Wednesday, June 26, 2024
Google search engine
HomeNationalમીટિંગમાં 'મમ્મી ગુજરી ગયા'નો મેસેજ આવ્યો, તો પણ કલેક્ટરે કામ પૂરું કર્યું...

મીટિંગમાં ‘મમ્મી ગુજરી ગયા’નો મેસેજ આવ્યો, તો પણ કલેક્ટરે કામ પૂરું કર્યું ને પછી ગયાં

કોરોનાકાળમાં અધિકારીઓની મનમાનીના કિસ્સા સામાન્ય થઈ ગયા છે. જોકે, એવા અધિકારી પણ છે, જે સામાન્ય જનતાને મહત્ત્વ આપે છે. આવો જ એક કિસ્સો મધ્ય પ્રદેશના રતલામના મંદસૌરમા બન્યો છે. અહીંયાના કલેક્ટર મનોજ પુષ્પ જ્યારે મીટિંગમાં વ્યસ્ત હતા ત્યારે તેમને મેસેજ આવ્યો હતો કે તેમની માતાનું નિધન થયું છે. મીટિંગ પૂરી કર્યા બાદ તેઓ ઘરે ગયા અને માતાના અંતિમ સંસ્કાર કર્યા હતા. ત્યારબાદ ફરી કામે ચઢી ગયા હતા. શોક સંવેદાના વ્યક્ત કરતાં લોકોને ના પાડી દીધી હતી. પોતાની દીકરીને પણ આવવાની મનાઈ ફરમાવી દીધી હતી. તેમણે ઘણી જ વિન્રમતાથી કહ્યું હતું કે બધા તનતોડ મહેનત કરી રહ્યા છે, તે માતાના નિધનનો શોક મનાવવા કેવી રીતે ઘરે 13 દિવસ સુધી બેસી શકે.

મંદસૌર કલેક્ટર મનોજ પુષ્પ મંત્રી હરદીપ સિંહ ડંગની સાથે સર્કિટ હાઉસમાં મીટિંગ કરતા હતા ત્યારે માતાને વેન્ટિલેટર પર મૂક્યા હોવાના સમાચાર મળ્યા હતા. બેઠક પૂરી થયા બાદ સંદીવ યાદની સાથે વીડિયો કોન્ફરન્સ શરૂ કરી હતી કે તે સમયે પત્ની વીનિતાનો મેસેજ આવ્યો કે હવે માતાજી રહ્યાં નથી. માતાના મોતના સમાચાર મળ્યા બાદ પણ કલેક્ટરે મીટિંગ પૂરી કરી હતી. પછી બંગલે ગયા હતા. માતા સ્નેહપ્રભાને પલંગમાંથી ઊતાર્યા, અર્થી સજાવી, પોતાના ગાર્ડ, પ્યૂન વગેરેની મદદથી શબવાહિનીથી સ્મશાન ગયા હતા. અંતિમ વિદાય આપ્યા બાદ ફરીથી વાયરલેસ તથા મોબાઈલ પર હોસ્પિટલમાં ઓક્સિજન પૂરો થઈ ગયો હોવાના મેસેજમાં વ્યસ્ત થઈ ગયા હતા.

રાજસ્થાન બોર્ડર સાથે જોડાયેલા જિલ્લા, રતલામ વગેરે જગ્યાએ ઓક્સિજનની વ્યવસ્થામાં વ્યસ્ત થઈ ગયા. જ્યાં ઓક્સિજન પૂરો થઈ જવાની અણી પર હતો ત્યાં દર્દીઓને ઓક્સિજન આપ્યો. મનોજ પુષ્પની માતા છેલ્લાં છ મહિનાથી બીમાર હતા. કોવિડ દર્દીઓને કારણે સરકારી હોસ્પિટલમાં જગ્યા નહોતી, આથી જ ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. ડોક્ટરે ઘરે લઈ જવાની સલાહ આપી હતી અને બીજા દિવસે માતાનુ નિધન થયું હતું.

કલેક્ટર મનોજ પુષ્પે કહ્યું હતું કે માતા તો જતી રહી પરંતુ જો તે શોક પ્રગટ કરવા બેસત તો જિલ્લાની પરિસ્થિતિ બગડી શકે તેમ હતી. બપોરે સાડા ત્રણે અંતિમ સંસ્કાર કર્યા બાદ ઓક્સિજનની વ્યવસ્થા તથા ડિપાર્ટમેન્ટની મીટિંગમાં વ્યસ્ત હતા.

બંગલે પણ સ્પષ્ટ સૂચના આપી દીધી હતી કે કોઈ પણ શોક વ્યક્ત કરવા ના આવે. ફોન કે મેસેજ કરે. મહારાષ્ટ્રમાં હોસ્ટેલમાં રહેતી દીકરી વદાનિયાથી લઈ સતના, રીવાથી આવતા સંબંધીઓને પણ ચોખ્ખી ના પાડી દીધી હતી.

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page