Wednesday, June 26, 2024
Google search engine
HomeInternationalદોઢ વર્ષ પહેલાં જંગલોમાં લાગી હતી આગ, હજી પણ સળગી રહ્યું છે...

દોઢ વર્ષ પહેલાં જંગલોમાં લાગી હતી આગ, હજી પણ સળગી રહ્યું છે એક ઝાડ

કેલિફોર્નિયાઃ દુનિયામાં જાણતા અજાણતા અનેક ઘટના બનતી હોય છે. કેટલીક રહસ્યમય ઘટનાઓથી લોકોનું માથું ચકરાવે ચઢી જાય છે અને તેનો ઉકેલ કાઢવો મુશ્કેલ બની જાય છે. કેલિફોર્નિયામાં એક વિચિત્ર ઝાડ છે. આ ઝાડની હાલમાં ઘણી જ ચર્ચા ચાલી રહી છે.

2000થી આવી રહી છે આગની લપેટઃ જ્યારે કોઈ ઝાડમાં આગ લાગે તો તે 2-3 દિવસ સુધી સળગીને રાખ બની જાય છે. જોકે, કેલિફોર્નિયામાં એક ઝાડ છે, જે છેલ્લાં દોઢ વર્ષથી આગમાં સળગી રહ્યું છે. આ જોઈને વૈજ્ઞાનિકોને પણ નવાઈ લાગે છે. 2020માં કેલિફોર્નિયાના જંગલમાં ઘણી જ ભયાનક આગ લાગી હતી.

આ આગે જંગલના દોઢ એકર જમીન પર ફેલાયેલા લાખો ઝાડોનો નાશ કરી નાખ્યો હતો. નેશનલ પાર્ક સર્વિસ સ્ટાફની ટીમે જંગલને કેટલું નુકસાન થયું, તે અંગે સર્વ કર્યો હતો. આ દરમિયાન તેમણે એક એવું ઝાડ મળ્યું, જે આજે પણ સળગી રહ્યું છે.

આ કારણે સળગી રહ્યું છે ઝાડઃ આ ઝાડમાંથી આગના ગોટે ગોટા આકાશ તરફ જતાં જોવા મળે છે. ઝાડની તપાસ કરવા માટે તેમણે લોંગ કેમેરા લેન્સથી જોયું હતું. ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે આ મરવા પડેલું ઝાડ ઘણું જ જૂનું છે. તે છેલ્લાં દોઢ વર્ષથી આગમાં સળગી રહ્યું છે.

આ વાત જ્યારે વૈજ્ઞાનિકો સુધી પહોંચી તો તેમને પણ નવાઈ લાગી હતી. તપાસમાં એ વાત સામે આવી કે ઝાડની અંદર રહેલાં કોલસા તેને ધીમે ધીમે સળગાવી રહ્યાં છે. ઝાડ હજી ઉપર સુધી સળગ્યું જ નથી.

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page