Wednesday, June 26, 2024
Google search engine
HomeNationalઘરમાં લાડલી દીકરીનો જન્મ થયો તો પંપનો માલિક ફ્રીમાં વેચવા લાગ્યો પેટ્રોલ

ઘરમાં લાડલી દીકરીનો જન્મ થયો તો પંપનો માલિક ફ્રીમાં વેચવા લાગ્યો પેટ્રોલ

ઘણીવાર એવું જોવા મળે છે કે જ્યારે ઘરમાં દીકરાનો જન્મ થાય ત્યારે પરિવાર ખુશીથી ઉજવણી કરે છે. પણ મધ્ય પ્રદેશના બેતુલથી દિલ રાજી થઇ જાય એવી વાત સામે આવી છે. તેણે પુરુષ જેન્ડરની માનસિકતા બદલી નાખી છે. એક પેટ્રોલ પંપ માલિક ના ઘરે દીકરી નો જન્મ થયો હતો તેણે રાજી થઈને ગ્રાહકોને એક્સ્ટ્રા પેટ્રોલ મફત આપવાની જાહેરાત કરી દીધી.

ઉલ્લેખનીય છે કે આ સ્પેશિયલ ઓફર ૧૩ ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી સવારે 9 થી 11 વાગ્યા સુધી અને સાંજે ૫થી 7 વાગ્યા સુધી પેટ્રોલ ખરીદનારા ગ્રાહકો એક્સ્ટ્રા પેટ્રોલ આપવા માટે શરૂ કરવામાં આવી હતી. એક દિવસમાં એક જ વાહનને આ ગિફ્ટ આપી હતી.

મોંઘવારીથી હેરાન થઈ કસ્ટમર પેટ્રોલ ભરાવવા આવતા પેટ્રોલ પમ્પ માલિકને શુભેચ્છા આપી રહ્યા છે. એટલું જ નહીં રાજેન્દ્ર સેનાનીએ આ ઓફરના પોસ્ટર આખા શહેરમાં દરેક જગ્યાએ લગાવ્યા હતા. જોકે તેમણે એવું પણ કહ્યું કે, તો કે લોકો આને એક પબ્લિસિટી સ્ટંટ તરીકે વિચારે. મારા ઘરે દીકરીના જન્મની ખુશી છે.

તો એક લીટર 5% પેટ્રોલ વધુ આપતા ગજેન્દ્ર પવારનું કહેવું છે કે, દીકરીના જન્મ પર ખુશી થી ઉજવણીથી ઉજવણી કરવાની આ રીત પ્રેરણાદાયી છે. કેમ કે આજે પણ દેશમાં ઘણા એવા લોકો છે જે દીકરીના જન્મ પર દુખી જાય છે. ઘરમાં લક્ષ્મી આવતા આવી ઓફર પ્રશંસનીય છે. દરેકે આ રીતે વિચારવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે બાળકીને જન્મ આપનારી મા શિખા બાળપણથી જ મૂક બધિર છે. પિતા ગોપાલ દાસના નિધન પછી ભાઈ પંપ સંચાલક રાજેન્દ્ર નાનીએ દીકરીની જેમ ભરણ પોષણ કર્યું લગ્ન કરાવ્યા હતા. શિખાના પતિ પણ મૂક બધિર છે અને ભોપાલમાં નોકરી કરે છે.

RELATED ARTICLES

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page