Wednesday, June 26, 2024
Google search engine
HomeBollywoodબોલિવૂડના 'ટારઝન'ને અકસ્માત, પત્ની-દીકરી પણ સાથે હતા, કારનું પડીકું વળી ગયું

બોલિવૂડના ‘ટારઝન’ને અકસ્માત, પત્ની-દીકરી પણ સાથે હતા, કારનું પડીકું વળી ગયું

બોલિવૂડ એક્ટર હેમંત બિર્જેની કારનો મંગળવાર, 11 જાન્યુઆરીની મોડી રાત્રે અકસ્માત થયો હતો. કારમાં હેમંત બિર્જે, પત્ની તથા દીકરી હતાં. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મુંબઈ-પૂના એક્સપ્રેસ વે પર રાત્રે 10.30-11ની વચ્ચે દેહુ રોડ પર અકસ્માત થયો હતો. કાર ઓવર સ્પીડિંગમાં હોવાથી કંટ્રોલ રાખી શકાયો નહીં અને અકસ્માત થયો હતો.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હેમંત બિર્જે તથા પત્નીને પવના હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. દીકરીને કોઈ ઈજા થઈ નહોતી. કારમાં હેમંતની સાથે પત્ની તથા દીકરી પણ હતાં.

હેમંતે 1985માં ફિલ્મ ‘ધ એડવેન્ચર ઓફ ટાર્ઝન’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં કિમી કાટકર હતી. આ ફિલ્મમાં હેમંત જંગલ બોયના રોલમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મને કારણે હેમંત રાતોરાત સ્ટાર બની ગયો હતો. આ ફિલ્મમાં હેમંત તથા કિમી કાટકરે બોલ્ડ સીન આપ્યા હતા. આ ફિલ્મ બાદ હેમંતને અનેક ફિલ્મ્સની ઑફર્સ મળી હતી.

હેમંત બોલિવૂડ એક્ટર મિથુન ચક્રવર્તીની ફિલ્મમાં જોવા મળતો હતો. એક સમય એવો પણ આવ્યો કે હેમંતની ફિલ્મ એક પછી એક ફ્લોપ થવા લાગી હતી. આથી હેમંતે બોલિવૂડની B ગ્રેડ ફિલ્મમાં કામ કર્યું હતું. હેમંત 2004માં સલમાન ખાનની ફિલ્મ ‘ગર્વઃ ધ પ્રાઇડ એન્ડ ઓનર’માં જોવા મળ્યો હતો. હેમંતે મલયાલમ તથા તેલુગુ ફિલ્મમાં પણ કામ કર્યું છે.

હેમંતે ‘આજ કે અંગારે’, ‘તહખાના’, ‘વીરાના’, ‘કમાન્ડો’, ‘કબ્રસ્તાન’, ‘મારધાડ’, ‘સિંદૂર ઔર બંદૂક’, ‘સૌ સાલ બાદ’ આગ કે શોલે’, ‘પાંચ ફૌલાદી’, ‘અબ મેરી બારી’ સહિત વિવિધ ફિલ્મમાં કામ કર્યું છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ww88bet ?? t?o nên m?t cau chúc bu?i sáng y ngh?a và ??y c?m xúc, chúng ta c?n l?a ch?n nh?ng t? ng? thích h?p. ??u tiên, h?y b?t ??u v?i m?t l?i chào t?t ??p nh? “Chào bu?i sáng

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page