Monday, June 24, 2024
Google search engine
HomeRecipeકોરોનાની ત્રીજી ઘાતકી લહેર આવે તે પહેલાં જ આ કામ કરીને ફટોફટ...

કોરોનાની ત્રીજી ઘાતકી લહેર આવે તે પહેલાં જ આ કામ કરીને ફટોફટ વધારી લો ઈમ્યુનિટી

અમદાવાદઃ કોરોનાથી બચવા માટે ઈમ્યુનિટી સ્ટ્રોંગ હોવી જરૂરી છે. જે લોકોની ઈમ્યુનિટી સારી છે, તેમના પર વાઈરસનું ઓછું જોખમ રહેલું છે. આથી જ હાલમાં ઈમ્યુનિટી ઘટે નહીં તે ખાસ ધ્યાન રાખવું. જોકે, દરેકના મનમાં એ સવાલ છે કે કેવી રીતે ઈમ્યુનિટી વધારવી. જો તમે પણ ઈમ્યુનિટી સ્ટ્રોંગ કરવા માગો છો તો અમે જણાવેલી બાબતોનું આજથી પાલન શરૂ કરી દો. આનાથી માત્ર તમારી ઈમ્યુનિટી બૂસ્ટ જ નહીં થાય, પરંતુ કોરોના સામે લડવાની તાકત પણ મળશે. ભારતના આયુષ મંત્રાલયે આ બાબતો કહી છે.

હળદરવાળું દૂધ પીઓઃ હળદર વાળું દૂધ સૌથી બેસ્ટ છે. આ દૂધ પીવાથી ઈમ્યુનિટીમાં વધારો થાય છે. રોજ દૂધમાં એક ચમચી હળદર નાખીને પીઓ. આનાથી તમે તરત બીમાર પડશો નહીં. કોરોનાવાઈરસ ફેફસાં પર ખરાબ અસર કરે છે. આયુર્વેદ પ્રમાણે, હળદર ફેફસાં માટે બેસ્ટ છે. આથી હળદર ફેફસાં માટે કારગર છે. હળદર ખાવાથી ફેફસાંમાં વધુ પડતો ચેપ લાગતો નથી. આથી રોજ એક ગ્લાસ દૂધમાં હળદર નાખીને અચૂક પીવું જોઈએ. જો દૂધ કોઈને માફક ના આવતું હોય તો એક ગ્લાસ પાણીમા હળદર નાખીને પી શકાય છે. આ ઉપરાંત એક ચમચી હળદર સવારે નરણે કોઠે લેવી અને પછી હૂંફાળું પાણી પી લેવું જોઈએ.

ગરમ પાણી પીઓઃ કોરોનાવાઈરસથી બચવા માટે ગરમ પાણી પીઓ. આયુષ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, ગરમ પાણીથી ઘણો જ ફાયદો થાય છે અને વાઈરસ સામે લડવાની શક્તિ પ્રદાન થાય છે.

આ દવાઓ લોઃ ગળો અને અશ્વગંધાની ગોળી સવાર-સાંજ લો. આ દવા ઈમ્યુનિટી વધારવા માટે સારી છે. આ ઉપરાંત વિટામિન સી વધુ પ્રમાણમાં લો. ગરમ પાણીમાં લીંબુ નીચોવીને પણ પી શકાય છે.

હર્બલ ટી પીઓઃ હર્બલ ટી બનાવવા માટે એક ગ્લાસ પાણીને ગરમ કરવા મૂકો, તેમાં તુલસી, ઈલાયચી, વરિયાળી, આદુ તથા મરી નાખો. પાણી અડધુ રહે પછી તેને ગાળી લો અને દિવસમાં બેવાર આ પીઓ.

લવિંગ ખાઓઃ વાઈરસની અસર ગળા પર ઘણી થતી હોય છે. વાઈરસ ગળામાં હોય ત્યારે ખારાશ તથા ઉધરસની સમસ્યા રહે છે. ગળામાં ખારાશ જેવું લાગે તો લવિંગ અથવા મુલેઠીનો પાવડર મધ સાથે મિક્સ કરીને દિવસમાં બેથી ત્રણ વાર લો.

ઘરનું જ ભોજન જમોઃ મંત્રાલયના પ્રમાણે ઘરનું જ સાત્વિક ભોજન જમવાની સલાહ આપવામાં આવી છે. ભોજનમાં હળદર, જીરું, કોથમીર, આદુ, લસણ જેવા મસાલાનો ઉપયોગ કરવો જોઈએ. આ તમામ મસાલા મજબૂતી આપે છે. ભોજનમાં અચૂકથી કોઈ પણ દાળ લેવી જોઈએ.

ચ્યવનપ્રાશનું સેવન કરોઃ ઈમ્યુનિટી વધારવા માટે રોજ સવાર-સાંજ 20 ગ્રામ ચ્યવનપ્રાશ ખાવુ જોઈએ. ત્યારબાદ હૂંફાળું પાણી પી લેવું જોઈએ. પાણી ના પીવુ હોય તો પાંચ મિનિટ પછી ગરમ દૂધ પણ લઈ શકાય.

નાકમાં તેલ નાખોઃ દિવસમાં બેવાર નારિયેળ કે ગાયનું તેલ નાકમાં નાખવુ જોઈએ. આ ઉપરાંત દિવસમાં બેવાર નાસ લેવો જોઈએ. આટલું જ નહીં કોગળા પણ દિવસમાં ત્રણવાર કરવા.

યોગ કરોઃ આયુષ નેશનલ ક્લિનિકલ મેનેજમેન્ટ પ્રોટોકોલ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, રોજ ઓછામા ઓછી 30 મિનિટ યોગ કરવા જોઈએ. પ્રાણાયામ તથા મેડિટેશનથી શરીરની સાથે સાથે મન પણ સ્ટ્રોંગ થાય છે. સારી ઊંઘ આવે છે. આઠ કલાકની ઊંઘ જરૂરી છે.

RELATED ARTICLES

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page