Wednesday, June 26, 2024
Google search engine
HomeReligionઅડદની દાળનાં આ નાનકડા ઉપાયથી ગરીબી થશે દૂર, ઘરમાં ક્યારેય નહીં રહે...

અડદની દાળનાં આ નાનકડા ઉપાયથી ગરીબી થશે દૂર, ઘરમાં ક્યારેય નહીં રહે પૈસાની ખેંચ

અમદાવાદઃ કરોડપતિ બનવું અથવા બહુ બધા પૈસા હોય તેવી દરેકની ઈચ્છા હોય છે. દરેક વ્યક્તિ ઈચ્છતી હોય છે કે તેની પાસે એટલા પૈસા હોય કે તે પરિવારની તમામ જરૂરિયાત પૂરી કરશે. જોકે, આ ઈચ્છા તમામ વ્યક્તિઓની પૂરી થતી નથી. મહેનતનું ફળ ઘણાં જ ઓછા લોકોને મળે છે. જોકે, તમે પણ ધન સંબંધી સમસ્યાઓથી પીડાતા હોવ તો આ સરળ ઉપાયથી દરિદ્રતા દૂર કરી શકો છે.

1. શનિવાર સાંજે અડદની દાળના બે દાણા લઈ તેના પર થોડું દહીં તથા સિંદૂર નાખીને પીપળના વૃક્ષ નીચે 21 દિવસ સુધી રોજ આ ઉપાય કરો. ધ્યાનમાં રાખવાનું કે પાછા ફરતી વખતે ક્યારેય પાછળ જોવું નહીં. આનાથી દુર્ભાગ્ય દૂર થશે.

2. શનિવાર સવારે અડદની દાળના ચાર મોટા દાણાને ઊંધા ફેરવીને કાગડાઓને ખવડાવો. સાત શનિવાર સુધી આ ઉપાય કરવાથી શનિદોષથી મુક્તિ મળે છે. અડદની દાળનું દાન કરવાથી શનિદોષમાંથી મુક્તિ મળે છે. કોઈ ભિખારીને અડદ દાળની કચોરી ખવડાવો અથવા તો સફાઈકર્મચારીને અડદની દાળ દાનમાં આપો.

3. શનિવારે પોતાના પલંગની નીચે એક વાસણમાં સરસિયાનું તેલ રાખો. બીજા દિવસે તે તેલમાં અડદ દાળ નાખીને કૂતરા તથા ગરીબોને આપવાથી ગરીબી દૂર થઆય છે અને ઘરમાં લક્ષ્મીનું આગમન થાય છે.

4. જો તમે જૂના ઉદ્યોગની સાથે નવો બિઝનેસ શરૂ કરવા માગતા હોવ તો જૂના કારખાનામાંથી કોઈ લોખંડની વસ્તુ લાવીને નવા કારખાનામાં રાખો. જે સ્થાન પર લોખંડની વસ્તુ મૂકો ત્યાં સ્વસ્તિક બનાવો અને કાળા અડદ રાખો. આની પર હવે તે લોખંડની વસ્તુ રાખો. આ ઉપાયથી જૂના કારખાનાની જેમ નવું કારખાનું પણ ધમધોખાર ચાલશે.

5. શનિ અમાવસ્યા, શનિ જયંતિ કે પછી કોઈ શુભ મુહૂર્તમાં અડદની દાળ પીસીને તેના બે મોટા વડા બનાવો. સાંજે સૂર્યાસ્તના સમય પર તેના પર શુદ્ધ ઘી તથા સિંદૂર લગાવો. ધ્યાનમાં રાખો કે અડદની દાળ સાથે એક પણ બીજી દાળ મિક્સ હોવી જોઈએ નહીં. આ બંને વડાને લઈ પીપળાના ઝાડ નીચે મૂકો અને પીપળાને પ્રણામ કરો. ત્યારબાદ ઘરે પરત ફરતી વખતે કોઈની સાથે વાત ના કરો, એક પણ જગ્યાએ ઉભા ના રહો અને પાછું જુઓ નહીં. આવું 21 શનિવાર સુધી સતત કરવાથી ધનલાભ થશે.

6. સવા કિલો અડદની દાળ, 250 કાળા તલને સાથે પીસી લો. હવે દર મંગળવારે આ લોટમાંથી દિવા બનાવો. 11 મંગળવાર સુધી વધતા ક્રમમાં (પહેલાં મંગળવારે 1, બીજા મંગળવારે 2 એ રીતે…) દિવો કરો. આ દિવો સરસિયાના તેલમાં કરો. 11 મંગળવાર પતી જાય પછી 11 મંગળવાર સુધી ઘટતા ક્રમમાં (પહેલાં 11, પછી 10 એ રીતે…) દિવો કરો. આ ઉપાયથી તમારા જીવનની દરેક સમસ્યાઓનો અંત આવશે.

RELATED ARTICLES

1 COMMENT

  1. Posting yang luar biasa! 🌟 Apakah penulis dari blog ini mendapatkan penghasilan? Saya ingin mendaftar! Atau di mana saya bisa meninggalkan email saya untuk menerima postingan langsung?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page