Wednesday, June 26, 2024
Google search engine
HomeNationalપશ્ચિમ બંગાળમાં ધમાસાણ, TMCના 50 કોર્પોરેટર અને 2 ધારાસભ્યો BJPમાં જોડાયા

પશ્ચિમ બંગાળમાં ધમાસાણ, TMCના 50 કોર્પોરેટર અને 2 ધારાસભ્યો BJPમાં જોડાયા

કોલકાતા: લોકસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન પછી પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટીમાં ઉથલપાથલ મચી ગઈ છે. નવી દિલ્હી ખાતે આજે ટીએમસી 50થી વધુ કોર્પોરેટર અને 2 ધારાસભ્યોએ આજે ભાજપ પાર્ટી જોઈન કરી કરી હતી. વિજયવર્ગીયએ  જણાવ્યું હતું કે આ તો પહેલો તબક્કો છે, હજી ઘણા ટીએમસીના ધારાસભ્યો ભાજપ જોઈન કરશે.

ટીએમસીના આ બળવાખોર ધારાસભ્યોમાં મુકુલ રૉયનો પુત્ર અને ધારાસભ્ય સુભ્રાંશુ રૉય પણ સામેલ છે. મુકુલ રૉયે 2018માં બીજેપીનો ઝંડો પકડ્યો હતો અને હવે તેનો પુત્ર સુભ્રાંશુ રૉય મોદી નામના નારાને બુલંદ કરશે.

નોંધનીય છે કે લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળની કુલ 42 સીટોમાંથી બીજેપીએ 18 સીટો જીતી હતી. હવે બીજેપી 2021માં યોજાનારી વિધનાસભા ચૂંટણી માટે કોલકાતા મ્યુનિસિપાલિટીની ચૂંટણી પર ફોકસ કરી રહી છે. બીજેપીનું લક્ષ્ય પશ્ચિમ બંગાળની સત્તા પરથી મમતા બેનર્જીને હટાવવાનું છે.

બીજેપીના ચૂંટણી રણનીતિકાર કૈલાશ વિજયવર્ગીયે કહ્યું, ”પશ્ચિમ બંગાળમાં પીએમ મોદીના ન્યૂ ઈન્ડિયા વિઝનને લોકોએ સમર્થન આપ્યું છે. આ જ કારણે લોકોએ સત્તાધારી પાર્ટી ટીએમસીને નકારી દીધી છે. લોકોએ અમને અને અમારી વિચારધારાનું સમર્થન કર્યું છે. જેના પરિણામે બીજેપીને 18 સીટો મળી છે. લોકસભા ચૂંટણીની જીતની અસર મ્યુનિસિપાલિટી અને વિધાનસભા ચૂંટણીમાં પણ જોવા મળશે.”

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page