Wednesday, June 26, 2024
Google search engine
HomeGujaratગૃહમંત્રી અમિત શાહની અમદાવાદની હોસ્પિટલમાં કરાઈ નાનકડી સર્જરી

ગૃહમંત્રી અમિત શાહની અમદાવાદની હોસ્પિટલમાં કરાઈ નાનકડી સર્જરી

અમદાવાદ: આજે સવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ એકાએક જ અમદાવાદની હોસ્પિટલમાં દાખલ થઈ ગયા હતા જ્યાં તેમના પર નાનકડી સર્જરી કરવામાં આવી હતી. ત્યાર બાદ બપોરે સવા બાર વાગ્યા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. આશ્ચર્યની વાત એ છે કે, અમિત શાહને હોસ્પિટલમાં દાખલ કર્યા તેમના પર સર્જરી થઇ હોવા છતાં સરકારના કોઈ મંત્રી કે સંગઠનના એક પણ નેતાને તે બાબતની જાણકારી ન હતી.

આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પારિવારિક પ્રસંગે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા પરંતુ સવારે 8:45 વાગ્યે તેઓ એકાએક જ પોતાના કાફલા સાથે થલતેજના નિવાસસ્થાનેથી રવાના થયા હતા. તેઓ એસજી હાઈવે પર વૈષ્ણવદેવી ચાર રસ્તા પાસે આવેલી કેડી નામની ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા હતાં. નિષ્ણાંત ડોક્ટરોએ તેમના વિવિધ પ્રકારના પાંચથી છ ટેસ્ટ કર્યાં હતા ત્યારબાદ નાની સર્જરી કરી હતી.

અમિત શાહ હોસ્પિટલમાં દાખલ થયા તે સમયે તેમની સાથે તેમના ધર્મ પત્ની તથા પુત્ર અને પુત્રવધુ સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિ હાજર ન હતું. કેટલું અહીં હોસ્પિટલમાં અન્ય કોઈ લોકોને અમિત શાહ પાસે જવાની પરવાનગી આપવામાં આવી ન હતી. બપોરે 12:15 વાગ્યે સર્જરી થયા બાદ અમિત શાહને રજા આપી દેવામાં આવી હતી. આથી તેઓ ફરીથી પોતાના થલતેજ સ્થિત નિવાસ્થાને જવા રવાના થઈ ગયા હતા.

સુત્રો જણાવે છે કે, આજે ડોક્ટર્સે કઈ બીમારી માટે કેવી સર્જરી કરી તેની સત્તાવાર વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. હાલમાં અમિત શાહની સ્થિતિ અને તબિયત ખૂબ જ સારી છે. તેઓ જાતે જ ગાડીમાં બેસીને રવાના થયા હતા.

RELATED ARTICLES

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page