Monday, June 24, 2024
Google search engine
HomeBollywoodપહેલી જ વાર જુઓ, દયાભાભી કેવી રીતે નાનકડી લાડલી સાથે પસાર કરે...

પહેલી જ વાર જુઓ, દયાભાભી કેવી રીતે નાનકડી લાડલી સાથે પસાર કરે છે સમય?

અમદાવાદઃ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં છેલ્લાં બે વર્ષથી દિશા વાકાણી એટલે કે દયાભાભી જોવા મળ્યા નથી. દિશા વાકાણીએ વર્ષ 2017મા દીકરી સ્તુતિને જન્મ આપ્યો હતો અને ત્યારબાદથી જ દિશા વાકાણી સીરિયલમાં જોવા મળી નથી.

સોશિયલ મીડિયામાં એક્ટિવઃ
દિશા વાકાણીનું ઓફિશિયલ ઈન્સ્ટા પેજ નથી પરંતુ દિશા વાકાણીના નામથી એક ઈન્સ્ટા પેજ પર છે અને તેમાં તે અવાર-નવાર તસવીરો પોસ્ટ કરે છે. હાલમાં જ દિશાએ દીકરી સ્તુતિ સાથેની એક તસવીર શૅર કરી હતી, જેમાં તે મેકઅપ વગર જોવા મળી હતી. દિશા હાલમાં દીકરીના ઉછેરમાં વ્યસ્ત છે.

આકરી શરતો મૂકીઃ
દિશા વાકાણીના પતિ મયુર પડિયાએ ‘તારક મહેતા…’માં કમબેક કરવાને લઈ આકરી શરતો મૂકી છે, જેમાં તે નાઈટ શિફ્ટ કરશે નહીં. મહિનામાં માત્ર 15 દિવસ જ શૂટિંગ કરશે. આ ઉપરાંત કામના કલાકો માત્ર 6 જ હશે. દિશાની આ તમામ શરતો માની લેવામાં આવી છે. આટલું જ નહીં દિશાની ફી પણ વધારી દેવામાં આવી છે.

સીરિયલના કલાકારોએ જ વિરોધ કર્યો:
દિશા વાકાણીના કામના કલાકોને લઈ સીરિયલના કેટલાંક કો-સ્ટાર્સે વિરોધ કર્યો છે. તેમના મતે, દિશા સેટ પર માત્ર છ કલાક જ રહે તો તેના સીન્સ પહેલાં શૂટ કરી લેવામાં આવે અને બાકીના સ્ટાર્સના સીન્સ શૂટિંગ કરવા મોડું થશે. આથી જ કલાકારોએ વિરોધ કર્યો છે અને તેને લઈ પ્રોડ્યૂસર્સ સાથે ચર્ચા વિચારણાં થઈ રહી છે.

RELATED ARTICLES

4 COMMENTS

  1. Terima kasih atas posting yang mengagumkan! 🙌 Berapa penghasilan yang bisa diharapkan oleh penulis di sini? Saya ingin bergabung dengan komunitas ini!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page