Wednesday, June 26, 2024
Google search engine
HomeNationalવેપારી તેની જ પુત્રવધૂ સાથે મનાવતો હતો રંગરેલિયા, જોઈ ગયો દીકરો, પછી...

વેપારી તેની જ પુત્રવધૂ સાથે મનાવતો હતો રંગરેલિયા, જોઈ ગયો દીકરો, પછી ન થવાનું થઈને રહ્યું

સંબંધોને શર્મશાર કરતો એક ધૃણાસ્પદ અને હચમચાવી દેતો બનાવ સામે આવ્યો છે. વેપારી પિતાએ વહુ સાથેના અનૈતિક સંબંધોમાં સગા દીકરાની હત્યા કરી નાખી હતી. દીકરાએ તેના પિતા અને પત્નીને એકબીજા સાથે આપત્તિજનક અવસ્થામાં જોઈ લીધા હતા. ભોપાળું બહાર ન આવે એટલે પત્નીએ સસરા સાથે મળી પતિને દોરડાથી ગળું દબાવીને મારી નાખ્યો હતો. જે દીકરો તેના પિતાને ખૂબ જ પ્રેમ કરતો હતો તે પિતાએ જ દીકરાની હત્યા કરી નાખતાં લોકો ધ્રુજી ગયા હતા. બનાવ બહાર આવતાં લોકો સસરા-વહુ પર ફીટકાર વરસાવી રહ્યો છે.

પારિવારિક સંબંધોને લજવતો આ કિસ્સો રાજસ્થાનો છે. અલવર જિલ્લાના બહરોડ શહેરમાં 64 વર્ષીય વેપારી બલવંત યાદવે 29 વર્ષીય પુત્રવધૂ પૂજા સાથે મળી 33 વર્ષીય પુત્ર વિક્રમ યાદવનું કાસળ કાઢી નાખ્યું હતું. વેપારી બલવંત યાદવ અને પુત્રવધૂ પૂજા વચ્ચે દોઢ વર્ષથી અફેર હતું. ત્રણ દિવસ પહેલાં રવિવાર રાત્રે આ ખુની ખેલ ખેલાયો હતો.

દીકરાએ જોયું પત્ની તેના જ પિતા સાથે કામલીલામાં મગ્ન હતી
ગયા રવિવારે આખો પરિવાર ઉંઘી ગયો હતો. દરમિયાન રાત્રે 2.30 વાગ્યે વેપારી બલવંત યાદવ દીકરાના રૂમમાં ગયો હતો. રૂમમાં જઈને તેને પુત્રવધૂને ઈશારો કરીને બહાર બોલાવી હતી. પુત્રવધૂ છાનીમાની બહાર આવી સસરાના રૂમમાં ચાલી ગઈ હતી. આ દરમિયાન દીકરો વિક્રમ જાગી ગયો હતો. તેણે બહાર આવીને જોયું તો પત્ની પોતાના જ પિતા સાથે રંગરેલિયા મનાવી રહી હતી. પત્ની પૂજાને પિતા સાથે આપત્તિજનક અવસ્થામાં જોઈ જતાં વિક્રમને ગુસ્સો આવ્યો હતો. ગુસ્સામાં ને ગુસ્સામાં વિક્રમ તેના રૂમમાં પાછો આવ્યો હતો.

જ્યાં સુધી જીવ ન ગયો ત્યાં સુધી દરોડું દબાવી રાખ્યું
બીજી તરફ પિતા અને પત્નીએ પોતાનું અફેર બહાર ન આવે એટલા માટે તાત્કાલિક એક ખતરનાક પ્લાન બનાવ્યું હતું. થોડી વાર પછી પિતા અને પત્ની વિક્રમ સૂતો હતો એ રૂમમાં આવ્યા અને દોરડાથી વિક્રમનું ગળું દબાવી દીધું. બંનેએ જ્યાં સુધી વિક્રમનો જીવ ન ચાલ્યો ગયો ત્યાં સુધી નિર્દયી થઈને દોરડું દબાવી રાખ્ચું હતું.

મર્ડરને આપઘાતમાં ખપાવવા ઉભી કરી ખોટી વાર્તા
આ અંગે ભિવાડી ASP વિપિન શર્માએ જણાવ્યું હતું કે હત્યાને છૂપાવવા માટે સસરા-વહુએ ખોટી કહાની ઘડી હતી. બંનેએ હત્યાને સુસાઈડ દેખાડવાનો પ્રયત્ન કર્યો હતો. મર્ડર પછી પંખા પર ચુંદડી ટાંગી દીધી હતી. ત્યાર બાદ બેડથી ધક્કો માર્યો હતો. આ દરમિયાન વિક્રમના માથામાં ઈજા થઈ અને લોહી વહેવા લાગ્યું હતું. સોમવાર સવારે બલવંત યાદવ હંમેશાની જેમ મોર્નિંગ વોક પર ચાલ્યો ગયો હતો અને પૂજા ઘરકામ કરવા લાગી હતી. વોક પરથી પાછા આવ્યા બાદ બલવંતે સંબંધીઓને કોલ કરીને જણાવ્યુ હતું કે વિક્રમ સાથે દુર્ઘટના બની અને તેનું મોત થયું છે.

સાળાએ ગળા પર નિશાન જોયાને બહાર આવ્યું સિક્રેટ
પરિવારજનોએ અંતિમ સંસ્કારની તૈયારી પણ કરી લીધી હતી. વિક્રમના સાળાએ ગળા પર નિશાન જોયા તો તેણે સવાલ કર્યા હતા. આ દરમિયાન કોઈ સંબંધીએ પોલીસને સૂચના આપી હતી. DSP આનંદ રાવે ઘટનાસ્થળે પહોંચીને લાશ કબ્જામાં લઈને પોસ્ટમોર્ટમ બાદ પરિવારને સોંપી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આપ્યા બાદ પોલીસ પણ ચોંકી ગઈ હતી. પોલીસે બલવંત યાવદ અને પુજાની ફરીથી કડક પૂછપરછ કરી, જેમાં મર્ડરનું સિક્રેટ બહાર આવ્યું હતું. પોલીસે જણાવ્યું તું કે દોઢ વર્ષ પહેલા બલવંત યાદવની પત્નીનું કેન્સરના કારણે મોત થયું હતું. ત્યાર બાદ તેણે પુત્રવધૂ પુજા સાથે અફેર શરૂ કર્યું હતું.

જે પિતાને ખૂબ પ્રેમ કરતો એણે જ કર્યો વિશ્વાસઘાત
મૃતક વિક્રમ યાવદ તેના પિતા બલવંત યાદવને ખૂબ પ્રેમ કરતો હતો. પિતાનો બુક સ્ટોરનો બિઝનેસ હતો. વિક્રમ પણ બુક સ્ટોર સંભાળતો હતો. વિક્રમને 8 વર્ષનો એક દીકરો પણ છે. અંદાજે 10 વર્ષ પહેલા વિક્રમના લગ્ન થયા હતા. વિક્રમ પોતાના વ્હોટ્સઅપ નંબર પર પિતાનું ડીપી લગાવી રાખ્યું હતું. જે પિતાને આટલો પ્રેમ કરતો હતો એ જ પિતા તેની પત્ની સાથે અફેર રાખવાની સાથે તેની હત્યા પણ કરી નાખી. બનાવ બહાર આવતા લોકો સસરા-વહુ પર ફીટકારની લાગણી વરસાવી રહ્યા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page