માળ છે.

મુકેશ અંબાણીની જેમ જ તેમના પત્ની નીતા અંબાણી લોકપ્રિય છે. નીતા અંબાણી અવારનવાર ચર્ચામાં રહે છે. તે માત્ર પોતાની સુંદરતા જ નહીં, પરંતુ એક પાવરફૂલ બિઝનેસવુમન છે. નીતા અંબાણી આઈપીએલની ટીમ મુંબઈ ઈન્ડિયન્સની શેઠાણી છે. તે સારી રીતે આ ટીમને સંભાળે છે.

નીતા અંબાણી અવારનવાર ગરીબોને મદદ કરે છે. શિક્ષણ ક્ષેત્રે પણ ઘણી જ મદદ કરી છે. આટલું જ નહીં કોરોનાકાળમાં નીતા અંબાણીએ જામનગરમાં ખાસ કોવિડ હોસ્પિટલ બનાવી છે. રિલાયન્સની વિવિધ કંપનીઓમાં લાખો કર્મચારીઓ કામ કરે છે. આ સાથે જ એન્ટિલિયામાં 600 માણસનો સ્ટાફ હોવાની ચર્ચા છે. કહેવામાં આવે છે કે અંબાણી પરિવાર પોતાના ઘરે કામ કરતાં લોકોનું ઘણું જ ધ્યાન રાખે છે.

અંબાણી પરિવારમાં કામ કરવા માટે આપવી પડે છે પરીક્ષાઃ મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, અંબાણીના ઘરે કામ મળવું ઘણું જ મુશ્કેલ છે. અહીંયા કામ કરવા માટે લોકોએ અનેક પરીક્ષામાંથી પસાર થવું પડે છે. એક સિસ્ટમ બનાવવામાં આવી છે. આટલું જ નહીં નીતા અંબાણીના ડ્રાઈવર બનવા માટે લોકોએ અનેક ટેસ્ટ પાસ કરવી પડે છે. કંપનીઓએ આ અંગે જવાબદારી લીધી છે.

કંપની અંબાણી પરિવારના ડ્રાઈવર બનવા ઈચ્છુક લોકોની પરીક્ષા લે છે. જે લોકો આ પરીક્ષામાં ખરા ઊતરે છે, તેમને આગળની ટ્રેનિંગ આપવામાં આવે છે. કંપનીઓએ નક્કી કર્યું છે કે ડ્રાઈવિંગ ઉપરાંત ડ્રાઈવર અન્ય દરેક બાબતમાં સક્ષમ હોય, જેથી રસ્તામાં આવનારી તમામ મુશ્કેલીઓને હેન્ડલ કરી શકે.

અંબાણી પરિવારના ડ્રાઈવર બનવું એટલે લોઢાના ચણા ચાવવા જેવું છે. જોકે, અબાણી પરિવાર પોતાના સ્ટાફનું ઘણું જ ધ્યાન રાખે છે.

નીતા અંબાણીના ડ્રાઈવરનો પગારઃ ડ્રાઈવરને દર મહિને 2 લાખનો પગાર પડે છે. એટલે કે વાર્ષિક 24 લાખ રૂપિયાનું પેકેજ છે. માત્ર પગાર જ નહીં અંબાણી પરિવાર પોતાના સ્ટાફને એજ્યુકેશન અલાઉન્સ, ઈન્શ્યોરન્સ જેવી સુવિધા પણ આપે છે. ભોજન પણ એન્ટિલિયામાં જ કરવાનું હોય છે.

એક ચર્ચા એવી છે કે અંબાણી પરિવારના સ્ટાફના હોંશિયાર બાળકો વિદેશમાં ભણે છે. આ તમામનો ખર્ચ અંબાણી પરિવાર ઊઠાવે છે.

RELATED ARTICLES

6 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the galaxy of endless possibilities! ? The captivating content here is a rollercoaster ride for the mind, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of inspiring insights! #InfinitePossibilities Embark into this exciting adventure of knowledge and let your imagination fly! ? Don’t just read, experience the thrill! #BeyondTheOrdinary Your brain will thank you for this exciting journey through the worlds of endless wonder! ?

  2. Воєнторг
    13. Тактические перчатки и наколенники
    зимові тактичні черевики [url=https://voentorgklyp.kiev.ua/vzuttya/cherevyky/]https://voentorgklyp.kiev.ua/vzuttya/cherevyky/[/url] .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page