Wednesday, June 26, 2024
Google search engine
HomeFeature RightVideo: પીળી સાડીવાળી મહિલા અધિકારીએ સપના ચૌધરીના ફેમસ સોંગ પર પર કર્યો...

Video: પીળી સાડીવાળી મહિલા અધિકારીએ સપના ચૌધરીના ફેમસ સોંગ પર પર કર્યો હટકે ડાન્સ

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી દરમિયાન પીળી સાડીવાળી મહિલા રાતોરાત ફેમસ થઈ ગઈ હતી. પીડબલ્યુડી ઓફિસર રીના દ્વિવેદી જ્યારે પીળી સાડી પહેરીને ઈલેક્શન બૂથ પર પહોંચ્યા હતાં ત્યારે ચર્ચામાં આવી ગયા હતાં. રીનાની તસવીરો બહુ જ વાયરલ થઈ હતી. એકવાર ફરીથી આ પીળી સાડીવાળી મહિલા અધિકારી ચર્ચામાં આવી છે.

આ વખતે તેમણે પીળી નહીં પરંતુ લીલી સાડી પહેરીને જોવા મળી હતી અને હરિયાણવી સોંગ પર ઠુમકા લગાવી રહી છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થયો છે. નોંધનીય છે કે, લોકસભા ચૂંટણી સમયે પણ આ મહિલા અધિકારીની તસવીરો વાયરલ થઈ હતી.

 

View this post on Instagram

 

Mehndi dance????

A post shared by Reena Dwivedi (@diwedi_reena) on

ચૂંટણી બાદ પણ રીના દ્વિવેદી અંગે લોકોને ક્રેઝ વધતો ગયો હતો. લોકોએ ફેસબુક અને ટિકટોક પર તેને ફોલો કરવાનું શરૂ કરી દીધું હતું. ચૂંટણી બાદ તેના ટિકટોક પર અનેક વીડિયો વાયરલ થયાં હતાં. રીના દ્વિવેદીનો આ હરિયાણવી સોંગ પર ડાન્સ વીડિયો વાયરલ થયો હતો.

સપના ચૌધરીના ‘તેરી આખ્યા કા કાજલ’ ફેમસ સોંગ પર રીનાએ ઠુમકા લગાવ્યાં હતાં. આ વાયરલ વીડિયોમાં તેણે ડાર્ક લીલા રંગની સાડીમાં જોવા મળી છે. સપના ચૌધરીની જેમ જ ડાન્સ સ્ટેપ્સ કરી રહી છે. આ વીડિયો કોઈ લગ્ન સમારોહનો હોય તેવું લાગી રહ્યું છે.

RELATED ARTICLES

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page