Monday, June 24, 2024
Google search engine
HomeRecipeડુંગળી-લસણ વગર જ બનાવો ડ્રાય છોલે, પ્રોટીનથી છે એકદમ ભરપૂર

ડુંગળી-લસણ વગર જ બનાવો ડ્રાય છોલે, પ્રોટીનથી છે એકદમ ભરપૂર

અમદાવાદઃ સુકા છોલે એક હાઈ પ્રોટીન રેસિપી છે. જેમાં ડુંગળી તથા લસણનો ઉપયોગ કરવામાં આવતો નથી. તેમાં આદુંની પેસ્ટ તથા અન્ય મસાલા વપરાય છે. તમે લંચ બોક્સમાં પેક કરીને આપી શકો છો.

સામ્રગીઃ
1 કપ કાબુલી ચણા (આખી રાત પલાળીને રાખવા)
તેલ
1 નાની ચમચી જીરું
1/4 ચમચી આદુની પેસ્ટ
2 નાની ચમચી ચણા મસાલા પાવડર
2 ચમચી લાલ મરચું
1/4 નાની ચમચી જીરું પાવડર
2 નાની ચમચી આમચૂર પાવડર
1/4 ચમચી હળદર
1 મોટી ચમચી ધાણાજીરું
મીઠું

રીતઃ
1. સૌ પહેલાં પ્રેશર કૂકરમાં ચણા, મીઠું તથા પાણી નાખીને ત્રણ સિટી મારીને બાફી લો.
2. ચણા બફાઈ જાય એટલે અલગથી વાસણમાં કાઢીને મૂકો.
3. કઢાઈમાં તેલ ગરમ કરીને તેમાં જીરાનો વઘાર કરો. ત્યારબાદ આદુંની પેસ્ટ નાખીને 30-40 સેકન્ડ્સ સુધી શેકો.
4. પછી તેમાં છોલે મસાલા, લાલ મરચું, આમચૂર પાવડર, હળદર, ધાણાજીરું, જીરું પાવડર, મીઠું નાખીને એક મિનિટ સુધી ચઢવો
5. હવે, તેમાં છોલે નાખીને સારી રીતે મિક્સ કરો. 2 મિનિટ સુધી મધ્યમ આંચ પર ચડવો.
6. ત્યારબાદ આંચ બંધ કરીને ઉપર કોથમીર ભભરાવીને રાખો.
7. તૈયાર છે સુકા છોલે.
8. પરોઠા, રોટલી કે પછી પૂરી સાથે સર્વ કરો.

RELATED ARTICLES

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page