Wednesday, June 26, 2024
Google search engine
HomeNationalમાલિકનો મૃતદેહ જોઈ શ્વાને ચોથા માળેથી લગાવી છલાંગ, આ દ્રશ્ય જોઈ આંખમાં...

માલિકનો મૃતદેહ જોઈ શ્વાને ચોથા માળેથી લગાવી છલાંગ, આ દ્રશ્ય જોઈ આંખમાં આવી જશે આસું

તમે શ્વાનની વફાદારી અને માલિક પ્રત્યેના લગાવના ઘણા દાખલા સાંભળ્યા હશે, પરંતુ કાનપુરમાં એક પાલતુ શ્વાને એવું કામ કર્યું છે કે આખા વિસ્તારમાં તેની વફાદારી વિશે ચર્ચાઓ ચાલી રહી છે. ઉપરાંત, લોકોની આંખો ભીની થઈ ગઈ છે. માલિકની મોતની વ્યથામાં પાલતુ શ્વાને ઘરના ચોથા માળેથી કૂદીને પોતાનો જીવ આપ્યો હતો.

આ મામલો કાનપુરના બરા વિસ્તારનો છે. આ પાલતુ શ્વાનનું નામ જયા હતું. જ્યારે તે તેની માલકિનનો મૃતદેહ જોઈને ખરાબ રીતે તૂટી ગઈ હતી અને ચોથા માળેથી કૂદી ગઈ હતી અને તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના પછી પાલતુ શ્વાનની તેની માલકિન સાથેના તેના લગાવ અંગેની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. પરિવારના જણાવ્યા મુજબ, તે સમયે પરિવારે માદા શ્વાનને ચોથા માળે બંધ કરીને રાખી હતી, પરંતુ માલિકનો મૃતદેહ જોઈને તે વધારે ભસતી હતી.

જ્યારે પરિવારનાં લોકો મૃત માલિકનાં શબને અંતિમસંસ્કાર માટે લઈ જવા લાગ્યા તો તેણે ઉપરથી જ બૉડી ઉપર છલાંગ લગાવી હતી. નીચે પડ્યા બાદ તેણે માથું ઉંચુ કરીને તેની માલિકનું મોઢું જોવાનો પ્રયાસ કર્યો હતો બાદમાં તેનું મોત થયુ હતુ. લોકોનું કહેવું છેકે, કદાચ તેણ તેની માલિકને મૃત જોઈ શકી નહી હોય એટલે તેણે પણ તેની સાથે દુનિયાને અલવિદા કહી દીધુ. તેની યાદમાં હવે ઘરનાં લોકોએ શ્વાનનું કબર ઘરમાં જ બનાવી છે.

વાસ્તવમાં, ડૉ. અનિતા સિંઘ આરોગ્ય વિભાગમાં જોઇન્ટ ડાયરેક્ટર હતા. તેના પતિ હમીરપુર સીએમઓ છે. જ્યારે તેનો પુત્ર તેજસ પણ ડૉક્ટર છે. તે લાંબા સમયથી કિડનીની બિમારીથી ઝઝૂમી રહી હતી. જેના કારણે બુધવારે તેનું અવસાન થયું હતું.

પુત્ર તેજસ કહે છે કે ડોક્ટર અનિતા 13 વર્ષ પહેલા પાળેલું ડોગી કેપીએમ હોસ્પિટલ નજીક બિમાર મળી આવી હતી. ત્યારબાદ તે તેને ઘરે લઈ આવી અને તેની સારવાર કરી. આ પછી, તેણે તેનું નામ જયા રાખ્યું હતુ.

તેજસે વધુમાં જણાવ્યું કે જયાને ડૉક્ટર અનિતા સાથે એટલો લગાવ હતો કે તે ઘરે ન આવે ત્યાં સુધી દરવાજા તરફ જોતી જ રહેતી. જયા તેની સાથે જ જમતી હતી. તેણે આઠ દિવસથી તેની માતાને જોઈ ન હતી.

જ્યારે મમ્મીનો મૃતદેહ આવ્યો, ત્યારે અમે નહોતા ઈચ્છતા કે તે તેના મૃતદેહને જોવે. પરંતુ જ્યારે તેણે શરીર ઉપરથી જોયું ત્યારે લાગ્યું હશે કે કંઈક ખોટું થયું છે અને તે ચોથા માળેથી નીચે કૂદી ગઈ.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page