Monday, June 24, 2024
Google search engine
HomeGujaratબે દિવસમાં બેના મોતથી પરિવાર પર તૂટી પડ્યું આભ, દીકરીએ ભીની આંખે...

બે દિવસમાં બેના મોતથી પરિવાર પર તૂટી પડ્યું આભ, દીકરીએ ભીની આંખે આપી પિતાને વિદાઈ

જીવનમાં અમુક લોકો એટલા બધા નજીક હોય છે કે તે દૂર જાય તો વિરહ સહન થતો નથી. પણ ભાવનગરમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે બધાને હચમચાવી મૂક્યા છે. માતાનું કોઈક બીમારીને કારણે નિધન થયું હતું. પુત્રથી માતાનો આ વિરહ સહન થઈ શક્યો નહોતો. માતાના નિધનના બે દિવસમાં પરિણીત દીકરાએ અનંતની વાટ પકડી હતી. બે દિવસમાં ઘરના બે-બે મોભીના મોત થતાં પરિવારમાં કરુણ આક્રંદ છવાઈ ગયું હતું.

પ્રાપ્ત વિગત મુજબ હિલડ્રાઇવ ઘોઘા સર્કલ વિસ્તારમાં રહેતાં અને શહેરની વિશુદ્ધાનંદ શાળામાં પ્રિન્સિપાલપદેથી નિવૃત્ત થયેલાં ઇન્દિરાબેન મણિયારનું ટૂંકી બીમારી બાદ ત્રણ દિવસ પહેલાં અવસાન થયું હતું. માતાના નિધનથી તેમના પુત્ર અને ભાવનગરના ખ્યાતનામ ઓપ્ટિશિયન નિલેશભાઈ મણિયારને ઘેરો આધાત લાગ્યા હતો.

માતાનો વિરહ નિલેશભાઈ મણિયાર વધુ સમય જીરવી શક્યા નહોતા. માતાના અવસાન થયાના બે દિવસ બાદ નિલેશભાઈ મણિયારને હૃદયરોગનો હુમલો આવતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું. બે મોભીઓના મોત થતાં મણિયાર પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

નિલેશભાઈ મણિયાર પત્ની અને એકની એક પુત્રીને કલ્પાંત કરતાં મૂકીને ચાલ્યા ગયા હતા. એકના એક ભાઈના નિધનથી નિલેશભાઈની ત્રણ બહેનો પણ શોકમાં ગરકાવી થઈ ગઈ હતી.

જોકે પત્ની કૃતિબેન અને 17 વર્ષની દીકરી આસ્થાએ મક્કમ મન રાખી અંતિમવિધિ પૂરી કરી હતી. દીકરીએ આસ્થાએ ભારે હૈયે પિતાના પાર્થિક દેહને કાંધ આપી હતી. ત્યારે બાદ દીકરીએ ભીની આંખે પિતાને અગ્નિદાહ આપ્યો હતો. પુત્ર સમી બની પુત્રીએ પિતાને અગ્નિદાહ આપીને સમાજને નવો રાહ ચિંધ્યો છે.

કુદરતે ઉપરા ઉપરી બે સભ્યોને છીનવી લેતા મણિયાર પરિવારમાં ક્યારેય પૂરાય નહીં એવી ખોટ પડી છે.

RELATED ARTICLES

7 COMMENTS

  1. I engaged on this gambling website and managed a significant sum of money, but after some time, my mom fell ill, and I required to take out some money from my casino account. Unfortunately, I encountered issues and couldn’t withdraw the funds. Tragically, my mom died due to the gambling platform. I implore for your help in reporting this website. Please assist me to achieve justice, so that others won’t experience the hardship I am going through today, and avert them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page