Monday, June 24, 2024
Google search engine
HomeSportsશાકિબે સ્ટમ્પ ઉખાડી ફેંક્યા અને અમ્પાયર્સને ગાળો ભાંડી, વીડિયો સોશિયલ મીડિયા પર...

શાકિબે સ્ટમ્પ ઉખાડી ફેંક્યા અને અમ્પાયર્સને ગાળો ભાંડી, વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ

ઢાકાઃ બાંગ્લાદેશી ઓલરાઉન્ડર શાકિબ અલ હસન એક નવા વિવાદમાં ફંસાયો છે. મેચ દરમિયાન શાકિબ અલ હસન અમ્પાયર્સ સાથે લડી પડી હતો. આ ઉપરાંત તેણે ગુસ્સામાં સ્ટમ્પ ઉખાડી ફેંકી દીધા અને અમ્પાયર્સને ગાળો ભાંડી હતી. શાકિબ અલ હસન મેચમાં એક વાર નહીં પરંતુ 2 વખત પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખી શક્યો નહોતો. જોકે મેચમાં તેના ગુસ્સાની બંને ઘટનાઓ હવે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. આ ઘટના સમગ્ર વિશ્વ સામે આવ્યા બાદ શાકિબ અલ હસને પોતાના વર્તન અંગે માફી માંગી હતી.

શાકિબ અલ હસને ટ્વિટર પર આ ઘટના અંગે માફી માંગી હતી. શાકિબ ટ્વિટ કરી કે,‘પ્રિય ક્રિકેટ લવર્સ અને ફેન્સ, હું તે તમામની માફી માંગુ છું જેમને મેચમાં મારા વ્યવહારથી દુઃખ થયું હોય. મારા જેવા અનુભવી ક્રિકેટર્સ પાસેથી આવી અપેક્ષા ના હોય. પરંતુ અમુકવાર તણાવભર્યા માહોલમાં આવું બને છે. હું તમામ ટીમ, ટૂર્નામેન્ટમાં સામેલ તમામ અધિકારીઓ અને આયોજકો સમક્ષ આવી ભૂલ માટે માફી માંગુ છું.

મને આશા છે કે, ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ફરી નહીં બને. સૌને મારો પ્રેમ. ઢાકા પ્રીમિયર લીગ 2021માં મોહમ્મદન સ્પોર્ટિંગ ક્લબ અને અભાની લિમિટેડ વચ્ચે મેચ રમાઈ રહી હતી. આ મેચમાં 2 વખત શાકિબનો ગુસ્સો હદ બહાર જતો જોવા મળ્યો હતો.

શાકિબ બોલિંગમાં આવ્યો ત્યારે પોતાની પ્રથમ ઓવરમાં જ મુશ્ફિકુર રહીમને માત આપી હતી. આ સમયે શાકિબે અપીલ કરી પરંતુ અમ્પાયર્સે મુશ્ફિકુરને આઉટ ના આપ્યો. જે પછી શાકિબ અમ્પાયર પર ભડકી બુમો પાડવા લાગ્યો અને સ્ટમ્પ પર લાત મારી હતી.

શાકિબ મેચમાં ફરી એકવાર પોતાનો ગુસ્સો દેખાડતો જોવા મળ્યો. આ સમયે તેણે સ્ટમ્પ ઉખાડી જમીન પર ફેંકી દીધા હતા અને ફરી અમ્પાયર્સને અપશબ્દો બોલ્યા હતા. શાકિબનું વર્તન એક આંતરરાષ્ટ્રીય ખેલાડીને શોભે તેવું જરાય નહોતું.

શાકિબનું કરિયર
બાંગ્લાદેશના ત્રણેય ફોર્મેટ્સમાં રમનાર શાકિબ અલ હસને ટેસ્ટ ક્રિકેટમા 57 મેચમાં 210 વિકેટ ઝડપી હતી. વન-ડે ક્રિકેટમાં શાકિબના નામે 210 મેચમાં કુલ 267 વિકેટ છે. ટી-20 ઈન્ટરનેશનલમાં 76 મેચમાં 92 વિકેટ પોતાના નામે કરી હતી. ઈન્ટરનેશનલ મેચોમાં કુલ 343 મેચ રમતા શાકિબે 569 વિકેટ ઝડપી છે.

RELATED ARTICLES

4 COMMENTS

  1. I played on this casino platform and managed a substantial amount, but eventually, my mom fell sick, and I needed to withdraw some money from my balance. Unfortunately, I encountered issues and could not finalize the cashout. Tragically, my mom died due to such online casino. I request for your help in reporting this site. Please help me in seeking justice, so that others won’t have to experience the pain I am going through today, and avert them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page