Wednesday, June 26, 2024
Google search engine
HomeNationalરુંવાટા ઉભા કરી દેતો બનાવ, એવું તે શું બન્યું કે ભાઈઓએ ખુદ...

રુંવાટા ઉભા કરી દેતો બનાવ, એવું તે શું બન્યું કે ભાઈઓએ ખુદ પોતાની બહેનને જીવતી કાપી નાખી

ઓનર કિલિંગની એક રુવાંટા ઉભા કરી દે તેવી ઘટના સામે આવી છે. જેમાં બજાર વચ્ચે એક યુવતીની તેના ભાઈઓએ તીક્ષણ હથિયારથી હુમલો કરીને હત્યા કરી દીધી છે. બંને ભાઈઓએ હુમલો કર્યો છતાં કોઈ મદદ માટે આવ્યું નહોતું. લોહીથી લથબથ બેહેને તડપી તડપીને આંખો મીચી દીઘી હતી. યુવતીએ ચાર મહિના પહેલાં પ્રેમી સાથે લવ મેરેજ કરતાં તેના ભાઈઓ નારાજ હતા, જેના કારણે તેમણે બહેનની સરાજાહેર ઘાતકી હત્યા કરી નાખી હતી.

આ બનાવ પંજાબના તરનતારન જિલ્લાનો છે. બન્ને ભાઈઓએ ધારદાર હથિયારથી બહેન પર હુમલો કર્યો હતો. યુવતી પાંચ મિનિટ તડપતી રહી હતી પણ કોઇએ તેની મદદ કરી ન હતી અને પછી તેનું મોત થયું હતું. પોલીસે મૃતક યુવતીના સગા ભાઇ રોહિત અને પિતરાઇ ભાઇ અમર સામે હત્યાનો કેસ નોંધ્યો છે. હાલ આરોપી ફરાર છે.

પ્રાપ્ત વિગત મુજબ કસ્બે પટ્ટી ગામની રહેવાશી સ્નેહા નામની યુવતી રાજન જોશન નામના યુવક સાથે પ્રેમમાં હતી. બન્નેનો પ્રેમ યુવતીના પરિવારને પસંદ ન હતો. આમ છતા બન્ને પ્રેમીઓએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. ત્રણ મહિના પહેલા સ્નેહાએ પોતાના પરિવારજનોની વિરુદ્ધમાં જઈને સ્થાનિક કોર્ટમાં રાજન સાથે લગ્ન કરી લીધા હતા. આ વાતને લઇને સ્નેહાના ભાઇ અને માતા બન્ને વિરુદ્ધમાં હતા.

દરમિયાન શુક્રવારે રાત્રે સ્નેહા ઘરેથી સામાન લેવા માટે બજાર ગઈ હતી. પહેલા જ ઘાત લગાવીને બેસેલા સ્નેહાના ભાઈઓએ તેને રસ્તામાં રોકી લીધી હતી. તેમણે સ્નેહાને થપ્પડો મારી હતી અને આ પછી ધારદાર હથિયારથી હત્યા કરી દીધી હતી. આખી ઘટના અઢી મિનિટમાં બની હતી.

હત્યા કરીને બન્ને ભાઈઓ ફરાર થઇ ગયા હતા. પોલીસે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે યુવતીનો પરિવાર પ્રેમ લગ્નથી ખુશ ન હતો. જેથી યુવતીને મોતને ઘાટ ઉતારી છે. બાદમાં પોલીસે બંને ભાઈઓ રોહિત અને અમરને ઝડપીને જેલના હવાલે કર્યા હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page