Monday, June 24, 2024
Google search engine
HomeBollywoodઆ એક્ટરે છાતી પર બનાવ્યું માતાના નામનું ટેટું, માત્ર 31 વર્ષની ઉંમરમાં...

આ એક્ટરે છાતી પર બનાવ્યું માતાના નામનું ટેટું, માત્ર 31 વર્ષની ઉંમરમાં એક્ટ્રેસનું થયું હતું નિધન

મુંબઈઃ બોલિવૂડ એક્ટર પ્રતીક બબ્બર પોતાના નવા ટેટુને કારણે ચર્ચામાં છે. પ્રતીકે પોતાના દિલની નજીક માતા સ્મિતા પાટિલના નામનું ટેટુ ત્રોફાવ્યું છે. પ્રતીકે આ ટેટુની તસવીર સો.મીડિયામાં શૅર કરી છે. ઉલ્લેખનીય છે કે પ્રતીકને જન્મ આપ્યાના થોડાંક જ દિવસમાં સ્મિતા પાટિલનું નિધન થયું હતું. આ સમયે તેઓ માત્ર 31 વર્ષની હતી.

એક ઈન્ટરવ્યૂમાં પ્રતીકે પોતાની માતા અંગેની ઘણી વાતો શૅર કરી હતી. તેણે કહ્યું હતું, ‘મારી માતા એક ગિફ્ટેડ મહિલા હતી. જે રીતે સચિન તેંડુલકરનો જન્મ ક્રિકેટના ભગવાન બનવા માટે થયો હતો, તે જ રીતે મારી માતાનો જન્મ અભિનેત્રી બનવા માટે જ થયો હતો. તેઓ જલ્દી જતા રહ્યાં અને ઈન્ડિયન સિનેમાને ઘણી જ મોટી ખોટ પડી.’

ફરવા માટે નાનાની જીપ ચોરી હતીઃ પ્રતીકે કહ્યું હતું, ‘માતા અંગે માત્ર ફિલ્મ તથા ઈન્ટરવ્યૂની ક્લિપિંગ જોઈને તેમની એક ઈમેજ બનાવી છે. તેમની દરેક બાબત શીખવા લાયક છે. તેમની દરેક વાત ઈમોશનલ હતી. હું કદાચ તે પ્રગટ ના કરી શકું. એવું નથી કે તમામ બાબતો દુઃખી કરે છે. તેમના અનેક પાસા એવા છે, જે ઘણાં જ ખુશ કરી દે છે. દિલ તથા ચહેરા પર હાસ્ય આવી જાય છે. તેમના ક્લોઝ તથા ચાહકોની વાત સાંભળીને લાગ્યું કે માતા મસ્તીખોર, જિંદાદિલ તથા આઝાદ વિચારોની હતી. એકવાર તો તે નાના ઘરેથી જીપ ચોરીને ફરવા નીકળી ગઈ હતી.’

‘છોકરી હોત તો તેમની ફિલ્મની રીમેક કરત’: પ્રતીકે આગળ કહ્યું હતું, ‘માતા ઘણી જ એડવેન્ચેરસ હતી. હું આ બધું સાંભળીને મોટો થયો છું. તેમની દરેક વાત મારા માટે કિંમતી છે. તેમની દરેક ફિલ્મ ગમે છે પણ ‘શક્તિ’ તથા ‘નમક હલાલ’ ખાસ પસંદ છે. હું પર્ફોર્મર તરીકે તેમને જજ ના કરી શકું. મારું અસ્તિત્વ તેમના કારણે છે. મારી આંખો તેમની સાથે મળે છે કે પછી આખો ચહેરો, તે તો સામેની વ્યક્તિ જ કહી શકે. હું તેમનો દીકરો છું તો સમાનતા તો રહેવાની જ . જો હું દીકરી હોત તો માતાની ફિલ્મની રીમેકમાં તેમનું પાત્ર ભજવી શકત. ઘણીવાર લાગે છે કે કાશ હું માતાના ખોળામાં માથું મૂકીને મારી લાગણીઓ શૅર કરી શક્યો હોત. નાના-નાનીનું અવસાન થયું ત્યારે એકલતા અનુભવાતી હતી. તેમની માસ્ટરપીસ ‘અર્થ’ની રીમેકની વાત સાંભળી હતી. મને તે ઓફર પણ થઈ હતી.’

જરૂરી નથી કે તેમના જવાનું દુઃખ જ અનુભવું: દર વર્ષે 17 ઓક્ટોબરે સ્મિતા પાટિલનો જન્મદિવસ કેવી રીતે સેલિબ્રેટ કરવામાં આવે છે, પ્રતીકે કહ્યું હતું કે એવું નથી કે માતાના જન્મદિવસે તે દુઃખી જ હોય. ઓવરઓલ તે દિવસ પોઝિટિવ તથા સ્પેશિયલ હોય છે. પરિવારના સભ્યો ભેગા થાય છે. સેલિબ્રેશન તો નથી કરતા, પરંતુ ડિનર સાથે કરે છે.

17 ઓક્ટોબર, 1955માં પુનામાં જન્મેલી સ્મિતાનું 13 ડિસેમ્બર, 1986માં માત્ર 31 વર્ષની ઉંમરમાં ચાઈલ્ડબર્થ કોમ્પ્લિકેશનને કારણે અવસાન થયું હતું. સ્મિતાનું નિધન મુંબઈમાં થયું હતું. રાજ બબ્બરની તે બીજી પત્ની હતી. સ્મિતાના મોત બાદ રાજ બબ્બર પ્રથમ પત્ની નાદિરાની પાસે જતો રહ્યો હતો. પ્રતીકનો ઉછેર સ્મિતા પાટિલના માતા-પિતાએ કર્યો હતો.

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure soaring into the universe of endless possibilities! ? The mind-blowing content here is a thrilling for the imagination, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of inspiring insights! #AdventureAwaits Dive into this exciting adventure of knowledge and let your mind soar! ✨ Don’t just read, experience the thrill! #FuelForThought Your brain will thank you for this thrilling joyride through the dimensions of endless wonder! ?

  2. гарантированно,
    Современное оборудование и материалы, для вашего уверенного улыбки,
    Современные методы стоматологии, для вашего удобства,
    Бесплатная консультация и диагностика, для вашего комфорта и уверенности,
    Комплексное восстановление утраченных зубов, для вашего долгосрочного удовлетворения,
    Индивидуальный план лечения и профилактики, для вашего комфорта и удовлетворения,
    Современное лечение заболеваний полости рта, для вашего комфорта и удовлетворения
    стоматологічна лікарня [url=https://stomatologichnaklinikafghy.ivano-frankivsk.ua/]https://stomatologichnaklinikafghy.ivano-frankivsk.ua/[/url] .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page