Wednesday, June 26, 2024
Google search engine
HomeNationalભારતમાં આવેલું આ ઘર જોઈને આંખો થઈ જશે ચાર, છે એકદમ હટકે

ભારતમાં આવેલું આ ઘર જોઈને આંખો થઈ જશે ચાર, છે એકદમ હટકે

લેહઃ આજકાલના સમયમાં રિસાઈકિલ ઘણું જ લોકપ્રિય છે. 2018માં લદ્દાખમાં આવેલું એક ઘર સો.મીડિયામાં છવાઈ ગયું હતું. આ ઘરની તસવીરોએ સો.મીડિયાને ગાંડું કરીનાખ્યું હતું. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ચેરમેન આનંદ મહિન્દ્રાએ આ અનોખો ઘરની તસવીરો સો.મીડિયામાં શૅર કરી હતી. આ ઘરને ‘3 ઇડિયટ્સ’ ફૅમ સોનમ વાંગચુકે બનાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં આમિર ખાને ફુંસુક વાંગડુનું પાત્ર ભજવ્યું હતું. વાસ્તવમાં ફુંસુક વાંગડુનું પાત્ર સોનમ વાંગચુકથી પ્રેરિત છે. સોનમ વાંગચુક એન્જિનિયર, ઇનોવેટર તથા ટીચર છે.

આ ઘરમાં શું છે ખાસઃ આ ઘરમાં મહિન્દ્રાની એસયુવી માર્શલનો સીલિંગ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઘર સોનમ વાંગચુકના અનોખા ઘરમાંથી એક છે, જે હિમાલયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ અલ્ટરનેટિવ્સમાં છે. અહીંયા ભણતા વિદ્યાર્થીઓને રિસર્ચ તથા ક્રિએટિવ કામ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. મહિન્દ્રાએ આ ઘરની તસવીરો શૅર કરીને કહ્યું હતું કે એક મિત્રે આ તસવીરો સોનમ વાંગચુકના હિમાલયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ અલ્ટરનેટિવ્સ, લદ્દાખથી મોકલી છે. આ ઘરમાં સીલિંગ તરીકે મહિન્દ્રા કારનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ જીવન જીવવાની એવી જગ્યા છે, જ્યાં કોઈ પણ વસ્તુ નષ્ટ કરવામાં આવતી નથી.

ઘર પાછળની વાર્તા પણ કહી હતીઃ સો.મીડિયામાં જ્યારે આ ઘરની તસવીર વાઇરલ થઈ તો આ તસવીરો સોનમ વાંગચુક સુધી પહોંચી હતી. જેના જવાબમાં સોનમ વાંગચુકે કહ્યું હતું કે પ્રિય આનંદ મહિન્દ્રા, આ કાર લદ્દાખમાં ચાલતા એજ્યુકેશનલ કેમ્પેઇનનો હિસ્સો રહી ચૂકી છે. આ કારની મદદથી પર્વતીય વિસ્તારમાં શિક્ષણનું સ્તર પાંચ ટકાથી વધારીને 75 ટકા જેટલું કરી શકાયું છે.

આ ઘરની સીલિંગ પર લાગેલી મહિન્દ્રા કાર 1997થી 2007 સુધી સોનમ વાંગચુકની ઇન્સ્ટિટ્યૂટમાં હતી. પછી કાર જૂની થઈ જતા તેને ઘરની સાથે ફિક્સ કરી દેવામાં આવી. મહિન્દ્રાની કમાન્ડર ઓફ રોડરની હાર્ડટોપ રૂફ છે. વર્ષો જૂના વાહનોનું બેસ્ટ ઉપયોગ સામે આવ્યો છે. વાહનોને નષ્ટ કરવાને બદલે તેનો આ રીતે અનોખો ઉપયોગ પણ થઈ શકે છે.

RELATED ARTICLES

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page