Wednesday, June 26, 2024
Google search engine
HomeNational17 વર્ષની જ ઉંમરમાં 27 વર્ષના યુવક સાથે લગ્ન કર્યાં પછી યુવતીએ...

17 વર્ષની જ ઉંમરમાં 27 વર્ષના યુવક સાથે લગ્ન કર્યાં પછી યુવતીએ લીધા છૂટાછેડા

આપણાં દેશની એક ખાસિયત છે કે, તે સંઘર્ષપૂર્ણ કહાનીઓથી ભરેલો છે. દરેક ગામ અને શહેરમાં ઘણાં યુવક-યુવતી એવા છે જે પડકારોને સ્વીકારીને લાંબી લડાઈ લડીને પોતાના મુકામ પર પહોંચે છે. આજે મહિલાઓ પ્લેન પણ ઉડાવી રહી છે અને કેટલીક ડોક્ટર પણ બનીને લોકોની સેવા કરી રહી છે. એટલું જ નહીં કેટલીક મહિલાઓ દેશના મોટા હોદ્દા પર પણ છે અને મહત્ત્વપૂર્ણ રોલ પ્લે કરી રહી છે. આવી જ એક કહાની છે અનીતા શર્માની જે પરિણીત હોવા છતાં અનેક મુશ્કેલીમાંથી પસાર થઈને DSP બનીને દેશની સેવા કરી રહી છે.

એક સમય હતો જ્યારે અનીતા સંઘર્ષભર્યું જીવન જીવી રહી હતી અને તેની સામે બીજો કોઈ રસ્તો નહોતો. 17 વર્ષની ઉંમરમાં તેમના 27 વર્ષના યુવક સાથે લગ્ન થયા અને તેમને ગંભીર આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પણ આ બધા વચ્ચે કંઈક કરવાનું ઝૂનુન હતું અને તેમને સફળતા મેળવવાની હતી. અનીતાએ જીવનમાં આગળ વધવાનું નક્કી કર્યું અને છૂટાછેડા લઈ લીધા હતાં. જોકે, છૂટાછેડા પાછળ તેમના પડકારો નહીં પણ તેમની પતિ સાથે ઉંમરનું અંતર અને અંગત અસંમજસ હતી.

પરિવારવાળાઓએ પરંપરા નિભાવવા માટે સગીર ઉંમરમાં જ લગ્ન કરાવી દીધા પણ અનીતાએ ભણવાનું ચાલું રાખ્યું હતું. તેમને ગ્રેજ્યુએશન પણ કર્યું અને સરકારી પરીક્ષાની તૈયારી પણ કરી હતી જોકે, ગ્રેજ્યુએશનના ત્રીજા વર્ષની પરીક્ષા આપતી વખતે તેમના પતિનું એક્સિડન્ટ થયું અને તેમને સ્ટડીમાંથી બ્રેક લેવો પડ્યો હતો. આ દરમિયાન તેમણે બેન્કની પરીક્ષા પાસ કરી લીધી 3 વર્ષમાં ગ્રેજ્યુએશન પુરું ના કરવાને લીધે તેમણે આ તક પણ ગુમાવી દીધી હતી. પણ જ્યારે જીવનમાં કંઈક કરવાનું નક્કી કરી લો તો નસીબ વચ્ચે કોઈ આવતું નથી.

પતિના એક્સિડન્ટ પછી ઘરની જવાબદારી અનીતા પર આવી ગઈ તેમણે ક્રેશ કોર્સ કર્યો અને પાર્લરમાં કામ કરતાં-કરતાં ઘર ચલાવ્યું હતું. આ સાથે જ વન વિભાગની પરીક્ષાની પણ તૈયારી કરી હતી. અનીતાની મહેનત રંગ લાવી તેમણે 4 કલાકમાં 14 કિલોમીટર પગપાળા ચાલીને વન વિભાગની પરીક્ષા પાસ કરી અને તેમને વર્ષ 2013માં બાલાઘાટમાં પહેલું પોસ્ટિંગ મળ્યું હતું, પણ અનીતા ત્યાં રોકાઈ નહીં. વનરક્ષક બન્યા ઉપરાંત તે સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષાની તૈયારી કરતી રહી હતી. તેમના નસીબમાં એક સિપાહી નહી પણ અધિકારી બનવાનું લખ્યું હતું. તે એઆઈની સાથે મધ્યપ્રદેશ લોક સેવા આયોગની પણ તૈયારી કરતી હતી.

સૌથી આશ્ચર્યજનક વાત છે કે, તે સંઘર્ષો ઉપરાંત અની પોતાના પહેલાં પ્રયત્નમાં જ લોક સેવા આયોગની પરીક્ષામાં 17મો નંબર હાંસલ કર્યો અને દરેક કેટેગરીમાં તેમણે 47મો રેન્ક હાંસલ કર્યો હતો. તે કહે છે કે, જેમને કંઈક મેળવવું હોય તે ક્યારેય રોકાતાં નથી. અનીતા એ વધુ મહેનત શરૂ કરી અને ડેપ્યુટી કલેક્ટર બનવા માટે તેમણે વર્ષ 2016માં પરીક્ષા આપી અને તેને પાસ કરી લીધી હતી. જોકે, અત્યારે ડીએસપીના પદ પર તે કાર્યરત છે. અનીતા એક ઉદાહણર છે કે, પડકારોથી ઘબરાયા વગર તે પોતાના લક્ષ્ય માટે મહેનત કરતી રહી અને સફળ જરૂર થઈ હતી.

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page