Saturday, June 29, 2024
Google search engine
HomeNationalપતિ ગુજરાત આવ્યો કમાવવા ને ગામડે રહેતી પત્નીએ કરી નાખ્યો આવો કાંડ

પતિ ગુજરાત આવ્યો કમાવવા ને ગામડે રહેતી પત્નીએ કરી નાખ્યો આવો કાંડ

એકબીજાથી અજાણ યુવક અને યુવતી સગાઈ કર્યા પછી લગ્નના બંધનમાં બંધાય છે. આ પછી બંને વચ્ચે વિશ્વાસનો એક નવો સંબંધ શરૂ થાય છે. બંનેમાંથી જો કોઈનો વિશ્વાસ ડગી જાય તો સંબંધમાં તિરાડ પડવાનું શરૂ થઈ જાય છે. બિહારમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. એક મહિલાએ તેના પતિ સાથે વિશ્વાસઘાત કર્યો છે. મહિલા તેના લગ્નના 14 વર્ષ પછી બીજાના પ્રેમમાં હતી અને તેની સાથે ભાગી ગઈ છે.

લગ્ન પછી બંનેનું જીવન હસી-ખુશીથી પસાર થતું હતું. બંનેએ સાથે મળીને શહેરમાં ઘર બનાવવાનું સપનું પણ જોયું હતું. આ માટે પતિએ ગામનું ખેતર વેચી દીધું હતું. ખેતર વેચ્યા પછી જે રૂપિયા મળ્યા તે તેની પત્નીના ખાતામા જમા કરાવી દીધા હતાં. પણ તેને શું ખબર હતી કે, પત્ની બેવફા થઈ જશે. એક દિવસ પતિ કમાવવા માટે બીજે ગયો. આ દરમિયાન પત્ની તેના પાડોશી સાથે ભાગી ગઈ હતી. એટલું જ નહીં પતિએ તેના ખાતામાં જે 39 લાખ રૂપિયા જમા કરાવ્યા હતાં તે પણ ઉપાડી લીધા હતાં. પત્નીના ખાતામાં માત્ર 11 રૂપિયા જ હતાં. જેની જાણકારી જ્યારે પતિને થઈ તો તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી.

આ વિચિત્ર ઘટના બિહારના પટનાની છે. અહીં 14 વર્ષ પહેલાં બિહટાના કૌડિયાના રહેવાસી વ્રજકિશોર સિંહના લગ્ન ભોજપુરના બરહરાના બિંગ ગામની રહેવાસી પ્રભાવતી સાથે થયાં હતાં. વ્રજકિશોર ગામમાં જ ખેતી કરતો હતો. ભાડાના મકાનમાં રહેવાની સાથે વ્રજકિશોર ખેતી કરતો હતો. આ દરમિયાન તેણે ખેતી છોડી દીધી અને કમાણી કરવા માટે ગુજરાત આવી ગયો હતો.

ગુજરાતમાં કમાઈને તે પત્નીના ખાતામાં રૂપિયા મોકલતો હતો. જેનાથી તે પરિવારનું ભરણપોષણ કરતી હતી. આ દરમિયાન પત્ની પાડોશમાં રહેતાં એક યુવકની નજીક આવી હતી. ધીરે-ધીરે બંનેને પ્રેમ થઈ ગયો હતો. બંને દરરોજ એકબીજા સાથે વાતચીત કરતાં હતાં. પતિ બંનેના પ્રેમથી બિલકુલ અજાણ હતો. પતિને દગો દઈને તે યુવકને મળવા જતી હતી. એટલે બંને વચ્ચે શારીરિક સંબંધ પણ હતાં. આ મામલે કોઈને ખબર પણ પડી નહોતી. વ્રજકિશોરને એક દીકરી અને દીકરો છે.

દીકરા અને દીકરાના સારા ભરણપોષણ માટે પિતાએ શહેરમાં વસવાટ કરવાનું વિચાર્યું હતું. શહેરમાં વસવાટ માટે રૂપિયાની જરૂર હતી. એટલે વ્રજકિશોરે ગામનું ખેતર વેચી દીધું હતું. ખેતર વેચ્યા પછી તેને લગભગ 39 લાખ રૂપિયા મળ્યા હતાં. જે તેને પત્નીના ખાતામાં જમા કરાવી દીધા હતાં. પણ તેને શું ખબર કે પત્ની તેને દગો આપીને બીજા સાથે જતી રહેશે. વ્રજકિશોર કમાવવા માટે ફરી ગુજરાત આવી ગયો હતો.

ત્યાંથી જ્યારે તે પાછો ત્યારે ઘરમાં તાળું હતું અને પત્ની નહોતી. જે જાણકારી જ્યારે મકાન માલિકને થઈ તો તેમણે કહ્યું કે તેમની પત્ની પ્રભાવતી દીકરીને સાથે લઈને અહીંથી જતી રહી છે. આ પછી વ્રજકિશોરે દરેક સંબંધીને ત્યાં પત્ની અને બાળકોની જાણકારી લીધી. વ્રજકિશોરને કોઈક રીતે તેમના દીકરા અંગે ખબર પડી તો તેને ઘરે લઈ આવ્યા. વ્રજકિશેરે જ્યારે ખાતુ ચેક કર્યું તો તેના હોશ ઉડી ગયા હતાં. ખાતામાં માત્ર 11 રૂપિયા જ વદ્યા હતાં. બાકીના રૂપિયા ગાયબ થઈ ગયા હતાં.

ખાતામાં રૂપિયા ના હોવાને લીધે ઘભરાયેલો વ્રજકિશોર સીધો પોલીસ સ્ટેશન પહોંચ્યો અને આ અંગે માહિતી આપી. પોલીસે તપાસ કરતાં જાણ થઈ કે પ્રભાવતી બીજા યુવક સાથે પ્રેમમાં હતીય પ્રભાવતીએ 26 લાખ રૂપિયા ડેહરી નિવાસી એક વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર કર્યા છે જ્યારે 13 લાખ રૂપિયા ચેક દ્વારા ઉપાડ્યા છે. પોલીસે આ ઘટના અંગે તપાસ કરી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page