Wednesday, June 26, 2024
Google search engine
HomeNationalપત્નીને મારવા પતિએ ખરીદ્યો ખૂંખાર કોબ્રા, પોલીસે આ રીતે ખોલી નાખી પોલ

પત્નીને મારવા પતિએ ખરીદ્યો ખૂંખાર કોબ્રા, પોલીસે આ રીતે ખોલી નાખી પોલ

તિરુંવતમપુરમઃ કેરળ પોલીસે એક હત્યાકાંડનો ઉકેલ લાવવા માટે એક અલગ જ રીતે ડમી ટેસ્ટ કર્યો હતો. હત્યાકાંડની તપાસ કરનારી ટીમે હાલમાં જ એક સાપ તથા પૂતળાની સાથે સીન રીક્રિએટ કર્યો હતો. ટીમે એક્સપર્ટની સાથે મળીને એ જાણવાનો પ્રયાસ કર્યો કે સાપ જો નોર્મલ રીતે ડંખ મારે તો ઈજાના નિશાન કેવા હોય છે અને ઉશ્કેરવા પર ડંખ મારે તો કેવા નિશાન હોય છે.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે સાત મેના રોજ ઉથરા નામની મહિલાનું પતિના ઘરમાં સાપે ડંખ મારતા મોત થયું હતું. તપાસ દરમિયાન એ વાત સામે આવી કે તેના પતિ સૂરજે જાણી જોઈને સાપ પાસે ડંખ મરાવ્યો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે, સૂરજે ચોરી છૂપીથી કોબ્રા ખરીદ્યો હતો. જેનો ઉપયોગ તેણે ઉથરાને મારવા માટે કર્યો હતો. પોલીસ પૂછપરછમાં સૂરજે કબૂલ્યું હતું કે તેણે બે સાપ ખરીદ્યા હતા, જેમાંથી એક કોબ્રા હોતો. ગયા વર્ષે ડમી પ્રયોગમાં તપાસ દળે અનેક સીનનું વિશ્લેષણ કર્યું હતું.

પહેલાં તો સાપને ગમે તેમ રીતે ડમી પર ફેંકવામાં આવ્યો હતો. અનેકવાર સાપને ડમી પર ફેંકવામાં આવ્યો હતો, પરંતુ સાપે એકવાર પણ ડંખ માર્યો નહોતો.

પછી તપાસ ટીમે ડમીના હાથને સાપ પાસે લાવીને તેને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સાપે ડંખ માર્યો નહોતો.

છેલ્લે સાપને હાથથી પકડીને ડમી પર જબરજસ્તી ડંખ મારવાનો પ્રયાસ કર્યો હતો. આ ટેસ્ટના વિશ્લેષણમાં સાપના ડંખના નિશાનમાં ઘણી જ ભિન્નતા જોવા મળી હતી. શરીર પર પ્રહાર કર્યા બાદ સાપે ડંખ માર્યો તો તેનું નિશાન 1.7 સેમી પહોળું હતું.

જોકે, જ્યારે સાપને હાથથી પકડી લેવામાં આવ્યો અને ઉશ્કેરીને જબરજસ્તી ડંખ મરાવવામાં આવ્યો ત્યારે નિશાન 2-2.4 સેમી પહોળું હતું. ટીમે માન્યું કે તપાસ દરમિયાન આ મહત્ત્વપૂર્ણ પુરાવો હશે.

કહેવાય છે કે આ ડમી ટેસ્ટ ગયા વર્ષે જુલાઈ-ઓગસ્ટ દરમિયાન થયો હતો. ટેસ્ટ વન વિભાગના અરિપ્પા પરીક્ષણ કેન્દ્રમાં કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page