Wednesday, June 26, 2024
Google search engine
HomeNationalજાણો કેવી રીતે કેન્દ્રની મદદથી ફક્ત એક મેસેજથી ખતમ થયું મુંબઈનું ઓક્સિજનનું...

જાણો કેવી રીતે કેન્દ્રની મદદથી ફક્ત એક મેસેજથી ખતમ થયું મુંબઈનું ઓક્સિજનનું સંકટ

મુંબઈઃ દેશમાં દિવસેને દિવસે કોરોનાના નવા કેસની સંખ્યા સતત વધી રહી છે. એવામાં દેશની હોસ્પિટલમાં બેડ અને ઑક્સિજનની મોટી અછત પણ ઊભી થઈ છે. આ દરમિયાન દિલ્હી, મહારાષ્ટ્ર સહિતની રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર પર ઑક્સિજનની અછતનું ઠીકરું ફોડી રહી છે, પણ આ બાબતે હકીકત કંઈક અલગ જ સામે આવી છે. મહારાષ્ટ્રમાં મુંબઈ મહાનગરપાલિકા (BMC)ના કમિશનર ઇકબાલસિંહ ચહલે રાજ્ય સરકારના જૂઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો છે અને તેમણે આ અંગે કહ્યું છે કે, ‘ કેવી રીતે ગણતરીની સેકન્ડમાં કેન્દ્ર સરકાર તરફથી જવાબ મળ્યો અને મુંબઈની ઑક્સિજનની સમસ્યા કેન્દ્ર સરકારની મદદથી દૂર થઈ ગઈ હતી.’

એક ઇન્ટરવ્યૂમાં BMCના કમિશનર ઇકબાલસિંહ ચહલે જણાવ્યું કે, ‘ગત 16 કે 17 એપ્રિલની રાતે તેમને મેસેજ મળ્યો કે, મુંબઈની 6 હૉસ્પિટલમાં ઑક્સિજન નથી.’ તેમણે જણાવ્યા મુજબ આ હૉસ્પિટલમાં 168 દર્દી દાખલ હતાં. જેમને શિફ્ટ કરવા માટે BMC દ્વારા રાત્રે 1થી 5 વાગ્યા સુધી 150 એમ્બ્યુલન્સની મદદ લેવામાં આવી હતી અને દરેક દર્દીને કોવિડ સેન્ટર લઈ જવાયા હતાં. તે કોવિડ સેન્ટરમાં યોગાનુયોગ 3600 બેડ ખાલી હતાં. જેમાંથી 850 બેડ ઑક્સિજન સપોર્ટવાળા હતા અને BMCની ટીમ દરેક દર્દીનો જીવ બચાવવામાં સફળ રહી હતી.’

કેન્દ્ર સરકાર પાસે મદદ માગી
આ સવાલના જવાબમાં ઇકબાલ સિંહે જણાવ્યું હતું કે, ‘આ ઘટના પછી તેઓ આખી રાત સૂઈ શક્યા નહોતા. લગભગ સવારે 7 વાગ્યે તેમણે ભારત સરકારના અધિકારીઓ, જેમાં કેબિનેટ સચિવ, ગૃહ સચિવ અને હેલ્થ સચિવ સામેલ હતાં, તેમને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી સહિત 8 નેતાને એક મેસેજ મોકલ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, ‘આ સમસ્યાનું કોઈ સમાધાન નથી’. જોકે ઇકબાલસિંહ દ્વારા મોકલાયેલાં મેસેજની 15-20 સેકન્ડ પછી કેન્દ્રીય સચિવ રાજીવ ગોબાનો તેમને ફોન આવ્યો હતો. તેમણે ઇકબાલને પૂછ્યું હતું કે, ‘તે શું ઇચ્છે છે?’ ઇકબાલસિંહે કહ્યું કે, ‘અમારા રાજ્યમાં ઑક્સિજનની આયાત કરવી પડશે.’ ઇકબાલસિંહે એવું પણ કહ્યું કે, ‘આટલા ઓછા સમયમાં ઑક્સિજન બનાવી શકાશે નહીં અને હલ્દિયાથી ઑક્સિજન આવતાં 8 દિવસ લાગે છે.’

