Monday, June 24, 2024
Google search engine
HomeNationalઈમરાને ઋષભ બનીને કરી મિત્રતા, બર્થડેના દિવસે જ હિંદુ પ્રેમિકા સાથે કર્યું...

ઈમરાને ઋષભ બનીને કરી મિત્રતા, બર્થડેના દિવસે જ હિંદુ પ્રેમિકા સાથે કર્યું ભયંકર કૃત્ય

નોઇડાઃ ઉત્તરપ્રદેશના નોઇડા રિયલ એસ્ટેટ કંપનીમાં જોબ કરતી દીક્ષા મિશ્રાની 15 ઓગસ્ટની રાત્રે નૈનીતાલ હોટલમાં ગળું દબાવીને હત્યા કરી દેવામાં આવી હતી. નૈનીતાલ પોલીસે ગોઝિયાબાદથી દીક્ષાના પ્રેમી ઈમરાન ઉર્ફે ઋષભ તિવારીની 18 ઓગસ્ટના રોજ ધરપકડ કરવામાં આવી હતી. બંને લિવ ઈનમાં રહેતા હતા. જોકે, ઈમરાન હવે દીક્ષાથી કંટાળી ગયો હતો અને આથી જ બર્થડે પાર્ટીના બહાને નૈનીતાલ લઈને મારી નાખી હતી.

ઋષભ તિવારી બનીને ઈમરાને મિત્રતા કરી હતીઃ નોઇડા એક્સટેન્શનમાં હોરિજન હોમ્સ શાહબેરી નિવાસ દીક્ષા મિશ્રાના લગ્ન 2007માં પવન નામના વ્યક્તિ સાથે થયા હતા. 2018માં બંને વચ્ચે ઝઘડો થયો અને બંને અલગ થઈ ગયા હતા. જોકે, તેમના ડિવોર્સ થયા નહોતા. દીક્ષા પોતાની દીકરી સાથે રહેતી હતી. અંદાજે એક વર્ષ પહેલાં દીક્ષાની મુલાકાત પ્રોપર્ટી ડીલર ઈમરાન સાતે થઈ હતી. ઈમરાન ગાઝિયાબાદના પટેલ નગરમાં રહે છે. તેણે પોતાનું નામ ઋષભ તિવારી કહ્યું હતું. ફેસબુક પ્રોફાઇલ પણ ઋષભ તિવારીના નામથી છે. ઈમરાને દીક્ષા માટે થઈને પત્નીને ડિવોર્સ આપ્યા અને પછી લિવ ઇનમાં રહેવા લાગ્યો હતો. જોકે, દીક્ષાને પછી ખબર પડી હતી કે ઋષભ તિવારીનું સાચું નામ ઈમરાન છે.

હોટલના રૂમમાં મળી હતી લાસઃ 15 ઓગસ્ટના રોજ દીક્ષાનો જન્મદિવસ હોત. બર્થડે પાર્ટી મનાવવાના બહાને ઈમરાન ઉર્ફે ઋષભ તિવારી, દીક્ષાને લઈ નૈનીતાલ ગયો હતો. તેઓ 14 ઓગસ્ટે આવ્યા હતા. તેમની સાથે નોઇડાથી અન્ય એક યુગલ પણ આવ્યું હતું. ઈમરાને ઋષભ નામ કહીને પતિ-પત્ની તરીકે રૂમ લીધો હતો. જોકે, આઇડી પ્રૂફ આપ્યું નહોતું. 15 ઓગસ્ટની રાત્રે દારૂ પીધા બાદ ઈમરાન તથા દીક્ષા અને અન્ય યુગલ પોત-પોતાના રૂમમાં સૂવા જતા રહ્યા હતા. 16 ઓગસ્ટની સવારે દીક્ષાની રૂમમાંથી ન્યૂડ હાલતમાં લાશ મળી હતી. ઈમરાન રૂમમાંથી ગાયબ હતો.

હત્યા કરીને નોઈડા આવ્યો અને ભાગવાની ફિરાકમાં હતોઃ નૈનિતાલ પોલીસે આ કેસમાં મુખ્ય આરોપી ઈમરાનને 17 ઓગસ્ટના રોજ ગાઝિયાબાદના પટેલ નગરથી પકડ્યો હતો. તે ઘરથી થોડેક જ દૂર હતો. નૈનીતાલ પોલીસ તેને સાથે લઈ અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. હત્યા કર્યા બાદ ઈમરાને દીક્ષાનો ફોન લીધો હતો અને 16 ઓગસ્ટે સીધો નોઈડા સ્થિત ફ્લેટમાં ગયો હતો. દીકરી પાસે દીક્ષાના મોબાઈલનું લોક ખોલાવ્યો હતો અને કેટલીક બાબતો ડિલિટ કરીને સામાન બાંધીને ભાગવાની ફિરાકમાં હતો. સોસાયટીના સીસીટીવી કેમેરામાં તે આવતા તથા ભાગતા જોવા મળે છે.

