Monday, June 24, 2024
Google search engine
HomeBollywoodપાર્ટીમાં જોવા મળ્યું અંબાણી પરિવાનું મજબૂત બોન્ડિંગ, રોહિત શર્મા પત્ની સાથે આવ્યો

પાર્ટીમાં જોવા મળ્યું અંબાણી પરિવાનું મજબૂત બોન્ડિંગ, રોહિત શર્મા પત્ની સાથે આવ્યો

મુંબઈ: કોઈ પણ પિતા માટે તેની દીકરી કાળજાનો કટકો હોય છે. તેમાં પણ જો દીકરી સાસરે વળાવી હોય તો પિતાની લાગણી બેવડાઈ જાય છે. કુંવારી દીકરી તો નજર સામે હોય, પણ પરણાવીને વળાવેલી દીકરીને જોતા પિતાનું હૈયુ ભરાઈ જ જાય. હાલમાં મુંબઈમાં એક પાર્ટીમાં મુકેશ અંબાણીનો દીકરી ઈશા માટેનો પ્રેમ જોઈને તમને પણ લાગશે કે રજા હોય કે રંક દીકરી એ તમામ પિતા માટે વ્હાલનો દરિયો છે.

મુંબઈમાં જીઓ વર્લ્ડ ગાર્ડન ખાતે યોજાયેલી પાર્ટીમાં અંબાણી પરિવાર વચ્ચે મજબૂત બોન્ડિંગ જોવા મળ્યો હતો. મુકેશ અંબાણી જેવા કારમાં ઉતરે છે બીજી બાજું ચાલવા લાગે છે. પાછળની બાજુ તેમનું ધ્યાન પડતાં એ તરફ જાય છે. જ્યાં કરણ જોહર, પુત્ર આકાશ, પુત્રી ઈશા અને બીજા મહેમાનો હાજર છે.  ઈશા પાસે થઈને તેના ખભે હાથ મુકે છે.

દીકરીના ખભે હાથ મૂક્યા બાદ તરત  મુકેશ અંબાણી  દીકરીને ગાલ પર કીસ કરી વ્હાલ કરે છે. થોડીવાર પછી મુકેશ અંબાણી દીશાનો હાથ પકડીને તેને લઈ જાય છે. પાર્ટીમાં ઈશા અંબાણી વ્હાઈટ આઉટફીટમાં જોવા મળી હતી. પાર્ટીમાં ભાઈ આકાશ અંબાણી પણ પત્ની શ્લોકા સાથે ઉપસ્થિત રહ્યો હતો. જીઓ વન્ડરલેન્ડ પાર્ટીમાં નીતા અંબાણી પિંક કલર આઉટફીટમાં જોવા મળ્યા હતા.

આ કાર્પેટ નાઈટમાં અંબાણી પરિવારની પુત્રવધૂ શ્લોકા તેના માતા મોના મહેતા અને એક નાની છોકરી સાથે આવી હતી.ટીમ ઈન્ડિયાનો ધૂંઆધાર બેટ્સમેન રોહિત શર્મા પત્ની રીતિકા અને પુત્રી સમાયરા સાથે આવ્યો હતો. આ પાર્ટીમાં ડિરેક્ટર અને પ્રોડ્યુસર કરણ જોહર તેના પુત્ર યશ અને પુત્રી રુહી સાથે ઉપસ્થિત રહ્યો હતો. અભિનેત્રી સમીરા રેડ્ડી તેના પતિ અક્ષય અને પુત્ર-પુત્રી સાથે આવી હતી. બોલિવુડ એક્ટર તુષાર કપૂર તેના પુત્રી લક્ષ સાથે રેટ કાર્પેટ પર આવ્યો હતો.

RELATED ARTICLES

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page