Wednesday, June 26, 2024
Google search engine
HomeNationalઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે જનહિતમાં લીધો મોટો નિર્ણય

ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે જનહિતમાં લીધો મોટો નિર્ણય

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે તેમની VIP સુરક્ષામાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. આનંદીબેન પટેલનું માનવું છે કે, આ બધાં સુરક્ષા કર્મીઓએ સામાન્ય જનતાની સેવા કરવી જોઈએ. જોકે આનંદીબેનના આ નિર્ણયના દરેક જગ્યાએ વખાણ થઈ રહ્યા છે.

સુત્રો પ્રમાણે, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેને તેમની VIP સુરક્ષામાંથી લગભગ 50 સુરક્ષા કર્મીઓને હટાવવાનો નિર્ણય કર્યો છે. VIP કલ્ચરને સમાપ્ત કરવાની દિશામાં આનંદીબેન પટેલના આ નિર્ણયને એક મજબૂત અને મહત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે. તેમને બધાં સુરક્ષા કર્મીઓને રાજ્ય સરકારને પરત કરવા કહ્યું છે.


ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 20મી જુલાઈએ ફેરબદલ કરી આનંદીબેન પટેલને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ નિમણૂંક કર્યાં હતાં. તેમને રાજ્યપાલ તરીકે પાંચ વર્ષનું કાર્યકાળ પૂર્ણ કરનાર રામ નાઈકની જગ્યાએ નિયુક્ત કરવામાં આવ્યા હતાં. યુપીના રાજ્યપાલ બન્યા બાદ આનંદીબેન પટેલ સતત જનહિતમાં મહત્વના કામ કરી રહ્યા છે.

આ પહેલા તેમને સામાન્ય લોકો માટે રાજભવનના દ્વાર ખોલવાનો નિર્ણય કર્યો હતો. તેથી હવે સામાન્ય વ્યક્તિ તેના પરિવાર સાથે રાજભવનની મુલાકાત લઈ શકે છે.

RELATED ARTICLES

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page