Wednesday, June 26, 2024
Google search engine
HomeNationalઆત્યહત્યા કરતાં પહેલાં કંપનીના બોસ આવ્યા હતા ફ્લેટ પર, યુવતીએ સુસાઇડ નોટમાં...

આત્યહત્યા કરતાં પહેલાં કંપનીના બોસ આવ્યા હતા ફ્લેટ પર, યુવતીએ સુસાઇડ નોટમાં કહી આ વાત

ઈન્દોરઃ મધ્યપ્રદેશના ઈન્દોરના નરીમન પોઈન્ટમાં રહેતી 30 વર્ષીય શાલુ નિગમે પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. સતનામાં રહેત શાલુ ઈન્દોરની દેવ એગ્રો કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ કંપનીમાં એચઆર મેનેજર હતી. ત્રણ દિવસ પહેલાં જ તેણે રાજીનામુ આપ્યું હતું.

સુસાઇડ પહેલાં તેણે મામા સાથે ફોન પર ઓફિસના સ્ટ્રેસ અંગે વાત કરી હતી. પરિવારે ઓફિસ સ્ટાફ હેરાન કરતો હોવાનો આરોપ મૂક્યો હતો. લસુડિયા પોલીસે સુસાઇડ નોટ પણ મેળવી છે. નોકરી છોડ્યા બાદ શાલુને મળવા માટે તેના બોસ ફ્લેટ પર આવ્યા હતા. પોલીસ અશરફ અંસારીના મતે, શાલુ નાની બહેન સાથે ફ્લેટમાં રહેતી હતી. શિલ્પા પણ જોબ કરે છે. સોમવાર, 4 ઓક્ટોબરના રોજ શિલ્પા મોડી સાંજે ઘરે આવી તો શાલુએ દરવાજો ખોલ્યો નહીં. તેણે પડોશીઓને બોલાવ્યા હતા. પડોશીઓ દરવાજામાંથી જોયું તો શાલુ પંખા સાથે લટકતી હતી. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસને ડાયરીમાંથી સુસાઇડ નોટ મળી હતી અને મરજીથી સુસાઇડ કર્યું હોવાનું કહ્યું હતું.

સુસાઇડ નોટમાં શું હતુંઃ ‘મમ્મી પપ્પા, મીનુ, ટ્વિંકલ, સર એમપી સિંહ મને ખ્યાલ છે કે તમે મારી ગુસ્સે થશો, પરંતુ હું તમને ઘણો જ પ્રેમ કરું છું. હું ઘણી જ નસીબદાર છું કે મને તમારી કંપનીમાં કામ કરવા મળ્યું. મને તમારા જેવા ભાઈ-બહેન તથા માતા-પિતા મળ્યા તે માટે ભગવાનનો આભાર. મને આટલી સારી કંપનીમાં નોકરી કરવાની તક મળી. મેં જીવનમાં જે પણ વિચાર્યું, તે તમામ મળ્યું. જોકે, હવે મારી પાસે કોઈ જ વિકલ્પ બાકી રહ્યો નથી. મને બધું જ મળી ગયું છે. હું મારી મરજીથી આ પગલું ભરી રહી છું.’

સુસાઇડ પહેલાં માતા સાથે વાત કરીઃ પોલીસના મતે, શાલુએ સુસાઇડ નોટમાં સ્ટાફ હેરાન કરતો હોવાની વાત કહી નથી. આત્મહત્યા પહેલાં શાલુએ મમ્મી સાથે ફોન પર વાત કરી હતી અને પછી મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો હતો. તે પેરેન્ટ્સને ચારધામ યાત્રા પર મોકલવા માગતી હતી.

બહેનની ટ્રાન્સફરને કારણે રાજીનામું આપ્યુંઃ કંપનીના અધિકારી માનપાલ સિંહે કહ્યું હતું કે શાલુએ નોકરી છોડી પછી તે ફ્લેટ પર મળવા ગયા હતા. શાલુએ કહ્યું હતું કે બહેનની અન્ય જગ્યાએ ટ્રાન્સફર થતાં તે નોકરી છોડે છે. તેણે ઓફિસના કામકાજ અંગે સવાલ કર્ય હતો, પરંતુ શાલુએ સરખી રીતે જવાબ આપ્યો નહોતો.

મામાએ કહ્યું, તે સુસાઇડ ના કરી શકેઃ શાલુના મામા રાકેશ નિગમે કહ્યું હતું કે ઘટનાના એક દિવસ પહેલાં શાલુએ તેમની સાથે વાત કરી હતી. ઓફિસમાં ટેન્શન હતું, પરંતુ તેને કોઈ ફોડ પાડીને વાત કરી નહોતી. તેણે એટલું કહ્યું હતું કે તે હવે નોકરી કરવા માગતી નથી. ત્રણ વર્ષથી તે જોબ કરે છે અને તેણે સુસાઈડ કર્યું નથી. ગળેફાંસો ખાતી હાલતમાં જોવામાં આવી તો તેણે ઘૂંટણ નીચે હતા. તેણે તેની માતા સાથે સવારે 11 વાગે વાત કરી હતી. તેણે પેરેન્ટ્સને ચારધામ યાત્રા પર જવાનું કહ્યું હતું.

પિતા દારૂની કંપનીમાં નોકરી કરે છેઃ શાલુના પિતા કૃષ્ણદત્ત નિગમ છે. તે સતના શહેરમાં સિવિલ લાઇન પોલીસ સ્ટેશનની હદમાં આવતા ગઢિયા ટોલામાં રહે છે. પિતા દારૂની કંપનીમાં નોકરી કરે છે. એક ભાઈ તથા બે બહેનો છે.

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page