Wednesday, June 26, 2024
Google search engine
HomeBollywoodજેઠાલાલનો રોલ ઓફર થયો હતો ગુજરાતના જમાઈને, આ એક કારણથી ઠુકરાવી દીધો...

જેઠાલાલનો રોલ ઓફર થયો હતો ગુજરાતના જમાઈને, આ એક કારણથી ઠુકરાવી દીધો હતો

મુંબઈઃ હાલમાં જ એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે લોકપ્રિય ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલનું પાત્ર દિલીપ જોષી પહેલાં રાજપાલ યાદવને ઓફર કરવામાં આવ્યું હતું. રાજપાલે પણ આ વાત સ્વીકારી કે તેને જેઠાલાલનું પાત્ર ઓફર થયું હતું અને તેણે રોલ ઠુકરાવી દીધો હતો. ઉલ્લેખનીય છે કે રાજપાલ યાદવે બીજા લગ્ન મૂળ ગુજરાતી છે.

રાજપાલ યાદવે આરજે સિદ્ધાર્થ કનનના શોમાં આ અંગે વાત કરી હતી. 28 જુલાઈ, 2008ના રોજ ‘તારક મહેતા..’ સિરિયલ શરૂ થઈ હતી. એક અઠવાડિયા બાદ આ સિરિયલને 13 વર્ષ પૂરા થઈ રહ્યાં છે. આ શોમાં દિલીપ જોષીએ જેઠાલાલનું પાત્ર ભજવ્યું છે. આ સિરિયલથી દિલીપ જોષી ઘેર-ઘેર લોકપ્રિય થયા છે. આજે રિયલ લાઇફમાં પણ દિલીપ જોષીને જેઠાલાલ કહીને ચાહકો બોલાવે છે.

જેઠાલાલ’ને ના કહેવાનો કોઈ પસ્તાવો નથીઃ જ્યારે રાજપાલ યાદવને પૂછવામાં આવ્યું કે તેણે જેઠાલાલનો રોલ ઠુકરાવી દીધું તો તેને કોઈ પસ્તાવો છે કે નહીં તો તેણે જવાબ આપ્યો હતો કે ના. જેઠલાલના પાત્રની ઓળખ એક સારા અદાકાર તથા એક સારા એક્ટરના હાથમાં થઈ છે અને તે દરેક પાત્રને કોઈ કલાકારનું પાત્ર માને છે. તેઓ બધા મનોરંજનના માર્કેટમાં છે અને કોઈ કલાકારના પાત્રને તે પોતાના પાત્રમાં ફિટ કરવા માગશે નહીં.

અન્ય કલાકારે રચેલા પાત્રને નિભવવા તૈયાર નથીઃ વધુમાં રાજપાલ યાદવે કહ્યું હતું કે તેને લાગે છે કે જે પણ પાત્ર બને, તે રાજપાલ યાદવ માટે બને અને તેને આમ કરવાનું સૌભાગ્ય મળે. જોકે, અન્ય કલાકારે લોકપ્રિય કરેલા પાત્રને તે ક્યારેય ભજવશે નહીં.

કોમેડી ટાઇમિંગ માટે લોકપ્રિયઃ રાજપાલ યાદવ પોતાની જબરજસ્ત કોમિક ટાઇમિંગ માટે જાણીતો છે. ‘ચુપકે ચુપકે’, ‘હંગામા’, ‘ફિર હેરા ફેરી’, ‘ઢોલ’ જેવી અનેક ફિલ્મમાં તેની કોમેડી વખાણાઈ છે. 1999માં ‘દિલ ક્યા કરે’માં વોચમેનના પાત્રથી રાજપાલ યાદવે કરિયરની શરૂઆત કરી હતી. રાજપાલે પોતાના દમ પર બોલિવૂડમાં ઓળખ બનાવી છે.

આ કલાકારોને ઑફર થયું હતું જેઠલાલનું પાત્રઃ ચર્ચા હતી કે જેઠલાલનું પાત્ર અલી અસગર, કિકુ શારદા, અહસાન કુરૈશી તથા યોગેશ ત્રિપાઠીને ઓફર કરવામાં આવ્યું હતું, પરંતુ તમામે ના પાડી દીધી હતી.

 

RELATED ARTICLES

2 COMMENTS

  1. Posting yang luar biasa! 🌟 Apakah penulis dari blog ini mendapatkan penghasilan? Saya ingin mendaftar! Atau di mana saya bisa meninggalkan email saya untuk menerima postingan langsung?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page