Wednesday, June 26, 2024
Google search engine
HomeBollywoodટપુ પહેલા આ સીનિયર એક્ટર સાથે લાઇફ સેટ કરવા તૈયાર હતી બબીતા,...

ટપુ પહેલા આ સીનિયર એક્ટર સાથે લાઇફ સેટ કરવા તૈયાર હતી બબીતા, કોણ છે આ?

મુંબઈઃ ગઈ કાલે ટીવી જગતમાં મોટો ધડાકો થયો હતો. બબીતા અને ટપુ એકબીજાના અનહદ પ્રેમમાં હોવાના કાલે સમાચાર આવ્યા હતા. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં બબીતાનું પાત્ર ભજવતી મુનમુન દત્તાનું તેનાથી 9 વર્ષ નાના ટપુ એટલે કે રાજ અનડકટ સાથે અફેર ચાલી રહ્યું છે. બંનેના પરિવાર પણ આ સંબંધો અંગે રાજી છે. ચર્ચા એવી પણ છે કે બંને લગ્ન કરવાના છે.

સૂત્રોના મતે, મુનમુન દત્તા તથા રાજ એકબીજાના ગાઢ પ્રેમમાં છે. બંને આ સંબંધ અંગે ઘણા જ ગંભીર છે. મુનમુન દત્તા તથા રાજ અનડકટના સંબંધોની જાણ સીરિયલના તમામ કલાકારો તથા ક્રૂ મેમ્બર્સ છે. શૂટિંગ પર સીરિયલના લાકારો બંનેના પ્રેમ અંગે કોઈ મજાક ઉડાવતા નથી અને તેમના પ્રેમને ઘણું જ માન આપે છે. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે મુનમુન તથા રાજ વચ્ચે છેલ્લા ઘણા સમયથી અફેર ચાલે છે. જોકે વાત છેક હવે બહાર આવી છે.

ટપુ પહેલાં આ એક્ટર સાથે બબીતા લગ્ન કરવાની હોવાની વાત વહેતી થઈ હતી
મુનમુન દત્તા ટીવીના સિનિયર એક્ટર સાથે લગ્ન કરવાની હોવાની વાત વહેતી થઈ હતી. એક સમયે મુનમુન દત્તાના લગ્નની ચર્ચા ટીવી એક્ટર વિનય જૈન સાથે થતી હતી.

વિનય જૈને ‘આંધી’, ‘ઇશ્ક સુભાન અલ્લાહ’, ‘દેખ તમાશા દેખ’ તથા ‘સ્વાભિમાન’ જેવી સિરિયલમાં કામ કર્યું છે. મુનમુન તથા વિનય ઘણીવાર સાથે પણ જોવા મળ્યા હતા.

આથી જ વિનય જૈને અને મુનમુન દત્તાના લગ્નની ચર્ચા થવા લાગી હતી. જોકે, પછી મુનમુને સ્પષ્ટતા કરી હતી કે તેઓ માત્ર મિત્ર છે. તે કરિયર પર ફોકસ કરવા માગે છે.

13 વર્ષ પહેલાં અરમાન કોહલીને કરતી હતી ડેટ
નોંધનીય છે કે મુનમુન દત્તામાં 13 વર્ષ પહેલાં એક પુરુષ હતો. 2008માં મુનમુન દત્તાનાં સંબંધો બોલિવૂડ એક્ટર અરમાન કોહલી સાથે હતાં. બબિતા જ્યારે અરમાનને ડેટ કરતી ત્યારે તેની ઉંમર 21 વર્ષ હતી. તો અરમાન કોહલી 36 વર્ષનો હતો. એટલે કે મુનમુન દત્તા પોતાનાથી 15 વર્ષ મોટા અરમાનને ડેટ કરતી હતી. થોડાજ વખતમાં મુનમુન દત્તા અને અરમાન કોહલીના સંબંધોમાં કડવાશ આવી હતી.

અરમાન કોહલીએ મુનમુન દત્તાને માર માર્યો હતો 
વર્ષ 2008માં મોરેશિયસ અરમાન તથા મુન મુન દત્તા વેલેન્ટાઈન ડે સેલિબ્રિટ કરવા ગયા હતાં. કોઈ વાત પર આ બંને વચ્ચે ઝઘડો થયો હતો અને ગુસ્સામાં અરમાન કોહલીએ પોતાની પ્રેમિકા મુન મુન દત્તાને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો, આટલું જ નહીં અરમાને પોતાનો જીવ લેવાનો પણ પ્રયાસ કર્યો હતો. અરમાનની મોરેશિયસમાં ધરપકડ પણ કરવામાં આવી હતી. કોર્ટમાં અરમાને દંડ પણ ભરવો પડ્યો હતો.

ડોલી બ્રિન્દ્રાએ ઝગડો કર્યો હતો શાંત
ડોલી બ્રિન્દ્રા અને તેનો પતિ કૈઝાદ પણ આ સમયે ત્યાં જ હતાં, તેમણે મુન મુન દત્તાનો જીવ બચાવ્યો હતો. ડોલીની જણાવ્યા પ્રમાણે, અરમાને પોતાના મગજ પરનો કાબૂ ગુમાવી દીધો હતો અને તે બિલ્ડિંગ પરથી નીચે કૂદકો મારવા જતો હતો.

RELATED ARTICLES

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page