Monday, June 24, 2024
Google search engine
HomeFeature Rightએવું તો શું બન્યું કે કીર્તિદાન ગઢવી ચોંધાર આંસુએ રડી પડ્યા, જાણો...

એવું તો શું બન્યું કે કીર્તિદાન ગઢવી ચોંધાર આંસુએ રડી પડ્યા, જાણો ક્લિક કરીને

One Gujarat, Ahmedabad: ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના લોકસાહિત્યમાં એવી તાકાત છે કે જે માણસને હસાવી પણ શકે અને રડાવી પણ શકે છે. સૌરાષ્ટ્રનું લોકસાહિત્ય મડદાં જેવા માણસમાં પણ જુસ્સો ભરી દે છે. તેમાં પણ જ્યારે પદ્મશ્રી ભીખુદાન ગઢવીના મુખે સરવાણી વહેતી હોય ને તો ભલા ભલા પથ્થર દીલના માણસોને પીગળી જાય છે. આવો જ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં ડાયરામાં કીર્તિદાન ગઢવી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડે છે.

તમે ‘ડાયરા કિંગ’કીર્તિદાન ગઢવીના મુખે ભજનની રમઝટ સાંભળી હશે. પણ લાખો લોકોને પોતાના સૂરથી ડોલવનાર કીર્તિદાનને ક્યારેય રડતાં જોયા છે? સોશ્યલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં કીર્તિદાન ગઢવી ચોંધારા આસુંએ રડતાં જોવા મળી રહ્યા છે.

પ્રાપ્ત વિગત મુજબ આ વીડિયો કચ્છના ભચાઉ તાલુકાના કબરાઉ સ્થિત મોગલધામમાં યોજાયેલા ડાયરાનો છે. જ્યાં જાન્યુઆરી 2020માં શ્રી રામપારાયણ જ્ઞાનયજ્ઞ નિમિત્તે ભવ્ય સંતવાણી અને લોક ડાયરો યોજાયો હતો. આ લોક ડાયરામાં પદ્મશ્રી ભીખુદાન ગઢવી, કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહિર સહિતના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ડાયરાને માણવા માટે હાજરોની સંખ્યામાં માનવમેદની ઉમટી હતી.

ધીમે ધીમે ડાયરાની રંગત જામતી ગઈ હતી. દરમિયાન ડાયરામાં ભીખુદાન ગઢવીનો વારો આવ્યો હતો. સ્ટેજ પર ભીખુદાન ગઢવીએ એક પછી એક માર્મિક પ્રસંગોને પોતાની આગવી છટાથી વ્યક્ત કરી શ્રોતાઓને ભાવુક અને મંત્રમુગ્ધ કરી દીધા હતા. જેમાં સ્ટેજની સામેની બાજુ નીચે બેસી કીર્તિદાન ગઢવી પણ ભીખુદાન ગઢવીને સાંભળી રહ્યા હતા.

ભીખુદાન ગઢવીએ જ્યારે ભગવાન રામના વનવાસનો પ્રસંગ વણર્વ્યો ત્યારે શ્રોતાઓમાં એક પ્રકારનો નિરવ સન્નાટો છવાઈ ગયો હતો. ભગવાન રામ અને માતા કૈકૈઈ વચ્ચેનો સંવાદ ભીખુદાન ગઢવીએ પોતાની અનોખી છટાથી વ્યક્ત કર્યો ત્યારે બધા ઈમોશનલ થઈ ગયા હતા. દરમિયાન સ્ટેજ નીચે બેસી સાંભળતાં કીર્તિદાન ગઢવીની આંખોમાં આસુંઓ વહેવા લાગ્યા હતા.

ભીખુદાન ગઢવી જેમ જેમ કૈકૈઈના હ્રદયની વ્યથા વર્ણવતા ગયા તેમ તેમ કીર્તદાન ગઢવી ચોંધાર આંસુએ રડવા લાગ્યા. કીર્તિદાને ખિસ્સામાંથી રૂમાલ કાઢી આંસુઓને રોકવાનો પ્રયત્ન કર્યો, પણ આસુંઓ ન રોકાયા. અંદાજે 5 મિનિટ સુધી કીર્તિદાન રડતા ગયા હતા.

