Wednesday, June 26, 2024
Google search engine
HomeNationalઓક્સિજન બાદ બેડની વ્યવસ્થા પણ કરશે અંબાણી, કહ્યું- દેશની મદદ માટે કટિબદ્ધ

ઓક્સિજન બાદ બેડની વ્યવસ્થા પણ કરશે અંબાણી, કહ્યું- દેશની મદદ માટે કટિબદ્ધ

દેશ પર આવી પડેલા સંકટમાં અનેક બિઝનેસમેન આગળ આવ્યા છે. તેમાં પણ ગુજરાતી બિઝનેસમેન અને દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી સૌથી મોખરે છે. જામનગર રિલાયન્સ પ્લાન્ટમાંથી રોજ 700 ટન ઓક્સિજન આપ્યા બાદ અંબાણી વધુ એક દીલ જીતી લેતું પગલું ભર્યું છે. અંબાણી મુંબઈમાં 875 બેડની વ્યવસ્થા કરશે. જેમાં 145 આઈસીયુ છે.

આ અંગે રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ જણાવ્યું હતું, “દેશની સેવા માટે રિલાયન્સ ફાઉન્ડેશન હંમેશા તૈયાર છે. કોવિડની મહામારીનો મુકાબલો કરવામાં ભારતવર્ષને વધુ મજબૂત કરવો આપણી બધાનું કર્તવ્ય છે. આપણઆ ડૉક્ટર્સ અને ફ્રન્ટલાઈન સ્ટાફના અથાક પ્રયત્નો દ્વારા કેટલાય દર્દીઓના જીવ બચાવવામાં મદદ મળી છે. સર એચ એન રિલાયન્સ ફાઉન્ડેશન મુંબઈમાં 875 બેડ ઉભા કરી મહામારીનો મુકાબલો કરવામાં મદદ કરી રહ્યું છે. ”

મુંબઈમાં સર એચ એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્લિટલમાં 650 બેડની વ્યવસ્થા કરવામાં આવશે. જેમાં 100 નવા આઈસીયુની વ્યવસ્થા ઉભી કરશે. રિલાયન્સ ફાઉન્ડેશન એક નિવેદનમાં જણાવ્યું હતું કે દર્દીઓના ઈલાજ માટે ડોક્ટર્સ, નર્સો સહિત 500થી વધુ લોકો દિવસ-રાત સેવામાં લાગેલા છે.

ગયા વર્ષે મુંબઈમાં રિલાયન્સ ફાઉન્ડેશન અને મુંબઈ કોર્પોરેશને મળીને દેશની પહેલી કોવિડ હોસ્પિટલ સેવન હિલ્સ બનાવી હતી. જેમાં 225 બેડ હતા. જેમાંથી 100 બેડનું સંચાલન રિલાયન્સ ફાઉન્ડેશન કરી રહ્યું છે. અહીં રિલાયન્સ ફાઉન્ડેશન બેડ વધારીને 125 કરશે. જેમાં 45 આઈસીયુ સામેલ છે.

રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા મુંબઈના બાન્દ્રા-કુર્લા કોમ્પલેક્ષમાં ટ્રાયડેન્ટ હોટેલમાં 100 બેડની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અહીં બીમારીના લક્ષણ ગંભીર નહીં હોય એવા દર્દીઓને રાખવામાં આવશે.

નીતા અંબાણી વધુમાં કહ્યું “ઓક્સિજનની અછતને જોતા અમે રોજ 700 મેટ્રિક ટન ઓક્સિજન ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશને ફ્રીમાં આપીએ છીએ. હમે હજી વધુ મદદ વધારવાના પ્રયત્ન કરી રહ્યા છીએ. મુંબઈ અને દેશ માટે દરેક સંભવ મદદ કરવા માટે અમે કટિબદ્ધ છીએ. મળીને આપણે મહામારીનો મુકાબલો કરી શકીશું. કોરના હારશે, ઈન્ડિયા જીતશે.

નોંધીયય છે કે રિલાયન્સ ફાઊન્ડેશને કોરોનાની પહેલી લહેરમાં “અન્ન સેવા” નામથી સેવા યજ્ઞ કર્યો હતો. જેમાં અંદાજે 5.5 કરોડ લોકોને ભોજન કરાવ્યું હતું. આ દુનિયાનો સૌથી મોટો ફૂડ આપવાનો કાર્યક્રમ હતો.

રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણી.

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page