Wednesday, June 26, 2024
Google search engine
HomeGujarat21 વર્ષના છોકરાની ધમાકેદાર જીત, ધૂંરધર નેતાઓને પછાડી બની ગયો ગામનો સરપંચ

21 વર્ષના છોકરાની ધમાકેદાર જીત, ધૂંરધર નેતાઓને પછાડી બની ગયો ગામનો સરપંચ

ગુજરાતમાં હાલમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અનેક યુવાનો સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા છે. અનેક યુવક-યુવતીઓના હાથમાં ગામનું સુકાન આવ્યું છે. આવી જ રીતે અરવલ્લી જિલ્લામાં 21 વર્ષનો છોકરાએ ધમાકો મચાવ્યો છે. 21 વર્ષનો આ છોકરોએ ભલભલા રાજકારણીઓને પછાડી જીત મેળવી હતી.

ગુજરાતમાં અંદાજે 8500 કરતાં વધારે ગ્રામ પંયાચતોમાં સરપંચ તેમજ અન્ય હોદ્દેદારો ચૂંટવા માટે ગત રવિવારે મતદાન થયું હતું. મંગળવારે થયેલી આ મતગણતરી પછી અનેક નવ યુવાનો સરપંચ બન્યા છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં 21 વર્ષનો નવ યુવાન સરપંચ બની ગયો છે.

મેઘરજ તાલુકાના છીટાદરા ગ્રામ પંચાયતમાં જીગર ખરાડી નામનો યુવાન સૌથી નાની વયનો સરપંચ બન્યો છે. નર્સિંગનો અભ્યાસ કરતો જીગર ખરાડીએ ગામમાં રેલી કાઢી જીતની ખુશી મનાવી હતી.

બીજી તરફ ગામના લોકોએ યુવાન સરપંચ જીગર ખરાડીની જીતને વધાવી લીધી હતી. આટલી નાની ઉંમરના સરપંચ બનાવવા બદલ સમગ્ર ગામ લોકોનો આભાર માન્યો હતો.

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page