એક ક્ષણે તો કબરાઉ મોગલધામના મહંતે કીર્તિદાનના માથે હાથ મૂકી શાંત કરવાનો પ્રયત્ન કર્યો હતો. બાદમાં કીર્તિદાન ગઢવી પાણી પીને શાંત થયા હતા. ભીખુદાને આ રામવનવાસનો પ્રસંગ પૂરો કર્યા બાદ ભજન લલકાર્યું હતું. જેમાં કીર્તિદાન ગઢવી, માયાભાઈ ભાઈ આહિર સહિતના કલાકારોએ તેમના પર રૂપિયાનો વરસાદ કર્યો હતો.

દુનિયામાં જ્યાં પણ ગુજરાતીઓ વસે છે ત્યાં ભાગ્યે જ એવી કોઈ જગ્યા હશે જ્યાં કીર્તિદાનનો ડાયરો ના યોજાયો હોય. કીર્તિદાનનો જન્મ તેમના મોસાળ સુરેન્દ્રનગરમાં થયો હતો. ચરોતરના વાલવોડ ગામે સામાન્ય કુટુંબમાં જન્મેલા કીર્તિદાને જીવનમાં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. આણંદ જિલ્લાના વાલવોડ ગામે ગઢવી પરિવારમાં કીર્તિદાનનો જન્મ થયો હતો. ચારણ-ગઢવી પરિવારમાં સંગીત લોહીમાં હોય છે, એમ કીર્તિદાનને પણ બાળપણથી જ સંગીતનો જબરદસ્ત શોખ હતો.

કીર્તિદાન વાલવોડ ગામની શાળામાં પ્રાથમિક શિક્ષણ લીધું હતું. બાદમાં વલ્લભવિદ્યાનગરમાં બે વર્ષ સુધી બી.કોમનો અભ્યાસ કર્યો. જોકે, મન સંગીતમાં પરોવાયેલું હોવાથી તેમને અભ્યાસમાં બહુ રુચી પડી નહોતી. બાદમાં તેમણે વડોદરા યુનિવર્સિટીમાંથી ક્લાસિકલ સંગીતનો અભ્યાસ કર્યો અને માસ્ટર ડિગ્રી મેળવી. ત્યારથી કીર્તિદાનની સંગીત ક્ષેત્રેની અવિતરત યાત્રા ચાલુ છે. સંગીતની ડિગ્રી બાદ કીર્તિદાને સંગીત શિક્ષક તરીકે બે વર્ષ નોકરી પણ કરી હતી.

શોખને કારણે શાળા કે સ્પર્ધામાં જ્યાં પણ તક મળે ત્યાં કીર્તિદાન ગાતા હતા. કીર્તિદાનના પિતા પણ આ ફિલ્ડમાં હતા એટલે વિરોધ કરતાં કે તું આ ક્ષેત્રમાં જા એનો વાંધો નહીં પણ તું આર્થિક ઉપાર્જન નહીં કરી શકે. જીવન ફક્ત ગાવાથી નહીં ચાલે. પણ કીર્તિદાનના મોટાભાઈ જગદીશભાઈને તેમની પર ભરોસો હતો કે આ જીવનમાં કંઈક કરશે ખરો. એટલે ઘરના વિરોધ વચ્ચે તેમણે કીર્તિદાનને મ્યૂઝિકમાં એડીમીશન લેવા દીધું હતું.

સ્ટેજ પર કીર્તિદાનને ગાવાનો પહેલો અવસર પેટલાદ પાસેના રામોદડી ગામે નવચંડી યજ્ઞમાં મળ્યો હતો. અહીં તેમણે ડોલરભાઈ ગઢવી સાથે ‘શ્યામ પીયા મોરે રંગ દે..’ ગીત ગાયું હતું. આજે ડાયરાના એક પોગ્રામ માટે કીર્તિદાનને લાખો રૂપિયા મળે છે, પણ કીર્તિદાનને કલાકાર તરીકે પહેલાં પોગ્રામ માટે 400 રૂપિયા મળ્યા હતા. સ્વ. જયદેવ ગઢવીએ કીર્તિદાનને નાના કેરળામાં એક ડાયરામાં કલાકાર તરીકે ગાવાની તક આપી હતી.