ઈમરાને કહ્યુંઃ દીક્ષાના અનેક બોયફ્રેન્ડ, ઝઘડો કરતી હતીઃ નૈનીતાલના એસપી ક્રાઇમ દેવેન્દ્ર પિંચાએ કહ્યું હતું કે ઈમરાન ઉર્ફે ઋષભ તિવારી તથા દીક્ષા એક વર્ષથી લિવ ઇનમાં રહેતા હતા. છેલ્લા અઢી મહિનાથી તેમની વચ્ચે ઝઘડા થતા હતા. 15 ઓગસ્ટે પણ ઝઘડો થયો અને ઈમરાને દીક્ષાનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. ઈમરાને પોલીસને કહ્યું હતું કે દીક્ષાનો સ્વભાવ બદલાઈ ગયો હતો. તે દારૂ પીને ઝઘડો કરતી હતી. તે કોઈ પણ રીતે દીક્ષાથી છૂટકારો મેળવવા માગતો હતો. ઈમરાનના મતે, દીક્ષાના અનેક બોયફ્રેન્ડ હતા. 15 ઓગસ્ટે પણ દીક્ષાના બોયફ્રેન્ડનો ફોન આવ્યો હતો અને આ જ કારણે તેમની વચ્ચે ઝઘડો થયો અને તેણે આવેશમાં આવીને ગળું દબાવીને હત્યા કરી નાખી હતી.

દીક્ષાની બોડી પર ઈમરાનનું ટેટુઃ કેટલાંક લોકો આ કેસને લવ જેહાદ કહી રહ્યા છે. પોલીસે કહ્યું હતું કે દીક્ષાને ખ્યાલ હતો કે ઋષભ તિવારી અસલમાં ઈમરાન છે. તેણે પોતાના શરીર પર ઈમરાનના નામથી ટેટુ બનાવ્યું હતું. જોકે, દીક્ષાએ પરિવારને ઈમરાનનું નામ ઋષભ તિવારી હોવાનું કહ્યું હતું.

ઈમરાને પરિવારને કરોડોનું નુકસાન પહોંચાડ્યુંઃ ઈમરાનને પકડાવવામાં પરિવારે જ પોલીસને મદદ કરી હતી. ઈમરાનના પિતા ગાઝિયાબાદના પટેલનગરમાં સ્ક્રેપનું કામ કરે છે. તેમણે ઈમરાનને પણ ધંધામાં જોડ્યો હતો. જોકે, ઈમરાને અપ્રામાણિકતા બતાવતા તેને કાઢી મૂક્યો હતો. ત્યારબાદ ઈમરાને પોતાની રીતે પ્રોપર્ટી ડિલિંગનું કામ શરૂ કર્યું હતું. આ દરમિયાન ઈમરાને રેન્જ રોવર કાર તથા ફ્લેટ વેચીને એક લોન લીધી હતી. પરિવારે કહ્યું હતું કે ઈમરાનને કારણે તેમને 2 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું અને તેઓ પણ ઈમરાનથી ત્રાસી ગયા હતા.

RELATED ARTICLES

11 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket blasting off into the universe of excitement! ? The thrilling content here is a captivating for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of exhilarating insights! #InfinitePossibilities Dive into this exciting adventure of discovery and let your mind soar! ? Don’t just enjoy, experience the thrill! #FuelForThought Your brain will be grateful for this thrilling joyride through the worlds of awe! ?

  2. I participated in this online casino platform and secured a significant sum of money. However, eventually, my mom fell became very sick, and I had to take out some earnings from my account. Regrettably, I faced difficulties and could not finalize the cashout. Tragically, my mom passed on due to this casino site. I strongly appeal for your help in bringing attention to this website. Please help me out in seeking justice, so that others don’t experience the hardship I’m going through today, and stop them from going through the same heartache. ???

  3. I played on this casino website and secured a substantial amount of money. However, eventually, my mother fell gravely sick, and I required to cash out some earnings from my wallet. Unfortunately, I experienced issues and was unable to withdraw the funds. Tragically, my mother died due to such gambling platform. I kindly ask for your assistance in reporting this concern with the site. Please help me to find justice, to ensure others won’t have to endure the pain I’m facing today, and prevent them from undergoing similar misfortune. ??

  4. ? Wow, this blog is like a cosmic journey blasting off into the universe of excitement! ? The mind-blowing content here is a thrilling for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of inspiring insights! #InfinitePossibilities ? into this exciting adventure of knowledge and let your mind fly! ? Don’t just enjoy, savor the thrill! #BeyondTheOrdinary Your brain will thank you for this thrilling joyride through the realms of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page