Wednesday, June 26, 2024
Google search engine
HomeNationalલગ્નના 54 વર્ષ પછી ઘરમાં બંધાયું પારણું, દિકરાને આપ્યો જન્મ

લગ્નના 54 વર્ષ પછી ઘરમાં બંધાયું પારણું, દિકરાને આપ્યો જન્મ

રાજસ્થાનના અલવરમાં સોમવારે 70 વર્ષથી વધારે ઉંમરના દંપત્તિના ઘરમાં કલકારી ગુંજી છે. માતાની ઉંમર 70 વર્ષ અને પિતાની ઉંમક 75 વર્ષ છે. લગ્નના અંદાજે 54 વર્ષ પછી બંનેનું આ પહેલું સંતાન છે. ડોક્ટરનો દાવો છે કે, રાજસ્થાનનો આ પહેલો કેસ છે જેમાં આટલી મોટી ઉંમરની મહિલાએ દિકરાને જન્મ આપ્યો છે. જોકે આઈવીએફ ટેક્નોલોજીથી દેશ-દુનિયામાં પહેલાં પણ ઘણાં વૃદ્ધ દંપતિ 70-80 વર્ષની ઉંમરે માતા-પિતા બન્યા છે.

બાંગ્લાદેશના યુદ્ધમાં ઝુંઝુનુના નુહનિયા ગામના પૂર્વ સૈનિક ગોપીચંદના પગમાં ગોળી વાગી હતી. બંનેને સંતાન નહતું. ગોપીચંદનું કહેવું છે કે, પહેલાં સંતાનની ખુશી કેવી રીતે જાહેર કરવી તે સમજાતું નથી. ગોપીચંદનું કહેવું છે કે, હવે તેઓ દુનિયામાં બધાના બરાબર છઈ ગયા છે. હવે તેમનો વંશ પણ આગળ વધી શકશે. ચંદ્રવતીની આંખોમાંથી વાંરવાર ખુશીના આંસુ આવી રહ્યા છે.

IVF (ઈન વિટ્રો ફર્ટિલાઈઝેશન) એક્સપર્ટ ડૉ. પંકજ સગુપ્ચા કહે છે કે, દેશમાં આ ઉંમરે બાળકોના જન્મ થવાના આવા ખૂબ ઓછા કિસ્સા હોય છે. રાજસ્થાનનો કદાચ આ પહેલો કેસ છે. જેમાં 75 વર્ષના પુરુષ અને 70 વર્ષની મહિલાના ઘરે દિકરાનો જન્મ થયો છે. ગોપીચંદે જણાવ્યું કે, તેમના પિતા નૈનૂ સિંહનો એક માત્ર દિકરો છે. બાળકનું વજન અંદાજે પોણા 3 કિલો છે.

IVFથી બાળકનો થયો જન્મ
ઈન વિટ્રો ફર્ટિલાઈઝેશન (IVF)પદ્ધતિને પહેલાં ટેસ્ટ ટ્યૂબ બેબીના નામથી ઓળખવામાં આવતું હતું. આ ટ્રીટમેન્ટમાં મહિલાના એગ્સને પુરુષોના શુક્રાણુઓ સાથે મેળવવામાં આવે છે. જ્યારે ભૃણ તૈયાર થઈ જાય ત્યારે તેને મહિલાના ગર્ભમાં મુકવામાં આવે છે. આ પ્રક્રિયા ખૂહબ જટીલ અને મોંઘી છે. પરંતુ આ તે લોકો માટે વરદાન છે જેઓ ઘણાં વર્ષોથી ગર્ભધારણ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

આ પ્રક્રિયા ઘણાં તબક્કામાં પૂરી કરવામાં આવે છે. જેમાં ઓવેરિયન સ્ટિમુલેશન, મહિલાની ઓવરીથી એગ્સ નીકાળવા, પુરુષથી સ્પર્મ લેવા, ફર્ટિલાઈઝેશન અને મહિલાના ગર્ભમાં ભૃણને રાખવાનું સામેલ છે. IVFની એક સાયકલમાં બેથી ત્રણ સપ્તાહનો સમય થાય છે. ચંદ્રવતી સાથેની પ્રક્રિયા અંદાજે 9 મહિના પહેલા થઈ હતી. ગર્ભકાળ પછી ચંદ્રવતીને 2 કિલો 750 ગ્રામનો દિકરો થયો છે. 25 જુલાઈ 1978ના રોજ પહેલી ટેસ્ટ ટ્યુબ બેબી પદ્ધતિનો ઉપયોગ ઈંગ્લેન્ડમાં કરાયો હતો.

હવે ટેસ્ટ ટ્યૂબ બેબી માટે સરકારે ART (આસિસ્ટેડ રીપ્રોડેક્ટિવ ટેક્નીક) કાયદો બનાવી દીધો છે. આ કાયદા અંતર્ગત 50 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ ટેસ્ટ ટ્યૂબ ટેક્નોલોજીથી માતા બની શકે નહીં. એટલે કે ટેસ્ટ ટ્યૂબ બેબી મટે મહિલાની ઉંમર 50 વર્ષ કરતા ઓછી હોવી જોઈએ. પરંતુ આ કેસ કાયદો બન્યો તે પહેલાનો છે. તેથી તેમને 70 વર્ષની ઉંમરે બાળક થયું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page