કીર્તિદાને જીવનના ખૂબ સંઘર્ષ કર્યો છે. એક ઈન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે સુખમાં બાળક મોડું મોટું થાય છે પણ દુઃખમાં વહેલું મોટું થઈ જાય છે. મેં એટલો સંઘર્ષ કર્યો છે કે મારી જગ્યાએ કોઈ બીજો કલાકાર હોત તો આ ફિલ્ડ છોડીને જતો રહ્યો હોત. કીર્તિદાને કહ્યું હતું કે સંઘર્ષના દિવસોમાં આ ફિલ્ડમાં નામ કમાવવા ખૂબ સહન કરવું પડ્યું છે. અમુક પોગ્રામમાં ચાર-પાંચ વાગ્યે ગાવાનો વારો આવતો તો અમુક જગ્યાએ ચાન્સ પણ મળતો નહીં. અમુક કલાકારો તો મોંઢા બગાડીને કહેતા કે આને કોને બોલાવ્યો. ગાવાની વાત તો દૂર સ્ટેજ પર બેસવા પણ દેતા નહોતા. પણ હું માનું છું કે સંઘર્ષમાં જ ઘડતર થાય છે.


ડાયરામાં લોકોને હસી હસીને લોટપોટ કરી દેનાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવી વચ્ચે ખૂબ સારી મિત્રતા છે. બંને વચ્ચે મામા-ભાણાનો સંબંધ છે. બંનેને જોડી એવી જામી ગઈ કે આજે ડાયરામાં કીર્તિદાન-માયાભાઈની જોડી ખૂબ લોકપ્રિય છે. મધ્યગુજરાતમાં જન્મેલા કીર્તિદાનની ‘કીર્તિ’ બાદમાં સૌરષ્ટ્ર-કચ્છમાં ખ્યાતિ ફેલાઈ. કીર્તિદાનના સૂરનો એવો તો જાદુ ફેલાયો કે સૌરષ્ટ્ર-કચ્છ કીર્તિદાનના ડાયરામાં હકડેઠઠ માનવ મેદની ઉમટવા લાગી.


ધીમે-ધીમે સૌરાષ્ટ્ર બહાર ગુજરાતના અન્ય વિસ્તાર અને બાદમાં ગુજરાત બહાર મુંબઈમાં કીર્તિદાનના ડાયરા યોજાવા લાગ્યા. ગુજરાતીઓનો પ્રેમ કીર્તિદાન પર એવો વરસ્યો કે ગુજરાતની બહાર પણ તેમની ડિમાન્ડ થવા લાગી. અમેરિકા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા વગેરે દેશોમાં રહેતા ગુજરાતીઓમાં કીર્તિદાનના સૂરનો જાદુ ચાલ્યો હતો. આજે કીર્તિદાન ડાયરા કિંગ તરીકે ઓળખાય છે. અમુક ગીત અમુક કલાકારો માટે બનેલા હોય છે. એ જ રીતે ‘મોગલ છેડતાં કાળો નાગ’ એ કીર્તિદાનનું બ્રાન્ડ સોંગ ગણાય છે. બોલિવૂડ મ્યુઝિક ડિરેક્ટર સચીન-જીગરના ‘લાડલી’ આલ્બમમાં કીર્તિદાનના અવાજને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો.


કીર્તિદાનને પરિવારમાં પત્ની સોનલ, અને બે પુત્રો ક્રિષ્ના અને રાગ છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ડાયરાના વધુ પોગ્રામના કારણે કીર્તિદાન બાદમાં રાજકોટ શિફ્ટ થયા હતા. કીર્તિદાન ગુજરાતી લોકસાહિત્યને વધુ આગળ લઈ જવા માગે છે. તેમણે કહ્યું હતું કે જે રીતે પંજાબી અને અન્ય પ્રાદેશિક લોકસાહિત્યને દુનિયા સાંભળે છે, એ જ રીતે તેઓ ગુજરાતી લોકસાહિત્યને આગળ લઈ જવા ઈચ્છે છે.

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure launching into the universe of wonder! ? The mind-blowing content here is a thrilling for the mind, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of exciting insights! #AdventureAwaits Dive into this thrilling experience of imagination and let your thoughts roam! ? Don’t just enjoy, experience the thrill! #BeyondTheOrdinary Your brain will thank you for this thrilling joyride through the realms of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page