Monday, June 24, 2024
Google search engine
HomeGujaratબૂલેટ પર પિસ્તોલ સાથે સ્ટંટ કરનારના થયા આવા હાલ, હાથ જોડીને માંગવા...

બૂલેટ પર પિસ્તોલ સાથે સ્ટંટ કરનારના થયા આવા હાલ, હાથ જોડીને માંગવા લાગ્યા માફી

સુરત શહેરમાં યુવાનો સોશિયલ મીડિયા ઉપર અલગ અલગ પ્રકારના વીડિયો વાઈરલ કરતા હોય છે. સમયાંતરે અનેક વિવાદાસ્પદ વીડિયો સામે આવતા રહે છે. ફરી એક વીડિયો વાઈરલ થયો હોવાનું સામે આવ્યું છે. વીડિયોમાં યુવક તેના મિત્ર સાથે બાઈક ઉપર બેસીને હાથમાં ‘પિસ્તોલ’ રાખે છે અને જાહેર સ્થળો ઉપર સિગારેટ પીતો પીતો પસાર થાય છે.

આ વીડિયો ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા ઉપર વાઈરલ થયો છે. એક તરફ રાત્રી કર્ફ્યુના નિયમનું ઉલ્લંઘન છે તો બીજી તરફ આ શખ્સ કાયદો-વ્યવસ્થાના ડર વગર ફરતો દેખાઈ રહ્યો છે. દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરી આરોપી ઝડપાઈ ગયા હોવાની માહિતી આપી હતી.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરી
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે, સ્ટંટ કરતા બંને યુવાનોને ઝડપી પાડવામાં આવ્યા છે. વાઈરલ થયેલો વીડિયો 14 ડિસેમ્બરનો છે. વીડિયો જે પિસ્તોલ દેખાઈ રહી છે તે લાઈટર છે. આવા ગુનાઓમાં વધુ સચેત છીએ.

યુવાનોમાં વીડિયો વાઈરલ કરવાનો એક પ્રકારનો ક્રેઝ
યુવાનો સોશિયલ મીડિયા ઉપર સસ્તી પ્રસિદ્ધિ માટે કાયદાનું ઉલ્લંઘન કરીને સ્ટંટ કરતા અવારનવાર વીડિયો વાઈરલ કરતા હોય છે. આ વીડિયોમાં પણ જે યુવક છે તેનું નામ નિક ઓડેદરા હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ અગાઉ પણ તેણે પોતાના સોશિયલ મીડિયા ઉપર આવા અનેક વીડિયો મુક્યા હોવાનું પણ જણાય આવે છે. જે વીડિયો વાઈરલ થયો છે તેમાં તેના હાથમાં પિસ્તોલ જેવું દેખાઈ રહ્યું છે. તે રીયલ પિસ્તોલ છે કે એર ગન લઈને ફરી રહ્યો છે તે તપાસનો વિષય છે.

નજીકના સૂત્રોના કહેવા પ્રમાણે એ પિસ્તોલ પણ રીયલ છે અને આવી રીતે ઘણીવાર વીડિયો પોસ્ટ કરતો હોવાનું જાણવા મળ્યું છે. પોતાના વિસ્તારમાં તેમજ સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવા માટે આ પ્રકારના વીડિયો વાઈરલ કરવાનો એક પ્રકારનો ક્રેઝ ઊભો થતો દેખાઈ રહ્યો છે.

યુવાનોને કાયદાનું ઉલ્લંઘન કરવાનો પણ ડર લાગતો નથી
યુવાનોમાં સોશિયલ મીડિયાને લઈને એટલો ક્રેઝ છે કે અનેક વખત કાયદાનું ઉલ્લંઘન કરવાનો પણ તેમને ડર લાગતો નથી. ભૂતકાળમાં પણ જ્યારે આવા વીડિયો વાઈરલ થાય છે ત્યારે પોલીસ દ્વારા કડક હાથે કામગીરી કરવામાં આવે અને દાખલો બેસાડવામાં આવે તો આવા યુવાનો જે પ્રસિદ્ધિ મેળવવા સ્ટંટ કરતા હોય છે તેને રોકી શકાય.

કોરોના સંક્રમણને કારણે હવે રાત્રે કર્ફ્યૂના નિયમોનું પાલન સખ્તાઇપૂર્વક કરાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. તેવા સમયે આવા યુવાનો મોડી રાત સુધી ખુલ્લામાં હથિયારો લઇને ફરતા હોય ત્યારે પોલીસ પેટ્રોલિંગની કામગીરી ઉપર પ્રશ્ન સ્વાભાવિક રીતે જ ઊભો થાય છે.

RELATED ARTICLES

6 COMMENTS

  1. As principais vantagens incluem fornecedores de software de alta qualidade, bate-papo online 24/7 e design móvel. Quais fornecedores de software alimentam os jogos do Booi Casino?

  2. Hello! This is my first visit to your blog! We are a collection of
    volunteers and starting a new initiative in a community in the same niche.
    Your blog provided us useful information to work on. You have done a wonderful job!

  3. ww88bet ?? t?o nên m?t cau chúc bu?i sáng y ngh?a và ??y c?m xúc, chúng ta c?n l?a ch?n nh?ng t? ng? thích h?p. ??u tiên, h?y b?t ??u v?i m?t l?i chào t?t ??p nh? “Chào bu?i sáng

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page