Monday, June 24, 2024
Google search engine
HomeNationalયુવતીએ પરિવારના દબાણમાં આવી સગાઈ તો કરી પણ પ્રેમીએ જાનથી મારી નાખી

યુવતીએ પરિવારના દબાણમાં આવી સગાઈ તો કરી પણ પ્રેમીએ જાનથી મારી નાખી

જોધપુરની એક હોટેલમાં મળેલો છોકરીનો શબ અને ટ્રેનમાં કપાઈને સ્યૂસાઇડ કરનારા યુવકની કહાનીમાં એક નવો વળાંક સામે આવ્યો છે. બુધવારે પોલીસે કરેલી તપાસમાં સામે આવ્યું કે, બંને વચ્ચે લગભગ 5 વર્ષથી અફેર ચાલતું હતું. લક્ષિતા નામની છોકરી સજોત રોડની રહેવાસી છે અને જોધપુરમાં રહેની લૉની સ્ટડી કરી રહી હતી. છોકરો હેમંત માહેશ્વરી નાગૌરનો રહેવાસી છે અને કપડાનો વેપારી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ઘરવાળા તેમના સંબંધથી ખુશ નહોતાં. પાંચ દિવસ પહેલાં જ છોકરીના લગ્ન થયા હતાં. આ પછી મંગળવારે બંને જોધપુર મેડિકલ માર્કેટ સ્થિત એક હોટેલમાં મળ્યા. અહીં પહેલાં છોકરીની ચાકુ મારીને હત્યા કરી અને પછી હેમંતે મંડોર નજીક ટ્રેન સામે કૂદી

પાંચ વર્ષમાં હેંમત અને લક્ષિતા વચ્ચે અફેર એટલી હદ સુધી વધી ગયું કે બંને લગ્ન કરવા માંગતા હતા. ACP નૂર મોહમ્મદે જણાવ્યું કે, લક્ષિતાની સગાઈ ક્યાંય બીજે નક્કી થઈ ગઈ હતી અને હેમંતના ઘરે સગાઈની વાત ચાલી રહી હતી. આ પહેલાં બંનેએ પોતાના ઘરમાં એકબીજા સાથે લગ્ન કરવાનું કહ્યું હતું. પણ ઘરવાળા માન્યા નહીં. આ પછી બંનેએ જોધપુરમાં મળવાનો પ્લાન બનાવ્યો હતો.

રેલવે સ્ટેશન પર રિસીવ કરવા ગઈ હતી લક્ષિતા
હેમંત નાગૌર વોટરપાર્ક જવાનું કહીને નીકળ્યો હતો. મંગળવાર સવારે લક્ષિતા તેને રિસીવ કરવા માટે સ્ટેશન પણ ગઈ હતી. અહીંથી બંને રિક્ષામાં હોટેલ પહોંચ્યા હતાં. ACP નૂર મોહમ્મદે જણાવ્યું કે, હોટેલના CCTV ફૂટેજની તપાસ કરતાં સામે આવ્યું કે, બંને હોટેલમાં એકલા આવ્યા હતાં. રૂમ લીધા બાદ 45 મિનિટ પછી હેમંત એકલો જ હોટેલની બહાર જતો જોવા મળ્યો હતો.

લક્ષિતાના પરિજનોએ તેને ફોન કર્યો તો તેણે ફોન અને મેસેજનો જવાબ આપ્યો નહીં. એવામાં ચિંતિત પરિજનો જોધપુર પહોંચ્યા હતાં. ત્યાં તે ના મળતાં તે પોલીસ પાસે પહોંચી ગયા. પોલીસે લક્ષિતાનું લોકેશન ટ્રેસ કર્યું તો તે જાલોરી ગેટ સ્થિત હોટેલ સિદ્ધિ વિનાયકની આસપાસ મળ્યું. હોટેલમાં પૂછપરછ કરતાં ખબર પડી કે, તે આ હોટેલમાં રોકાઈ છે.

રૂમ સુધી પહોંચ્યા તો અંદરથી બંધ હતું. લોક તોડીને અંદર જોયું તો પલંગની પાસે ફ્લોર પર લોહીથી લથબથ તેમનો શબ પડેલો મળ્યો હતો. આ પહેલાં પોલીસને સવારે એક સ્યૂસાઇડની માહિતી મળી હતી. જ્યારે તેની તપાસ કરી તો સામે આવ્યું કે, તે નાગૌર નિવાસી હેમંત છે. જે આ હોટેલમાં રોકાયો હતો.

RELATED ARTICLES

2 COMMENTS

  1. I engaged in this casino site and achieved a substantial sum of money. However, afterward, my mother fell became very sick, and I had to cash out some funds from my account. Regrettably, I faced issues and was unable to finalize the cashout. Tragically, my mother passed on due to this online casino. I plead for your assistance in reporting this online casino. Please support me in seeking justice, so that others do not have to the grief I’m going through today, and prevent them from undergoing the same heartache. ???

  2. I played on this online casino platform and secured a considerable sum of earnings. However, later on, my mom fell gravely ill, and I required to take out some funds from my wallet. Unfortunately, I experienced difficulties and was unable to withdraw the funds. Tragically, my mom passed away due to such online casino. I kindly request your help in addressing this concern with the site. Please assist me to find justice, to ensure others won’t endure the anguish I’m facing today, and avert them from undergoing similar misfortune. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page