Wednesday, June 26, 2024
Google search engine
HomeFeature Rightમમ્મી-પપ્પાએ ઠપકો શું આપ્યો, આ ટેણીયાએ પોતાનું બનાવ્યું અલગ જ ઘર

મમ્મી-પપ્પાએ ઠપકો શું આપ્યો, આ ટેણીયાએ પોતાનું બનાવ્યું અલગ જ ઘર

મેડ્રિડઃ માતા-પિતાના ઠપકાની અસર એક બાળક પર એવી થઈ કે તેની પર કંઈક કરવાનું ઝનૂન સવાર થયું. 14 વર્ષની વયે જ તેણે ઘરના ગાર્ડનમાં ખોદકામ શરૂ કરી દીધું. હવે 6 વર્ષ બાદ આ બાળકની મહેનત રંગ લાવી છે અને દીકરાની પ્રતિભાથી માતા-પિતા પણ ખુશ થયા હતા.

આ કહાણી સ્પેનના આંદ્રેસ કૈંટોની છે. જ્યારે તે 14 વર્ષનો હતો ત્યારે તેના માતા-પિતાએ તેને ટ્રેકસૂટ પહેરી પાસેના ગામ જવાનો ઈન્કાર કર્યો હતો. જે પછી આંદ્રેસે માતા-પિતા સાથે દલીલો પણ કરી હતી. આ ઘટના બાદ આંદ્રેસે ગુસ્સામાં આવી ઘરમાં રહેલા ઓજારો વડે બગીચાને ખોદવાનું શરૂ કરી દીધું. ગુસ્સામાં શરૂ કરેલ કામે ઝનૂનનું સ્વરૂપ લીધું. 6 વર્ષ બાદ 20 વર્ષના થયેલા આંદ્રેસ પાસે એક અંડરગ્રાઉન્ડ ઘર છે. જેમાં તેનું લિવિંગ રૂમ અને બેડરૂમ જોઈ શકાય છે.

આંદ્રેસ હાલ તો એક એક્ટર છે. આંદ્રેસ કૈંટોએ કહ્યું કે- નિરાશામાં તેણે સ્પેનના લા રોમાના શહેરમાં શરૂ કરેલા પોતાના ઘરના બગીચાને ખોદવાનું કામ ક્યારેય બંધ કર્યું નહોતું. તે સ્કૂલથી પરત આવ્યા બાદ રોજ સાંજે ખોદકામ કરતો હતો. અમુક સમય બાદ ખોદકામમાં તેનો મિત્ર એન્ડ્ર્યુ પણ હવાથી ચાલતી ડ્રીલ મશીન સાથે જોડાયો હતો. પછી તે બંને મિત્રો ઝડપી ગતિએ દર અઠવાડિયે 14 કલાક જેટલો સમય ખોદકામમાં પસાર કરતા હતા.

કૈંટોએ જણાવ્યું કે, ક્યારેક-ક્યારેક ખોદકામ દરમિયાન મોટા પત્થર મળવાને કારણે તમામ મહેનત બગડતી હતી. પ્રારંભમાં આંદ્રેસ બધી માટી હાથથી ડોલમાં નાંખી કાઢતો હતો. તે પછી ખોદકામ સંબંધિત શીખવાનો અભ્યાસ કર્યો અને તેના થકી એક યોગ્ય સિસ્ટમથી માટી બહાર નીકાળવાનું શરૂ કર્યું.

કૈંટોએ પોતાના રૂમને આકાર આપવાનું શરૂ કર્યું તો દરેક રૂમની એન્ટ્રેસને આર્ચ શેપ આપવાનો નિર્ણય કર્યો અને ઘર ધરાશાયી ના થાય તે માટે પિલ્લર બનાવવાનો નિર્ણય કર્યો. કૈંટોના મતે તેણે આ સંપૂર્ણ બાંધકામ માટે 50 યુરોનો ખર્ચ કર્યો હતો.

આંદ્રેસના 2 રૂમવાળા આ ઘરમાં હાલ હિટીંગ અને મ્યૂઝિક સિસ્ટમની સાથે વાઈફાઈ પણ ઉપલબ્ધ છે. કૈંટોએ એક રીતે ગરમીના સમયે આરામ કરવા માટેનું સ્થળ બનાવી લીધું છે. કૈંટોના મતે ગરમીના સમયે પણ અહીં માત્ર 20-21 ડિગ્રી તાપમાન રહે છે.

કૈંટોના મતે આ બાંધકામથી તેના માતા-પિતાને કોઈ સમસ્યા નથી. સ્થાનિક તંત્રના અધિકારીઓ તપાસ માટે આવ્યા હતા અને તેને બેઝમેન્ટ ગણાવી કાયદાકીય સ્ટ્રક્ચર પર મોહર લગાવી જતા રહ્યાં હતા.

RELATED ARTICLES

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page