Monday, June 24, 2024
Google search engine
HomeReligionતમે જન્માષ્ટમીએ ઘરમાં આ જગ્યાએ મોરપીંછ મુકશો તો થઈ જશો માલામાલ

તમે જન્માષ્ટમીએ ઘરમાં આ જગ્યાએ મોરપીંછ મુકશો તો થઈ જશો માલામાલ

અમદાવાદ: આજે ગુજરાત સહિત દેશમાં જન્માષ્ટમીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. જન્માષ્ટમીનો તહેવાર દરેક કૃષ્ણ ભક્તો માટે ખૂબ ખાસ હોય છે. કૃષ્ણને મોરપીંછાથી ખૂબ લગાવ હોય છે. એવામાં મોરપીંછાથી ઘણાં ઉપાય પણ કરી શકાય છે જેનાથી તમે માલામાલ થઈ શકો છો. આજે અમે તમને મોરપીંછા અંગે કેટલીક ખાસ વાતો જણાવવા જઈ રહ્યા છીએ. જે તમે અપનાવી શકો છો.

ઘરની સુંદરતામાં ચાર ચાંદ લગાવનાર મોરપીંછા તમારી કિસ્મત પણ બદલી શકે છે. કહેવાય છે કે, તેનાથી જોડાયેલા કેટલાક ઉપાય જન્માષ્ટમીને લઈને કરવામાં આવે તો લાભ જ લાભ થાય છે તો આવો જોઈએ કેટલાંક ઉપાય જેનાથી તમે ધનવાન બની શકો છો.

ઘરમાં હંમેશા વાદ-વિવાદ થાય છે અને તે ક્યારેય સમાપ્ત થઈ શકતો નથી તો ઘરના મંદિરમાં વાંસળી અને મોરપીંછુ એક સાથે રાખવું જોઈએ. કારણ કે આમ કરવાથી ઘરમાં ફેલાયેલી નકારાત્મક શક્તિ ઘણી હદ સુધી સમાપ્ત થઈ જાય છે તેવું લોકોનું માનવું છે.

જન્માષ્ટમીના દિવસે પૂજા બાદ આખા ઘરમાં મોરપીંછા લહેરાવવાથી કે ફેરવવાથી ઘરનો માહોલ ખૂબ પવિત્ર અને સુખમયી બનીજાય છે અને આમ કરવાથી ઘરમાં કંકાશ થતો અટકી જાય છે. તેની સાથે જ ઘરમાં ધનની દેવી માં લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે.

ઘરમાં હંમેશા સકારાત્મક શક્તિ રાખવા માટે રોજ આરતી કે પૂજા પાઠ બાદ ઘરમાં મોર પીંછુ ફેરવવું જોઈએ. જેથી નકારાત્મક શક્તિ દૂર થાય અને સાથે જ કોઈ પ્રકારની મુશ્કેલીઓ આવતી નથી.

તેની સાથે જ જન્માષ્ટમી માટે મોરપીંછા ઘરમાં કોઇ એવી જગ્યા પર લગાવવું જોઇએ જ્યાં તમે ઘરમાં આવનારા દરેક લોકોની નજર પહેલા પડે. કારણકે આજથી નહિં પરંતુ યુગોથી મોરપીંછાને ઘરમાં રાખવું ખૂબ શુભ માનવામાં આવે છે અને કહેવાય છે ઘરના અલગ-અલગ ખૂણામાં મોર પીંછા લગાવવાથી આશરે દરેક પ્રકારના વાસ્તુદોષ દૂર થાય છે.

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page