Monday, June 24, 2024
Google search engine
HomeNationalઆર્યન ખાનની ધરપકડ કરનારા ઉચ્ચ અધિકારીની પત્ની છે હિરોઈન

આર્યન ખાનની ધરપકડ કરનારા ઉચ્ચ અધિકારીની પત્ની છે હિરોઈન

શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની ધરપકડ કરનારા એનસીબીના અધિકારીની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોના જોનલ ડિરેક્ટર સમીર વાનખેડેને લોકો અસલ સિંઘમ કરી રહ્યા છે. સમીરના નેતૃત્વમાં રેવ પાર્ટીમાં રેડ કરવામાં આવી હતી. સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ કનેક્શનની તપાસમાં પણ સમીર વાનખેડેનું નામ સામે આવ્યું હતું. તેમની પ્રોફેશન લાઇફ વિશે લોકો ઘણું જાણે છે. પણ આજે અમે તમને સમીરની પત્ની વિશે જણાવીશું.

કોણ છે સમીર વાનખેડેની પત્ની
નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોના જોનલ ડિરેક્ટર સમીર વાનખેડેની પત્ની ક્રાન્તિ રેડકર એક્ટ્રેસ છે. સુંદરતાની બાબતે ક્રાંતિ રેડકર મોટી-મોટી હીરોઈનોને ટક્કર આપે છે. આજે અમે તમને તેના વિશે જણાવી રહ્યા છીએ.

મુંબઈની રહેવાસી છે ક્રાંતિ
ક્રાંતિ રેડકર મુંબઈની રહેવાસી છે. તે મુંબઈમાં જન્મી અને ત્યાં જ મોટી થઈ છે. તેમણે કોર્ડિનલ ગ્રેસિયસ હાઇસ્કૂલથી સ્ટડી કરી છે. વધુ સ્ટડી તેમણે રામનારાયણ રુઈયા કોલેજથી કરી છે. સ્ટડી પૂરી કર્યા પછી ક્રાંતિએ એક્ટિંગમાં કરિયર બનાવ્યું છે.

અજય દેવગનની સાથે કર્યું હતું બોલિવૂડ ડેબ્યુ
ક્રાંતિ રેડકરની પહેલી ફિલ્મ મરાઠી હતી. તેમણે સૂન અવાસી અશીમાં કામ કર્યું છે. તેમની સાથે અંકુશ ચૌધરી પણ જોવા મળ્યા હતાં. તેમની ફિલ્મ વર્ષ 2000માં રીલિઝ થઈ હતી. આ પછી તેમણે બોલિવૂડમાં અજય દેવગનની ફિલ્મ ગંગાજલથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ક્રાંતિ તે છોકરી છે, જે ફિલ્મમાં કિડનેપ થઈ હતી.

આપ્યા છે ઘણાં હિટ ગીત
ક્રાંતિ રેડકરે મરાઠી ફિલ્મોમાં નવા હિટ ગીતો આપ્યા છે. જેમાં કોમબદી પાલાલી, તંગડી ધારુન સહિતના ગીત સામેલ છે. આ ગીત ફિલ્મ જાત્રાના છે. આ ફિલ્મના ગીતનું મ્યુઝિક બોલિવૂડના ચીકની ચમેલી સોંગમાં યૂઝ થયું છે.

ફિલ્મ નિર્દેશન બની ગઈ છે ક્રાંતિ
ક્રાંતિ રેડકરે વર્ષ 2015માં ફિલ્મ કાકનથી નિર્દેશક તરીકે ડેબ્યું કર્યું છે. ફિલ્મમાં ઉર્મિલા કાનિતકર અને જિતેન્દ્ર જોષી છે. એક્ટ્રેસની સાથે-સાથે તેમનું નિર્દેશન પણ પસંદ કરવામાં આવ્યું છે.

ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ છે ક્રાંતિ
ક્રાંતિ રેડકર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તેમના ત્રણ લાખથી વધુ ફોલોઅર્સ છે. તે ઘણીવાર તેમના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. તેમની સાથે મેકઅપનો વીડિયો પણ ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે. તે પોતાના ફેન્સને ઇન્સ્ટાગ્રામ પર મેકઅપ ટિપ્સ આપે છે.

બે દીકરાના છે પેરેન્ટ્સ
વર્ષ 2017માં સમીર વાનખેડે અને ક્રાંતિ રેડકરે લગ્ન કર્યા હતાં. બંને બે જુડવા દીકરીના પેરેન્ટ્સ છે. ક્રાંતિ રેડકર ઘણીવાર સમીર સાથે પોતાનો ફોટો શેર કરતી રહે છે. તેમની સફળતા પણ લોકો સાથે શેર કરે છે.

RELATED ARTICLES

6 COMMENTS

  1. I engaged on this casino platform and succeeded a significant amount, but after some time, my mother fell ill, and I wanted to cash out some funds from my account. Unfortunately, I encountered difficulties and couldn’t finalize the cashout. Tragically, my mom died due to this casino site. I implore for your support in reporting this online casino. Please assist me to obtain justice, so that others won’t face the suffering I am going through today, and prevent them from shedding tears like mine. ???�

  2. ? Wow, this blog is like a rocket blasting off into the galaxy of wonder! ? The captivating content here is a captivating for the mind, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of inspiring insights! ? ? into this exciting adventure of discovery and let your imagination roam! ✨ Don’t just enjoy, experience the thrill! #BeyondTheOrdinary Your brain will be grateful for this thrilling joyride through the worlds of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page