BMCના કમિશનર ઇકબાલ સિંહે કહ્યું કે, ‘મેં તેમને જણાવ્યું કે, જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીથી માત્ર 16 કલાકમાં ઑક્સિજન મુંબઈ આવી શકે છે.’ આ અંગે કેન્દ્રીય સચિવ ગોબાએ કહ્યું કે, ‘ઑક્સિજનની આવી રીતે એક જ શહેરને આપી શકાય નહીં.’ જેના જવાબમાં ઇકબાલસિંહે કહ્યું, ‘તમે મહારાષ્ટ્રને આપી દો, હું વિશ્વાસ અપાવું છું કે, તે મુબઈને આપશે. ત્યારબાદ જામનગરથી 125 મેટ્રિક ટન ઑક્સિજન મહારાસ્ટ્રને આપવામાં આવ્યો હતો. તે દિવસ સાંજથી જ ટેન્કર આવવાના શરૂ થઈ ગયાં હતા અને મુંબઈમાં કેન્દ્ર સરકારની મદદથી ઑક્સિજનની સમસ્યા ઇતિહાસ બની ગઈ હતી.

જ્યારે ઇકબાલસિંહને એવું પૂછવામાં આવ્યું કે, ‘બીજી લહેરમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે ઑક્સિજન સહિત અનેક મુદ્દા પર આરોપ લાગાવી રહ્યા છે, એવામાં તમે કેવી રીતે આ સોલ્વ કરી શક્યા?’ આ સવાલના જવાબમાં ઇકબાલસિંહે કહ્યું, ‘જે રીતે વાતો સામે આવી રહી છે. તે વાસ્તવિક નથી. કેમ કે, રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે મોટાભાગે ઑફિસરો વચ્ચે વાતચીત થાય છે. એટલે જ્યારે અમે ભારત સરકારમાં પોતાના સહયોગી સાથે વાત કરી રહ્યાં હોઈએ છીએ, ત્યારે તે અમારા બેચમેટની જેમ અથવા સિનિયર કે જૂનિયરની જેમ હોય છે. કોઈ સાથે એવું થયું નથી કે કેન્દ્ર સરકાર મદદ માટે તૈયાર ના હોય. જોકે, તેમની પાસે પોતાની સમસ્યાઓ છે. જેમ અમે શીખી રહ્યાં છીએ, તેમ તે પણ શીખી રહ્યાં છે.’

BMCના કમિશનરે વધુમાં કહ્યું કે, ‘એટલે એવો કોઈ વિવાદ થયો નહીં. ઉદાહરણ માટે જ્યારે મેં કેબિનેટ સચિવને ઑક્સિજન એરલિફ્ટ કરવા માટે અનુરોધ કર્યો, તો તેમણે કહ્યું કે, અમે તેના પર વિચાર કરી રહ્યા છીએ, પણ કેટલીક મુશ્કેલીઓ સામે આવી રહી છે. આ પછી મને એહસાસ થયો કે, આખું ટેન્કર એરલિફ્ટ કરી શકાશે નહીં. કેમ કે, તે ફાટી શકે છે.’

સવાલઃ શું કેન્દ્ર-રાજ્ય સરકારનાં મતભેદ ક્યારેય કામની વચ્ચે આવ્યા નથી.?
આ સવાલના જવાબમાં ઇકબાલે કહ્યું કે, ‘મારે આ પ્રશ્નનો જવાબ ખૂબ જ સશ્કત રીતે આવપો જોઈએ. ભારત સરકારને દોષ આપવો જોઈએ નહીં. જો કોઈ દોષી છે તો, તે રાજ્ય સરકાર છે. હું તમને જણાવું આવું કેમ? જ્યાં સુધી મહારાષ્ટ્રનો સંબંધ છે, અમે આંકડા સાથે ખૂબ જ ઇમાનદાર રહીએ છીએ. અમે દરરોજ 60 હજારથી વધુ નવા કેસના આંકડા આપતાં હતાં, જેને લીધે આખો દેશ અમારા પર હસી રહ્યો હતો. ભારતમાં ઘણાં રાજ્ય આ વધતાં કેસની વાત સ્વીકારવા માટે તૈયાર નહોતાં. એવામાં કેન્દ્ર તેમને કેવી રીતે ઑક્સિજન સહિતની સુવિધા ફાળવી શકે.’

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page