Monday, June 24, 2024
Google search engine
HomeGujaratમહેશ સવાણીએ હનીમૂન પર મોકલેલી દીકરીઓ આવી રીતે કરે છે મોજ, જુઓ...

મહેશ સવાણીએ હનીમૂન પર મોકલેલી દીકરીઓ આવી રીતે કરે છે મોજ, જુઓ તસવીરો

સુરતમાં પીપી સવાણી ગ્રુપ દ્વારા સમૂહલગ્નના યુગલો માટે મનાલ પ્રવાસનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહલગ્નમાં પ્રભુતામાં પગલાં માંડનાર કપલો હાલ મનાલી પ્રવાસ પર છે. આ કપલ મનાલીમાં હનીમૂન પર ખૂબ ખુશ દેખાઈ રહ્યા છે. હનીમૂનની ખુશી કપલ્સના ચહેરા પણ પણ જોઈ શકાય છે. મનાલીના રોમેન્ટિક માહોલમાં કપલ્સ વીડિયો બનાવીને સોશ્યલ મીડિયામાં અપલોડ કરી રહ્યા છે. આવો જ એક વીડિયો ખુદ પીપી સવાણી ગ્રુપના મહેશ સવાણીએ અપલોડ કર્યો છે. જેમાં એક નવપરિણીતા ત્યાંનો માહોલ વર્ણવી રહી છે.

હાલ નવદંપતીઓ મનાલીમાં વરસતા બરફ વચ્ચે હનીમૂન મનાવી રહ્યા છે. તેઓ ત્યાં થઈને ખૂબ આનંદમાં આવી ગયા છે. આ કપલ્સમાંથી એક નવપરિણીતાએ વીડિયો ઉતારી સોશયલ મીડિયા પર અપલોડ કર્યો છે.

વીડિયોમાં નવપરિણીતાએ જણાવ્યું હતું કે અમે 10 દિવસ માટે હનીમૂન માટે મનાલી આવ્યા છીએ, અને બહુ જ ખુશ છીએ. રૂમની સુવિધા પણ બહુ મસ્ત છે. ટ્રેનથી લઈને બસમાં લઈ જવાનું આયોજન પણ સરસ છે. રૂમ પણ બહુ મસ્ત છે. નાસ્તા અને જમાવાનું પણ જોરદાર છે.

વીડિયોમાં યુવતીએ ગેલેરી, હોટેલના રૂમ, બાથરૂમ અને લોબીના દૃશ્યો દેખાડ્યા હતા. યુવતી છેલ્લે મેસેજ આપતાં કહે છે કે અમારા પપ્પા મહેશભાઈ સવાણી અમે બહુ જ ખુશ છીએ. તમારો લાખ લાખ આભાર.અમે અમારા પરિસ્થિતિ પ્રમાણે જીવનમાં પણ મનાલી ન જઈ શકેત. પણ અત્યારે એમ લાગે છે કે બધુ જ મળી ગયું. કંઈ જોઈતું જ નથી.

નોંધનીય છે કે પીપી સવાણી ગ્રુપ દ્વારા 4 અને 5 ડિસેમ્બર ચૂદડી મહિયરની સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 300 યુગલોકએ ફેરા લીધા હતા. જે અંતર્ગત યુગલોોના પ્રથમ ગ્રુપને મનાલી પ્રવાસે મોકલવામાં આવ્યા હતા.

તમામ યુગલોને સુરતમાં એક સાથે એકત્ર કરી મહેશભાઈ સવાણી દ્વારા પ્રવાસનું શિડ્યુલ અને આયોજનની સમજૂતી આપવામાં આવી હતી. ત્યાર બાદ તમાને ટ્રેન દ્વારા મનાલી પ્રવાસમાં રવાના કરવામાં આવ્યા હતા.

રેલ્વે સ્ટેશન પર તમામ કપલ પીળા રંગની ટીશર્ટ પહેરીને આવ્યા હતા. તમામ કપલના ચહેરા પર હનીમૂનની ખુશીનો આનંદ જોઈ શકાતો હતો. તમામે હસતા ચહેરે પોઝ આપ્યા હતા.

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket soaring into the universe of endless possibilities! ? The mind-blowing content here is a thrilling for the mind, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of inspiring insights! #AdventureAwaits Embark into this thrilling experience of discovery and let your imagination roam! ✨ Don’t just enjoy, immerse yourself in the thrill! #BeyondTheOrdinary Your mind will thank you for this exciting journey through the realms of discovery! ?

  2. I participated on this online casino site and won a considerable sum of money, but later, my mom fell ill, and I wanted to withdraw some money from my balance. Unfortunately, I experienced difficulties and could not complete the withdrawal. Tragically, my mother passed away due to such online casino. I request for your assistance in lodging a complaint against this online casino. Please help me in seeking justice, so that others won’t undergo the pain I am going through today, and prevent them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page